કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

ભારતનો એક્ટિવ કેસોનું ભારણ 60 દિવસ પછી 12 લાખ (11,67,952) થી પણ નીચે આવી ગયો છે, ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 63,463 થયા

ત્રીજા દિવસે 1 લાખ કરતા ઓછા નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાક દરમિયાન 1,51,367 દર્દીઓ સાજા થયા, સતત 28માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

દેશભરમાં અત્યાર સુધીમાં બિમારી થી 2,76,55,493 લોકો સાજા થયા, રિકવરી રેટ સતત વધીને 94.77 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 5.43 ટકા, દૈનિક પોઝિટિવીટી રેટ સતત 17માં દિવસે 10 ટકા થી ઓછો 4.69 ટકાએ પહોંચ્યો.

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.21 કરોડની તપાસ કરવામાં આવી, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24 કરોડ (24,27,26,693) લોકોને રસી આપવામાં આવી.