વાંચન વિશેષ  રાજયસરકાર દ્વારા નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સેશનની સુવિધા

Home » વાંચન વિશેષ  રાજયસરકાર દ્વારા નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સેશનની સુવિધા

Home  

  • વાંચન વિશેષ

રાજયસરકાર દ્વારા નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સેશનની સુવિધા

By

 ગુજરાત હેરાલ્ડ

સપ્ટેમ્બર 23, 2024 2:54:43 પી એમ(pm)

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને “વિશ્વ બધિર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ આ દિવસ ૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ સમગ્ર વિશ્વમાં બધિર લોકોના અધિકારોને માન્યતા આપે છે અને આ અધિકારોને જાળવી રાખવામાં મદદ કરવા માટે વિવિધ સંસ્થાઓને આગળ આવવા અપીલ કરે છે. “વિશ્વ બધિર દિવસ” પર બધિર લોકોના પડકારો વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે. તે માત્ર બહેરા લોકો માટે જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે સાંકેતિક ભાષાના મહત્વને પણ દર્શાવે છે. આ વર્ષે વિશ્વ બધિર દિવસની થીમ “દરેક માટે કાન અને સાંભળવાની કાળજી” અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે.
વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ દ્વારા ૧૯૫૮માં “વિશ્વ બધિર દિવસ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. “વિશ્વ બધિર દિવસ” એ બધિર લોકોના સમુદાયને ટેકો આપવા માટે સરકારી, બિન-સરકારી સંસ્થાઓ, પરોપકારીઓ અને સામાન્ય સમાજનું ધ્યાન દોરે છે. આ પહેલ દ્વારા, ઘણા લોકો બધિર લોકોને સમાજમાં વધુ સારી રીતે અનુકૂળ થવામાં મદદ કરવામાં રસ ધરાવતા થયા છે. ઉપરાંત, આ દિવસ સાંભળવાની ખોટ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરે છે.
બધિરતા- સાંભળવાની ખોટ એ આજે મનુષ્યોમાં સૌથી સામાન્ય સંવેદનાત્મક ખામી છે. WHO ના અંદાજ મુજબ ભારતમાં અંદાજે ૬૩ મિલિયન લોકો નોંધપાત્ર શ્રાવ્ય ક્ષતિથી પીડાય છે, જે ભારતીય વસ્તીમાં અંદાજિત વ્યાપ ૬.૩% ધરાવે છે. એન.એસ.એસ.ઓ. સર્વેક્ષણ મુજબ, હાલમાં પ્રતિ એક લાખ વસ્તીએ ૨૯૧ વ્યક્તિઓ છે જેઓ ગંભીરથી ગંભીર સાંભળવા ની ખોટથી પીડાય છે (NSSO, 2001). આમાંથી, મોટી ટકાવારી ૦ થી ૧૪ વર્ષની વયના બાળકોની છે. આટલી મોટી સંખ્યામાં સાંભળવાની ક્ષતિ ધરાવતા યુવા ભારતીયોને સામાન્ય જીવન આપી તેમની શારીરિક અને આર્થિક બંને રીતે ઉત્પાદકતામાં વધારવા માટે સરકાર દ્વારા NATIONAL PROGRAMME FOR THE PREVENTION & CONTROL OF DEAFNESS (NPPCD) બધિરતા નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આપણી વસ્તીની એક મોટી ટકાવારી હળવી માત્રામાં સાંભળવાની ખોટ અને એકપક્ષીય (એક બાજુની) સાંભળવાની ખોટથી પીડાય છે. ત્યારે બધિરતા નિવારણ એ આ દિવસનો મુખ્ય જાગૃતિલક્ષી કાર્યક્રમ છે.
બધિરતા નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમના ઉદ્દેશ્યો
બધિરતા નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ રોગ અથવા ઈજાના કારણે ટાળી શકાય તેવી સાંભળવાની ખોટ અટકાવવા, સાંભળવાની ખોટ અને બહેરાશ માટે જવાબદાર કાનની સમસ્યાઓની વહેલી ઓળખ, નિદાન અને સારવાર, બહેરાશથી પીડિત તમામ વય જૂથોની વ્યક્તિઓને તબીબી રીતે પુનર્વસન કરવા, બહેરાશ ધરાવતા વ્યક્તિઓ માટે પુનર્વસન કાર્યક્રમના સાતત્ય માટે હાલના આંતર-ક્ષેત્રીય જોડાણોને મજબૂત કરવા, સાધનસામગ્રી અને તાલીમ કર્મચારીઓ માટે સહાય પૂરી પાડીને કાનની સંભાળની સેવાઓ માટે સંસ્થાકીય ક્ષમતા વિકસાવવાના ઉદ્દેશ્યો સાથે કામગીરી કરે છે.
આ માટે કાર્યક્રમ અંતર્ગત શ્રવણશક્તિ અને બહેરાશના કેસોની નિવારણ, પ્રારંભિક ઓળખ અને સંચાલન માટે મેડિકલ કોલેજ સ્તરના નિષ્ણાતો (ENT અને ઑડિયોલોજી) થી ગ્રાસ રૂટ લેવલના કામદારોને તાલીમ આપવામાં આવે છે. ઈ.એન.ટી./ઓડિયોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં જિલ્લા હોસ્પિટલ, સી.એચ.સી. અને પી.એચ.સી. માટે ક્ષમતા નિર્માણ કરવામાં આવે છે. શ્રવણની ક્ષતિ અને બહેરાશની પ્રારંભિક તપાસ, શ્રવણ સાધનોની જોગવાઈ માટે સ્ક્રીનીંગ કેમ્પ, શ્રવણશક્તિની ક્ષતિ ખાસ કરીને બાળકોની પ્રારંભિક ઓળખ માટે IEC પ્રવૃતિઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ દરેક બાબતોનું મોનીટરીંગ તથા સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જે હાલ “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” તરીકે અમલી છે, તેના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનીંગ કરી બધિર બાળકોને પુન:સ્થાપિત કરવા અને બાળપણમાં જ તેમની બધિરતાને અટકાવીને તેમના વિકાસને આગળ વધારવા ખાસ કોક્લીયર ઇમ્પ્લાન્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી વિભાગના આસી. પ્રો. ડો. સેજલ જણાવે છે કે, રાજકોટ ખાતે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ૨૦૧૬ થી કરવામાં આવી રહ્યું છે. કોવિડ કાળના ૩ વર્ષ આ કામગીરીને સ્થગિત કરવામાં આવી હતી પરંતુ હાલ સુધીમાં સિવિલ હોસ્પિટલના વિભાગ દ્વારા જરૂરિયાતમંદ ૧૭૫ દર્દીઓને નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં આશરે ૫ થી ૬ લાખના ખર્ચે થતી કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી રાજય સરકાર દ્વારા સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં કાનની પાછળ ફિટ થતા સાઉન્ડ પ્રોસેસરનો ઉપયોગ થાય છે. પ્રોસેસર સાઉન્ડ સિગ્નલો કેપ્ચર કરે છે અને કાનની પાછળની ત્વચા હેઠળ રોપાયેલા રીસીવરને મોકલે છે. રીસીવર ગોકળગાય આકારના આંતરિક કાન (કોક્લીઆ) માં રોપાયેલા ઇલેક્ટ્રોડને સંકેતો મોકલે છે.સિગ્નલો શ્રાવ્ય જ્ઞાનતંતુને ઉત્તેજિત કરે છે, જે પછી સિગ્નલોને મગજ સુધી પહોંચાડે છે. મગજ તે સંકેતોને ધ્વનિ તરીકે અર્થઘટન કરે છે.
આ અંગે વધુમાં જણાવતા ડો. સેજલ કહે છે કે,સર્જરી બાદ પણ ઇમ્પ્લાન્ટ કરાવનાર દર્દીને સ્પીચ થેરાપી લેવાની જરૂરિયાત હોય છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટમાંથી મળેલા સંકેતોનું અર્થઘટન કરવાનું શીખવામાં સમય અને તાલીમની જરૂર રહે છે. રાજય સરકાર દ્વારા સર્જરી સાથે જ સ્પીચ થેરાપીના સેશન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાનના નિષ્ણાંત થેરાપીસ્ટ દ્વારા આપવામાં આવતા ૧૦૦ થી ૧૫૦ સેશનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. તાલીમના ૬ મહિનાની અંદર, કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા મોટાભાગના લોકો વાણી સમજવામાં નોંધપાત્ર લાભ મેળવે છે. ક્યા પ્રકારની બધિરતામાં કોક્લીયર ઇમ્પ્લાન્ટ અસરકારક બને છે?
સામાન્યત: જન્મજાત મૂકબધિર બાળક કે જે માનસિક સ્થિર છે તેને ઇમ્પ્લાન્ટ્થી લાભ મળે છે. આ માટે કાનની સામાન્ય રચના પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. વળી જો બાળકની બધિરતા વિશે જન્મના 3 વર્ષ દરમ્યાનમાં ખ્યાલ આવી જાય તો વહેલી તકે સર્જરી કરી બાળકને નાની ઉંમરથી જ સામાન્ય જીવનમાં ઢાળી શકાય છે. આ ઉંમરના બાળકોમાં ઇમ્પ્લાન્ટ્ અને સ્પીચ થેરાપીનું ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે.
આમ, “વિશ્વ બધિર દિવસ” નિમિત્તે બધિરતા મુક્તિ માટે વિવિધ સર્જરીઓ વિશે જાગૃતતા અને બધિર લોકોને સામાન્ય જનજીવનમાં વધુ સારી રીતે અનુકૂળ થવામાં મદદરૂપ થતી સંસ્થાઓ દ્વારા આ દિવસને ખાસ ઉજવવામાં આવે તે જનહિતમાં છે. Follow us on X ( Twitter )

ઓલપાડમાં હલકી કક્ષાનો લૂઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાંડેડ કંપનીના નામે રિ-પેકિંગ કરી વેચવાનું કારખાનું ઝડપાયું
સુરતના ઓલપાડ તાલુકામાં વિદેશી દારૂના વેચાણમાં બેફામ બનેલા નામચીન બુટલેગરો હવે દારૂના વેચાણમાં મોટી કમાણી કરી લેવા હલકી કક્ષાનો લૂઝ પેકિંગમાં દારૂ લાવી તેનું બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રિ-પેકિંગ કરી બજારમાં ઊંચી કિમતે વેચવાનું ફરી એક નેટવર્ક એલ.સી.બીના હાથે પકડાયું છે. કરમલા ગામે ભાડાના મકાનમાં હલકી ગુણવત્તાનો દારૂ નો મોટો જથ્થો લાવી રિ-પેકિંગ કરવાના સ્થળથી ખાલી તથા ભરેલી બોટલ સાથે દારૂનો જથ્થો, પેકિંગ મશીન સાથેની વિવિધ સામગ્રી મળી કુલ રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઓલપાડ તાલુકાને દારૂના વેચાણ અને કાર્ટિંગમાં બદનામ કરનારા નામચીન બુટલેગરોએ હવે પોલીસથી બચવા દારૂના વેચાણમાં લૂજ દારૂ મંગાવી રિ-પેકિંગ કરી વેચવાનો નવો કીમિયો શોધ્યો છે. ત્યારે અગાઉ અટોદરા ગામની સીમમાં બંધ ફેક્ટરી ખાતે કુલિન વોટરની આડમાં બનાવટી દારૂ રિપેકિંગ કરવાના નેટવર્ક બાદ ઓલપાડ તાલુકાનાં કરમલા ગામની સીમમાં આવેલ આનંદો ગ્રીનવેલી સોસાયતી ખાતે ભાડાનું મકાન રાખી ચિરાગ ફતેસિંગ પઢિયાર અને ધવલ જયંતીભાઈ પટેલ એ સાથે મળી મોટા પાયે હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ લાવી તેમાં અલગ અલગ કેમિકલ મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂની મોંઘીદાટ બ્રાંડેડ કંપનીની ખાલી જૂની બોટલોમાં ભરી મશીન દ્વારા પેકિંગ કરી બનાવટી દારૂનો વેપલો કરી રહ્યા હતા.
ઓલપાડ તાલુકામાં ચાલી રહેલા વિદેશી દારૂનાં કારખાનાની માહિતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને થતા એલસીબીએ છાપો માર્યો હતો.જે ઘરમાં કારખાનું ચાલતું હતું એ ઘર જોઈ એલસીબી પણ ચોંકી ગઈ હતી. એલસીબી પોલીસે દારૂનો જથ્થો સાથે દારૂની બોટલ પર લગાવવાના બુચ તથા ખાલી અને દારૂ ભરેલી બોટલ, એક કાર, મોપેડ સાથે અન્ય સામગ્રી મળી કુલ 8,01,761નો મુદ્દામાલ કબજે કરીને ચિરાગ ફતેસિંગ પઢિયાર તથા ધવલ જયંતીભાઈ પટેલને વોન્ટેડ બતાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળથી જે હલકી ગુણવત્તાના દારૂ સાથે મિશ્રણ કરી બનાવટી દારૂના કામે લેવાતા જુદા-જુદા કેમિકલો આવ્યા હતા. એ કેમિકલની વધુ તપાસ માટે FSL ની મદદ લીધી હતી. ત્યારે હાલ પરિક્ષણ રિપોર્ટ બાદ જ કેમિકલ વિશે સાચી માહિતી મળશે. તેમ જ કેટલા સમયથી દારૂ રિ-પેકિંગ કરવા સાથે કોને-કોને અને કેટલો દારૂ વેચ્યો છે તેની માહિતી બુટલેગરો પકડાયા બાદ જ જાણવા મળશે. Follow us on Facebook

  • TAGS
  • કોક્લીયર ઇમ્પ્લાન્ટ
  • વિશ્વ બધિર દિવસ
  • સ્પીચ થેરાપી

RELATED ARTICLES MORE FROM AUTHOR

7 મહત્ત્વપૂર્ણ ફેરફારો સાથે આવી ગઈ છે 1 સપ્ટેમ્બર

લોકમેળાઓમાં સૌરાષ્ટ્ર- કચ્છ પ્રદેશનું ધબકે છે લોકજીવન…

તુર્કીથી 4000 કિલોમીટર દૂર અમદાવાદની રોપડા પ્રાથમિક શાળાને બેંગિસુ સુસારે શા માટે પસંદ કરી ?

1win Register Bonus