અમે લોકડાઉનમાં ખૂબ કંટાળેલા હતા એમાં એક મિત્રએ કરેલો વોટસએપ મેસેજ જોઈને નવરા બેઠાં ટાઇમપાસ કરીએ એમ વિચારીને મોબાઈલ ફોન ઉપર હું મારી પત્ની ને મારી દીકરીએ મળીને પહેલી શોર્ટફિલ્મ – લોકડાઉન એટલે શું ? બનાવી.એમાં રસ પડ્યો એટલે બીજી વાર્તા લખી એનું નામ આપ્યું આ લોકડાઉન એટલે શું ? ભાગ ૨.હવે આમાં પ્રોબ્લેમ એ હતો કે કલાકારો વધારે હતા ને એમાં પાછું લોકડાઉન. હવે શું કરવું ?એ દિવસોમાં બચ્ચન સાહેબની એક શોર્ટફિલમ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલી એટલે મેં પણ એવું કરવાનું વિચારીને કાસ્ટીંગ કરવાનું ચાલુ કર્યું.કલાકારો માં મંત્ર પંડ્યા, પ્રથા લીંબાચિયા, કૃણાલ ભટ્ટ, નિલેશ મિસ્ત્રી અને અનંગભાઈ દેસાઈએ ખૂબ સાથ આપ્યો.મુશ્કેલીઓ બધી મોબાઈલ ફોન ઉપર જ સોલ્વ કરવામાં આવી. સ્ક્રિપ્ટ ફોટા પાડીને મોબાઈલ પર મોકલવામાં આવી, બધા સાથે ફોન ઉપર લાંબી લાંબી વાતો ચાલી ને કંપોઝિશન ગોઠવ્યા, કેમેરા (મોબાઈલ) ક્યાં રાખીને શૂટ કરવું એની પણ લાંબી લાંબી ચર્ચાઓ કરવી પડી. બધાએ શૂટ કરીને મોકલ્યું એનું એડિટિંગ પણ મોબાઈલમાં જ કરેલું છે. હા મ્યુઝીક માટે વિરલ કુકડિયાએ એરેંજમેંટ કરી પણ મિક્સિંગ તો મોબાઈલમાં જ થયું.ઓવર ઓલ ફૂલ લોકડાઉનમાં કોઈ કોઈને મળ્યું જ ના હોય અને અલગ અલગ મોબાઈલ દ્વારા ફિલ્મ શૂટ થઈ હોય અને એડિટ પણ થઈ હોય એવી આ પહેલી ફિલ્મ કહી શકાય.

( ગુજરાતી ફિલ્મ નિર્માતા,લેખક સંજય પંડયા દ્વારા ઇમેઇલ માધ્યમ થી મોક્લાવેલ વીડિઓ )