ગુજરાત માં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ની એન્ટ્રી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત માં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ના બે કેસ નોંધાયાએ છે દેશ માં અંદાજે 48 જેટલા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ના નવા કેસ અત્યાર સુધી માં નોંધાયેલ છે.સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર માં નોંધાયેલ છે. શુક્રવારે મહારાષ્ટ્ર માં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ સંક્રમિત 80 વર્ષીય વૃદ્ધ નું મોત થયેલ હતું જેની માહિતી મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ આપેલી હતી.ગુજરાતમાં 2, આંધ્રપ્રદેશમાં 1, ઓરિસ્સામાં 1, રાજસ્થાન 1, કર્ણાટકમાં 1 અને જમ્મૂ કાશ્મીરમાં 1 કેસ,તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, પંજાબમાં 2 જેટલા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ના કેસ નોંધાયેલ છે.