દિલ્લી માં આશરે 2500 કરોડ રૂ. નું ડ્રગ્સ પકડાયુ – દિલ્લી પોલીસે પકડયુ કરોડો નું ડ્રગ્સ

ગઈકાલે શનિવારે દિલ્લી પોલીસે મોટી સફળતા મેળવી છે મળતી માહિતી મુજબ આશરે 2500 કરોડ રૂ.નું હેરોઇન કબ્જે કરી ચાર આરોપીયો ની ધરપકડ કરી હતી આ કાર્યવાહી દિલ્લી ના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવેલ મળતી માહિતી મુજબ ત્રણ આરોપીયો ની ધરપકડ હરિયાણા તેમજ ચોથા આરોપીને દિલ્લી ખાતે પકડી પાડવામાં આવ્યો હતો.

આજસુધી ની ડ્રગ્સ મામલે પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે અંદાજે 2500 કરોડ રૂ.ના ડ્રગ્સ પકડાયા બાદ દિલ્લી પોલીસ અલગ અલગ એન્ગલ થી તપાસ કરી રહી છે આમાં પાકિસ્તાન ની કોઈ ભૂમિકા હોવાની શક્યતાઓ હોઈ શકે એમ દિલ્લી પોલીસ ને શઁકા છે.દિલ્લી પોલીસે પકડેલા ડ્રગ્સ ને આરોપીયો એ એક રૂમ માં રાખ્યો હતો જે માટે આરોપીઓએ ફરીદાબાદ માં એમ રૂમ ભાડે રાખ્યો હતો. મળેલી બાતમી ના આધારે પોલીસ ની ટીમ દ્વારા રેડ પાડીને હેરોઇન નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

દિલ્લી પોલીસ સ્પેશિયલ સેલ ના સી.પી.નીરજ ઠાકુરે કહ્યું હતું કે આ મામલે દિલ્લી પોલીસ એક મહિના થી ઓપેરેશન પર લાગેલી હતી.જેમાં સફળતા મળી. પકડાયેલ હેરોઇન નું વજન 354 કિલો જેટલું છે તેમજ દરિયાયી માર્ગે કન્ટેનર માં છુપાવીને મુંબઈથી દિલ્લી પહોંચાડવામાં આવતી હતી.હાલ ચારેય આરોપીયો ની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ આગળ ની કાયદેસર ની કાર્યવાહી ચાલુ છે.