લગ્ન ની ના પડતા યુવતી નો ન્યૂડ વિડીઓ વાયરલ કર્યો

ભોપાલ : કોલર વિસ્તાર માં રહેતી એક યુવતી નો ન્યૂડ વિડીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર વાયરલ થય ગયો. આ બાબતે યુવતી એ પોલીસ ફરિયાદ કરી છે.યુવતી એ જાન્યુઆરી મહિના માં ઓનલાઇન પ્લેટફોર્મ પર ઘરે થી કામ કરી પૈસા કમાવવા એક લાઈવ સ્ટ્રીમિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.જે વેબ હોસ્ટિંગ અને લાઈવ સ્ટ્રીઇન્ગ દ્વારા ઘરે થી કામ કરતી હતી આ દરમ્યાન મિત્રતા થઈ.
પોલીસે જણાવ્યું કે મહિલા ચેટિંગ દરમ્યાન કહેતી હતી કે મારો પતિ દારૂ પીધા બાદ મારી સાથે દુર્વ્યવહાર કરે છે.ત્યારબાદ આરોપી મહિલા ને અશ્લીલ વિડિઓ ,ફોટા મોકલવા લાગ્યા તેમજ સ્ક્રીન રેકોર્ડરની મદદથી આરોપીઓએ મહિલાની વિડીયો ચેટ પણ રેકોર્ડ કરી.મહિલા ના પતિ ને પણ વિડિઓ વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યા.
આરોપીઓએ મહિલા પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ ધમકી આપવાનું પણ શરૂ કર્યું કે અમે તમારો ન્યૂડ વિડીયો સોશિયલ સાઇટ પર શેર કરી દઈશુ. ત્યારબાદ મહિલાએ તેના પતિને આ ઘટનાની જાણકારી આપી હતી. ગત 23 તારીખે મહિલા ને નવ નમ્બર પર સાથે જ મહિલાના પતિ અને તેના ઘણા સંબંધીઓને પણ વિડીયો મોકલ્યા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દીધી છે.