ગુજરાત વિધાનસભાના આજે અંતિમ સત્ર દરમિયાન કોંગ્રેસના 11 ધસારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

21 Sep 22 : 14મી વિધાનસભાનું અંતિમ અને બે દિવસનું ટૂંકું સત્ર આજથી શરુ થયું હતું. આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે સવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધારણા કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મોંઘવારી, બેરોજગારી, કર્મચારીઓના વિવિધ પ્રશ્નો, જૂની પેન્સન યોજના તેમજ પૂર્વ સૈનિકની માંગોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં હોવાળો મચાવતા અને વેલમાં ઘુસી જતા સસ્પેન્સ કરવામાં આવ્યા હતા.

આજે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો હતો અને વિવિધ પ્રશ્નોને લઈને નારા લાગવ્યા હતા તેમજ કેટલાક ધારાસભ્યો વેલમાં ઘુસી ગયા હતા જે બાદ કોંગ્રેસના 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ સત્ર છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ‘ન્યાય આપો’ જેવા સુત્રોચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની જગ્યા પર બેસવા માટે અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે વિધાનસભામાં આ રીતે વિરોધ ન કરી શકાય. આ મામલે જીતુ વાઘનીએ પણ પ્રશ્નો કર્યા હતા.

કોંગ્રેસના આ 11 ધારાસભ્યોને કરાયા સસ્પેન્સ

1. જીગ્નેશ મેવાણી 2. કનુભાઈ બારૈયા 3. કાંતિભાઈ ખરાડી 4. નૌશાદ સોલંકી 5. ગેનીબેન ઠાકોર 6. પ્રતાપ દુધાત

7. અમરીશ ડેર 8. પુના ગામીત 9. ચંદનજી ઠાકોર 10. ઇમરાન ખેડાવાલા 11. બાબુ વાજા

આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ કર્મચારીઓની વિવિધ માંગોને વાત કોંગ્રેસે કરી જેની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાસે સમય નથી. મોંઘવારી અને બેકારી જેવા મુદ્દા પર સરકારને ચર્ચા કરવી નથી અને આ મુદ્દે અમે ચર્ચા કરવાની માંગ કરી હતી જેમાં અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • જૂનાગઢમા પુત્રના મિત્ર સાથે અને નૈતિક સંબંધમાં આડ ખીલી બનતી મહિલાનો બંનેએ કાંટો કાઢી નાખ્યો

21 Sep 22 : જૂનાગઢમાં ચકચારી બનેલા હત્યા કેસની વિગત જોઈએ તો તારીખ 10 ના સવારે 7:00 વાગ્યે સુખના ચોકમાં હસીનાબેન ઉંમર વર્ષ 50 નામની મહિલાને નંબર પ્લેટ વગરની કારના ચાલાકે અડફેટે લઈ નાસી ગયો હતો. ત્યારબાદ કલાકો માટે ઇજાગ્રસ્ત રસીલાબેન નું મોતની પત્તા આ અંગે તેમના ભાઈએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રાથમિક તબક્કે કારડપે તે મોત થયા નો ગુનો દાખલ કર્યો હતો પરંતુ એલસીબીએ સીસીટીવી ફૂટેજ ચકાસતા આ કેસ હત્યા હોવાની શંકા જતા કાર ઝલક આદિલ ખાન હનીફ ખાન લોદી પઠાણ 27 ને ઊના થી ઝડપી ધરપકડ કરી હતી પરંતુ આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી આદિલખાને એના આડા સંબંધમાં આડખીલી રૂપ હસીનાબેનની હત્યા કર્યાનો સામે આવ્યું હતું. જેમાં આદિલખાનને તેના જ વિસ્તારમાં રહેતી અમીનાબેન યાસીનભાઈ ઉંમર વર્ષ 52 નામની મહિલાએ આદિલને દીકરા તરીકે માનતી હતી અને અમીનાબેનનો દીકરો અને આદિલખાન બંને મિત્રતા બંને વચ્ચે આંખો મળી જતા અવારનવાર મળતા હતા જેમાં હસીનાબેન આડખીલીરૂપ થતા તેનો કાંટો કાઢ્યો હતો આ ગુનામાં પોલીસે અમીનાબેન ની ધરપકડ કરીને તેને કોર્ટ માં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.