04 Sep 22 : 10.50 કરોડના બોગસ બિલિંગ પ્રકરણે ખરીદનારાની ચકાસણી અમદાવાદ, મુંબઇ, સુરત સુધી તપાસ લંબાઈ ખરીદનારાઓની સઘન પુછપરછ પરથી વધુ કૌભાંડનો પર્દાફાશ થશે.

10.50 કરોડના બોગસ બિલિંગ પ્રકરણે ખરીદનારાની ચકાસણી અમદાવાદ, મુંબઇ, સુરત સુધી તપાસ લંબાઈ ખરીદનારાઓની સઘન પુછપરછ પરથી વધુ કૌભાંડનો પર્દાફાશ થશે તાજેતરમાં ભાવનગરમાંથી આતાભાઇ રોડ પરની ઉસમાન હાલારીની ઓફિસ અને નવાપરા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી પકડાયેલા 10.50 કરોડના બોગસ બિલિંગમાં જે લોકોએ બિલ લીધા છે (ખરીદનારા)ની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત, મુંબઇ સુધી તપાસના તાર લંબાવવામાં આવ્યા છે, અને વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે. નવાપરા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં મહારાષ્ટ્રમાં રજીસ્ટર કરાવેલી બોગસ પેઢીઓના ડમી ઇન્ટરનેટ કનેકશન વડે ભાવનગરમાંથી જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યા હતા. CGST પ્રીવેન્ટિવ ટીમે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે લોકોએ કૌભાંડકારીઓ પાસેથી બોગસ બિલ લીધેલા છે તેઓની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. CGST ઉપરાંત SGST ના ચોપડે તમામ તંત્ર કસરત કરી રહ્યું છે.

હાલારી જૂથ દ્વારા ફાડવામાં આવેલા બિલ જે લોકોએ લીધેલા છે તેઓની તપાસ શરૂ છે. ફારૂક મન્સૂરીની તાજેતરમાં અટક કરી અને કરવામાં આવેલી પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સીજીએસટીને હાથ લાગી છે.તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓના છેલ્લે મુંબ ના બિયર બારમાં લોકેશન મળ્યા હતા. આમ ખરીદનારાઓની સઘન પુછપરછ પરથી વધુ જૌભાંડનો પર્દાફાશ થશે.

  • અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ માં ઓગસ્ટ મહિનાના અંત માં ત્રણ જહાજે અંતિમ સફર ખેડી અલંગ શિપ રિસાયકલીંગ ઉદ્યોગમાં ચાર વર્ષ બાદ મહામંદીની ઓટ આવી છે. છેલ્લા બે માસથી અલંગમાં ભંગાવા આવતા જહાજોની ગ્રાફ ડબ

04 Sep 22 : અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ માં ઓગસ્ટ મહિનાના અંત માં ત્રણ જહાજે અંતિમ સફર ખેડી.

File Image
File Image

અલંગ શિપ રિસાયકલીંગ ઉદ્યોગમાં 4 વર્ષ બાદ મહામંદીની ઓટ આવી છે. છેલ્લા બે માસથી અલંગમાં ભંગાવા આવતા જહાજોની ગ્રાફ ડબલ ફિગર થી પણ નીચે ઉતરી ગયો છે. જેના કારણે જુલાઈ જેમ જ ઓગસ્ટમાં ત્રણ જહાજ અલંગના પ્લોટમાં રિસાયકલ થવા બીચ થયા છે. અલંગમાં હાલની પરિ સ્થિતિનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં શિપમાલિકો દ્વારા જહાજ વેંચવા પર લગાવવામાં આવેલી બ્રેક, પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેની હરિફાઈ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાનું છે.

જેના કારણે ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ રિસાયકલીંગ ઉદ્યોગ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એપ્રિલ બાદ મે માસમાં શિપની સંખ્યા નોંધપાત્ર રહી હતી. ત્યારબાદ તો જાણે કે અલંગની કઠણાઈ બેઠી હોય તેમ શિપની સંખ્યામાં સતત ઘટાડો થતા પાંચ માસમાં માંડ ૫૪ જહાજ અલંગના દરિયે બીચ થયા છે. હજુ આગામી સમય પણ અલંગ માટે કપરાં ચઢાણ જેવો જ રહેશે તેવી હાલની સ્થિતિ વર્ણન કરી રહી હોય, શિપબ્રેકરો-પ્લોટ માલિકોને ચિંતા સાથે તેજીની રાહ જોઈને બેઠા છે.