પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી.

વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો. ઉના અને ગીરગઢડામાં વીજળી પુર્વવત કરવા રીસ્ટોરેશન માટે અમરેલી, ભુજ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાંથી માલ-સામાન મંગાવવામાં આવ્યો હતો. જેમાં ૧૧ કે.વી. થી લઇને એલ.ટી. લાઇનમાં જોઇતા તમામ સાધાન- સામગ્રીનો સમાવેશ થાય છે.

જેને તાત્કાલીક સમયમર્યાદામાં પહોંચાડવાના કાર્યને પાર પાડવા ઉના પીજીવીસીએલ કચેરીના ૭ સ્ટાફ અને ૪૦ લેબર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.