રાજકોટ શહેરમાં હથિયારબંધી

રાજકોટ તા૩૦ જૂન રાજકોટ શહેરની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ તથા આગામી દિવસોમાં જુદી જુદી ધાર્મિક શોભાયાત્રા તથા તહેવારો તેમજ રેલીઓ ધરણાના કાર્યક્રમો યોજવામાં આવતાં હોઇ રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર  વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ કરી, તા.૧-૭-૨૦૨૧  થી ૩૧/૮/૨૧ના સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતોગાવા કે વાદ્યો વગાડવા પર, સરઘસ સાથે સળગતી મસાલ રાખવા પર, જીગઝેક પ્રકારના ચાઇનીઝ બનાવટના ચપ્પુઓ સાથે રાખવા – વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે.પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

તેમજ

રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઇનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજીક તત્વોની અનિચ્‍છનીય પ્રવૃત્‍તિને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્‍તારમાં ભાડેથી મકાનએકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટના પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે નીચે પ્રમાણે પ્રતિબંધ ફરમાવેલ છે.

કોઇ ઔદ્યોગિક માલિક અગર તો આ માટે આવા એકમ મકાન માલિકે ખાસ સત્‍તા આપેલ વ્‍યક્તિ જયારે એકમ કે મકાન ભાડે આપે ત્‍યારે સંબંધિત પોલિસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગતભાડુઆતઅને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોયતે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્‍ટેશને મોકલી આપવાનું રહેશે. અને સંબંધિત પોલિસ સ્ટેશનના ઓફિસરે રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ હુકમ તા.૧.૭.૨૦૨૧ થી ૩૧/૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે