12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન

File Image

02 Nov 22 : અમદાવાદનો 12 વર્ષનો અયાન જરીવાલા કે જેની પાસે કુદરતી આપેલી એવી કળા છે કે તેને દેશ અને વિદેશમાં કળા થકી નામના મેળવી છે. આર્ટ વર્ક કરવામાં માહીર અયાન દિવ્યાંગ છે જે ચાલી નથી શકતો. કેમ કે, અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે. 12 વર્ષનો અયાન પલભરમાં જ સુંદર આર્ટ વર્ક તૈયાર કરી લે છે. અયાનની આ કળા યુનેસ્કોએ જોતા અયાનને એવોર્ડ આપવા માટે આમંત્રણ અપાયું હતું. અયાનના આ ઈલાજ માટે પરિવાર અને સ્નેહીજનો એક ફંડ રેઈઝી એક મોહીમ ચલાવવાનું નક્કી કર્યું. અત્યારે #ILOVEAYAN મોહીમ ચાલી રહી છે. જેને અત્યારે ઘણા લોકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. અયાનની આ બિમારી સામે તેને દોડતોે કરવા માટે 16 કરોડનું ફંડ જોઈએ છે. ઈમ્પેક્ટ ગુરુ થકી ફંડ રેઈઝની આ મોહિમ ચાલી રહી છે.

આ બાળકને નોર્મલ કરવા માટે અત્યારે ફંડ રેઈઝ https://www.impactguru.com/fundraiser/help-ayaan-jariwala(ઈમ્પેક્ટગુરુ) પર આ મોહીમ ચાલે છે. આ ફંડ રેઈઝ મોહીમ અંતર્ગત અત્યાર સુધીમાં 22,78,902 રેઈઝ થયા છે. આ ફંડ રેઈઝમાં કોઈ પણ જોડાઈને અયાનને બેઠો કરવામાં આર્થિક મદદ કરી શકે છે. અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે. આ તકલીફ સામે સારવાર કરવા માટે ફંડ એકત્રિત કરવા માટે અયાનનો આ પ્રથમ પ્રયાસ છે. અયાને આ પરિસ્થિતિ વચ્ચે પણ ક્યારે હિંમત હારવાનું વિચાર્યું નથી. અનેક મુસિબતો વચ્ચે પણ ઉભા રહેલો અયાન આજે અનેક લોકો માટે પ્રેરણા બન્યો છે.

અયાન જન્મથી સામાન્ય બાળકની જેમ તંદુરસ્ત હતો અને દરેક એક્ટિવિટી કરીને સમય પસાર કરતો હતો. સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન રનિંગની સ્પર્ધામાં તેણે ભાગ લીધો પરંતુ એ સમયે દોડી ન શકવાના લીધે પરીવારે ફિઝિયોથેરાપિસ્ટને બતાવ્યું પરંતુ ચિંતાજનક તારણોના કારણે પરીવારે નિષ્ણાંત ડૉક્ટરનો સહારો લીધો. જ્યાં જેનેટિક રિપોર્ટ કરાવતા ખ્યાલ આવ્યો કે, અયાનને જન્મથી થતી ડયુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની તકલીફ છે. શરીરના સ્નાયુઓ યોગ્ય રીતે કામ ન કરવાને લીધે આ બીમારી થતી હોય છે. તે છતાં પણ અયાને જીવનમાં હતાશાનો સામનો કર્યા વિના પોતાનામાં રહેલી સ્કીલને બહાર લાવવાનું વિચાર્યું અને આજે તે સારા એવો ચિત્રો, આર્ટ બનાવી શકે છે. અયાન જે તકલીફનો સામનો કરી રહ્યો છે તેની સારવાર કરવા માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. અયાન અને તેના પરીવારને એક જ આશા છે કે, અયાન અન્ય બાળકની જેમ નોર્મલ થઈ જાય. અત્યારે અયાનની એકલતાની હૂંફ તેની આર્ટ અને માતા પિતા બને છે. અયાન અત્યારે સ્કૂલમાં ભણી રહ્યો છે. તેની સાથે સાથે તેણે તેના આ શોખને પણ જીવંત રાખ્યો છે. અનેક બાળકો માટે પ્રેરણા એવા અયાનને નોર્મલ કરવાને લઈને માતા પિતા પણ આ મોહીમને લઈને ખૂબ મહેનત કરી રહ્યા છે.

અયાન અત્યારે વ્હીલ ચેર પર બેસીને આર્ટ બનાવે છે. તેનામાં આર્ટ બનાવવાની એટલી અદભૂત સ્કિલ છે કે, તેને વિવિધ પ્રકારના આર્ટ બનાવીને મ્યુઝિમમાં લોકો સમક્ષ શોકેસ પણ કર્યા છે. સ્કૂલમાં તેણે આર્ટવર્ક શીખવાની શરૂઆત કરી હતી અને અયાનની ઉમદા આર્ટને જોતાં તેનું એક્ઝિબિશનનું આયોજન પણ અવાર નવાર થતું રહે છે. અયાન કોઈ શિક્ષક કે આર્ટક્લાસમાં પાસેથી આર્ટવર્ક કરવાનું શીખ્યો નથી. તેને આ ગોડ ગિફ્ટ મળેલી છે. જો કે તેના કલા શિક્ષક તેમના માર્ગદર્શક છે જે તેને દરેક પગલે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે.તદુપરાંત રિવરસાઇડ સ્કૂલ જ્યાં તે અભ્યાસ કરવા જાય છે તે તેને જે સૌથી વધુ ગમતું હોય તે કરવામાં મદદ કરવા માટે તેને સંપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને સ્કૂલ તરફથી તેના અભ્યાસની પણ કાળજી લેવામાં આવે છે.

ઈમ્પેક્ટ ગુરુ પર અયાયનનું અત્યારે આઈ લવ અયાન કેમ્પેઈન ચાલી રહ્યું છે તેમાં સારો રીસ્પોન્સ મળી રહ્યો છે પરંતુ અયાનની આ બિમારીના ઈલાજ માટે હજુ પણ વધુ ફંડ રેઈઝની તાતી જરૂરીયાત છે. આ નાના ભૂલકા માટે ફંડ મળી રહે તેને લઈને અથાગ પ્રયત્નો અયાનના પરીવાર તરફથી કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here