કોરોના માં સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે .અમેરીકા ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ 12 થી 15 વર્ષ ના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.કમિશનર જેનેટ વુડકોકે આ પગલાંને કોવિડ-19 રોગચાળા સામે લડવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવનમાં પણ જીવવાની તક મળશે. અગાઉ, રસી 16 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે માન્ય કરવામાં આવી હતી. એફડીએનાં કમિશનર જેનેટ વુડકોકે કહ્યું, આ પગલાથી અમે બાળકોને કોરોના મહામારીનાં પ્રકોપથી સુરક્ષિત કરી શકીશું. આ આપણને સામાન્યતામાં પાછા ફરવાની અને રોગચાળાને ખતમ કરવાની નજીક લાવશે. જેનેટ વૂડકોકે બાળકોનાં માતા-પિતાને રસી વિશે ખાતરી આપી છે કે આ રસી બધા ધોરણો પર યોગ્ય સાબિત થઇ ચુકી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જેનેટ વૂડકોકે કહ્યું, “હું માતા-પિતા અને વાલીઓને ખાતરી આપી શકું છું કે એફડીએએ તમામ ઉપલબ્ધ ડેટાની સખત અને સંપૂર્ણ સમીક્ષા કરી છે. તે પછી જ તેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.”
આ પહેલા અગત્ય’ નું એ કે વેક્સીન બનાવતી ફાઈઝરએ માર્ચમાં ડેટા જાહેર કરેલ જેમાં જણાવ્યું હતું કે 12-15 વર્ષની વયના 2,260 વોલિયન્ટર્સને રસી આપવામાં આવી હતી. ટેસ્ટનાં ડેટામાં જાણવા મળ્યું છે કે સંપૂર્ણ રસીકરણ પછી આ બાળકોમાં કોરોના ચેપના કોઈ કેસ મળ્યાં નથી. તેમણે દાવો કર્યો છે કે તેની રસી બાળકો પર 100 ટકા અસરકારક છે.