રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૦,૨૬૦ રસીના ડોઝ અપાયા

રાજકોટ તા. ૨૫ એપ્રિલ – રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. ૧૫ જૂન  સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બિજો ડોઝ મળીને કુલ ૯,૮૦,૨૬૦ ડોઝ સાથે લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

તા. ૧૫ જૂન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ વર્ષથી ઉપરના ૧,૯૯,૩૦૦  લોકોને પ્રથમ તેમજ ૯૭,૦૧૩ લોકોને બીજો ડોઝ મળી કુલ ૨,૯૬,૩૧૩ તેમજ ૧૮ વર્ષથી ઉપરના ૩,૩૬,૭૦૩ ને પ્રથમ જયારે ૧૦,૯૭૫ લોકોને બીજો ડોઝ સહીત કુલ મળી ૩૪૭૬૭૮ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે રાજકોટ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના ૧૮૯૦૭૫ લોકોને પ્રથમ તેમજ ૮૩૮૨૮ લોકોને બીજો ડોઝ મળી કુલ ૨૭૨૯૦૩ લોકોને તેમજ ૧૮ વર્ષથી  ઉપરના ૬૩૩૬૫ લોકોને પ્રથમ જયારે ૧ વ્યક્તિ ને બીજો ડોઝ સાથે કુલ મળી ૬૩,૩૬૬ લોકોને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.