મુળી તાલુકાનાં ખાખરાળા ગામે કોલસા ખનિજ નું ખનન વહન બંધ કરાવવા કલેકટર ને રજુઆત

23 Nov 2021 : મુળી તાલુકાનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ મળી આવે છે તેનું બેરોકટોક ખનન વહન થાય છે તેમાં કોલસા ની ખાણો ગેરકાયદે મોટાપાયે ધમધમી રહી છે જે બાબતે સામાજિક અગ્રણી મોહનભાઈ ડાભી દ્વારા કલેકટર અને મુળી મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતુ કે મુળી ના ખાખરાળા ગામે ગૌચરની જમીનમાં મોટા પ્રમાણમાં કોલસો મળી આવે છે અને તેનું ખોદકામ છેલ્લા ત્રણ વર્ષથી ધમધમી રહ્યા છે. ત્યારે સરપંચ દ્વારા પણ કલેકટર ને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવેલ નથી ત્યારે ડાભીએ રૂબરૂ મુલાકાત લઈ વિગતો મેળવી ને જણાવ્યું હતું કે આ ખોદકામ સ્થાનિક રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓ ની મિલીભગતથી અને ભાગીદારી થી ખોદકામ ચાલુ છે. હાલ કોલસાની ખાણો ૩૦૦ ચાલુ છે અને ગૌચર જમીન – ખરાબાની જમીન અને માલીકી ની જમીન માં ચાલું છે. આ ખોદકામ જો બંધ કરાવવા માં નહીં આવે તો આવતાં દિવસોમાં હાઈકોર્ટે નાં દરવાજા ખખડાવવા પડશે અને હાઈકોર્ટે દ્વારા બંધ કરાવવા માં આવશે સાત દિવસ સુધી નો સમય સ્થાનિક તંત્ર અને કલેકટર ને આપેલ છે નહીંતર હાઈકોર્ટે માં જવાની ફરજ પડશે, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

( રીપોર્ટ : રામકુભાઈ કરપડા, મુળી )