કોરોનકાળ માણસ માટે કપરા માં કપરો સાબિત થઈ રહ્યો છે.અમુક માણસો કોરોના વાયરસ પોઝિટિવ આવવાથી તો અમુક સ્વસ્થ થયા બાદ પણ પરેશાની માં જોવા મળતા હોય છે. કોરોના વાયરસએ આ દિવસોમાં તમામ લોકોને પરેશાન કર્યા છે. કોરોના ને કારણે દરેક વ્યક્તિ અસ્વસ્થ છે. જેઓ આ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તે પરેશાન થઈ રહ્યા છે, તેમજ આ ચેપના ડરથી જેઓ ઘરે બેઠા છે તેઓ માટે પણ આ સમય ખૂબ જ પરેશાનીભર્યો છે. સામાન્ય લોકોની સાથે હવે ખાસ લોકો પણ આનાથી પરેશાન થઈ ગયા છે. તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પણ કહ્યું હતું કે હવે તે તેનાથી પરેશાન થઈ ગયા છે.

ધર્મેન્દ્ર કહી રહ્યા છે કે, ‘મિત્રો, કોરોનાએ દુનિયાને ઘેરી લીધી છે. હું મારા ફાર્મ હાઉસ પર લોકડાઉન કરતા એક દિવસ પહેલા અહીં આવ્યો હતો. રોજ હું સમાચાર સાંભળતો રહું છું, દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે આ રોગ જલ્દીથી સમાપ્ત થાય. તમે બધા તમારી જાતનું ધ્યાન રાખો. જેમ જેમ તમને સૂચના મળી રહી છે, તમારે તેનું પાલન કરવું પડશે અને હું પ્રાર્થના કરું છું કે કોરોના તમને સ્પર્શ પણ ન કરે. બધા ખુશ રહો. તમને સૌને પ્રેમ કરું છું. હવે જલ્દી આ બીમારી દૂર થાય એવી પ્રાર્થના કરી હતી.

ધર્મેન્દ્રના ચાહકો આ વીડિયો પર ટિપ્પણી કરી અભિનેતાની પ્રશંસા કરી રહ્યા છે તેમજ તેમની તબિયતની પણ સંભાળ રાખવા કહે છે. આ વીડિયોને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે ‘બધું બરાબર થઈ જશે. સકારાત્મક બનો ‘. ધર્મેન્દ્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.