રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાએ ભયંકર ભરડો લીધો છે. કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો અને યુવાનો પણ મોટી સંખ્યામાં સપડાઈ રહ્યા છે. રાજકોટની તમામ હોસ્5િટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. બેડ મેળવવા દર્દીઓ અને તેના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. તંત્રની તમામ વ્યવસ્થા ટૂંકી પડી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સારવાર લર્ઈ રહેલા વધુ 55 દર્દીના મોત નિપજતાં ફફડાટ ફેલાયો છે. આજે બપોર સુધીમાં નવા 146 કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે 527 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજકોટમાં મિનિ લોકડાઉનની અસરના કારણે કોરોના કેસ કાબુમાં આવ્યા હોય તેમ છેલ્લા પાંચ દિવસથી નવા કેસોનો આંક સતત ઘટી રહ્યો છે તેની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં લોકો અને તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. જ્યારે શહેરની હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ, શહેરમાં કોરોના હળવો પડતા હવે ગામડાઓમાં ફુંફાડો માર્યો હોય તેમ નવા કેસો વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં વધુ 55 દર્દીના કોરોનાએ ભોગ લેતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. જ્યારે નવા કેસોની વાત કરવામાં આવે તો ગઈકાલે એક જ દિવસમાં નવા 351 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 527 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આજે બપોર સુધીમાં નવા 146 કેસ નોંધાયા છે. જ્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 3253 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કુલ પોઝિટીવ કેસનો આંક 37717 ઉપર પહોંચ્યો, શહેરની સરકારી અને ખાનગી હોસ્5િટલોમાં છેલ્લા ઘણા દિવસોથી બેડની સંખ્યામાં ઘટાડો થતો ન હતો. જ્યારે આજે તંત્ર દ્વારા સરકારી અને ખાનગી હોસ્5િટલમાં 1474 બેડ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 10.60 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 37717 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે જે પૈકી 34145 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે હજુ 3253 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના નવા કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા રિકવરી રેઈટ વધીને 90.88 ટકા થયો છે.