રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ જી.એસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું

જામનગર તા.૦૩ જૂન, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓએ શહેરની જી.એસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શાળા ખાતે ચાલી રહેલ વેક્સિનેશન કેમ્પની મુલાકાત લઈ વેકસીન લેનારા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે હાલ અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરી ગુજરાતને ફરી હરિયાળુ ગુજરાત બનાવવા નિર્ધાર કર્યો છે. આ તકે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર અધ્યક્ષશ્રી હસમુખભાઈ હિંડોચા, વોર્ડ નં.૩ના કોર્પોરેટર સર્વેશ્રી સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા, પન્નાબેન, પ્રમુખ શ્રી કરસનભાઈ ડાંગર, મંત્રી હીરાબેન, સુચેતનાબેન, સહમંત્રી મુક્તાબેન તથા પ્રતિમાબેન, દિનેશભાઈ પટેલ પૂર્વ મેયર, દિલીપ સિંહ જાડેજા, નિતીનભાઈ સોલાણી, નરેન ગઢવી, નગીનભાઈ ખીરસરીયા, સ્વરૂપાબા જાડેજા, હંસાબેન ભંડેરી, ભાવેશભાઈ કાનાણી, આદિત્યભાઈ ત્રિવેદી, વિનય ઠાકર, વિક્રમસિંહ જાડેજા, રાજુભાઈ મારફતિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.