વલસાડ જિલ્લામાં ‘‘ઘનિષ્‍ઠ મિશન ઇન્‍દ્રધનુષ” કાર્યક્રમની ઉજવણી કરાઇ

વલસાડ તા.૧૫: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા માતા મરણ અને બાળ મૃત્‍યુદર ઘટાડવાના હેતુથી રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે ‘‘ઘનિષ્‍ઠ મિશન ઇન્‍દ્રધનુષ” કાર્યક્રમનું વલસાડ જિલ્લામાં આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કામગીરી સમયમર્યાદામાં ક્ષતિરહતિ થાય તે માટે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડનાં અધ્‍યક્ષસ્‍થાને મિશન ઇન્‍દ્રધનુષ, રૂટીન ઇમ્‍યુનાઇઝેશન, કોવિડ-૧૯ રસીકરણ તેમજ સંભવત આગામી કોવિડ-૧૯ની ત્રીજી લહેરમાં કરવાની થતી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્‍યું હતું. જેમાં અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી, આર.સી.એચ.ઓ.શ્રી તથા પી.એચ.એન. હાજર રહયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રસીકરણ કામગીરી માટે કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રી દ્વારા નક્કી થયેલી ગાઈડલાઈન મુજબ રાખવાની થતી તકેદારીઓને લક્ષમાં રાખીને ૧૦૦ ટકા સિધ્‍ધિ મળી રહે તે મુજબ કામગીરી કરવા વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

વલસાડ જિલ્લામાં ઘનિષ્‍ઠ મિશન ઇન્‍દ્રધનુષ માટે આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇ સર્વેમાં રસીથી વંચિત રહેલી સગર્ભા બહેનો તથા બાળકોને તા. ૧૨/૦૭/૨૦૨૧ ના રોજ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ

આયોજનથી શહેરી વિસ્‍તારોમાં સ્‍લમ વિસ્‍તાર, ઝુંપડપટ્ટીઓ, ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર તેમજ કન્‍સ્‍ટ્રકશન સાઈટ તથા ગ્રામ્‍ય દુર્ગમ તેમજ અંતરિયાળ વિસ્‍તારોમાં રહેતા પરપ્રાંતના મજુરોનાં બાળકો તથા સગર્ભા બહેનોને આવરી લઇ બાળ મરણ તથા માતા મરણનું પ્રમાણ ઘટાડવાનાં મુખ્‍ય ઉદ્દેશથી જિલ્લામાં કુલ ૯૩ મિશન ઇન્‍દ્રધનુષની સેશન સાઈટો પર સર્વે દરયિાન મળી આવેલી ૩૭ સગર્ભા માતાઓ તથા ૨૧૫ બાળકોને રસીનો લાભ આપી ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી હતી.

આગામી તા.૧૨મી ઓગસ્‍ટ, ૨૦૨૧નાં રોજ જિલ્લામાં ‘‘ઘનિષ્‍ઠ મિશન ઈન્‍દ્રધનુષ”ના બીજા રાઉન્‍ડની કામગીરી કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.