આંધ્રપ્રદેશના તિરુપતિની સરકારી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 11 દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ પામ્યા છે. આ આંકડો વધુ વધી શકે છે. મોટાભાગના દર્દીઓ આઈસીયુ વોર્ડમાં દાખલ હતા.તિરૂપતિની રૂઈયા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 11 કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ઓક્સિજન ટેન્કર આવવાના હતા, પરંતુ આગમન કરવામાં મોડું થયું હતું, જેના કારણે 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.આંધ્રપ્રદેશ ના સી.એમ.જગન રેડ્ડી એ આ અંગે તપાસ ના આદેશ આપ્યા છે.

હૉસ્પિટલમાં 1,100 બેડની ક્ષમતા છે. આઈસીયૂમાં 100થી વધારે દર્દી છે અને ઑક્સિજન બેડ પર 400 દર્દી છે. જિલ્લા અધિકારીએ કહ્યું કે, હૉસ્પિટલમાં ઑક્સિજનની કોઈ તંગી નથી અને પુરતા પ્રમાણમાં પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વાઈ.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને નિર્દેશ આપ્યા કે ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવે.

આ ઘટનાના માં ચિત્તૂરના જિલ્લા અધિકારી હરિ નારાયણે કહ્યું કે, “ઑક્સિજનનો પૂરવઠો 5 મિનિટની અંદર પુરો પાડવામાં આવ્યો અને બધું હવે સામાન્ય થઈ ગયું છે. આના કારણે વધુ દર્દીઓના મોત રોકી શકાયા.” લગભગ 30 ડૉક્ટરોને દર્દીઓની દેખરેખ કરવા માટે તરત આઈસીયૂમાં મોકલવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, ઑક્સિજનના સપ્લાયમાં વિક્ષેપ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરથી આવી રહેલા ટેન્કરોમાં મોડું થવાના કારણ ઉત્પન્ન થઈ.