કોરોના સંક્રમણમાં દર્દીઓની સારવાર માટેના સાધનો અને ઓક્સિજનની અછત વર્તાયા બાદ હોસ્પિટલોમાં સાધનો વસાવવા માટે ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક કેસોમાં દર્દીઓની સારવાર માટે સાધનો અને ઓક્સિજનની અછત જોવા મળી હતી. મુખ્યમંત્રીની સંવેદના રાજકોટવાસીઓ જેની સાથે હંમેશા રહી છે,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે મળતી 1.5 કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટની પીડીયુ હોસ્પિટલને ફાળવી છે.સમગ્ર રાજકોટના અગ્રણી નાગરિકોએ બિરદાવ્યો છે,મુખ્યમંત્રી શ્રી ની આ પહેલ ખુબ આવકારવાદાયક છે.