મહેસાણા – ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું, જમણવાર અલગ રાખતા બેનરો સાથે વિરોધ

16 May 23 : જાતિવાદી માનસિકતાનો મહેસાણાના ભટારીયામાં 120 દલિત પરિવારે અનોખી રીતે વિરોધ કરતા હોબાળો મચ્યો છે. ગામમાં યોજાઈ રહેલા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું અને જમણવાર અલગ રાખવાના નિર્ણયને કારણે ગામના દલિત પરિવારોએ બેનર લગાવી જાતિવાદી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો છે. દલિત પરિવારોના આ વિરોધને કારણે સમગ્ર મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ નિવેદન નોંધ્યા હતા. જોટાણા તાલુકાના ભટારીયા ગામના નવનિર્મિત મંદિરમાં છેલ્લા બે દિવસ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે પરંતુ આ મહોત્સવ ગામના દલિત પરિવારો એ ગ્રામ પંચાયત આગળ દર્શાવેલ બેનરને કારણે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામના લોકોનો જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક માત્ર દલિત પરિવાર ના લોકોને અલગ જગ્યાએ જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કારણે સમગ્ર ગામના દલિત પરિવારે એકઠા થઇ જાતિવાદનો વિરોધ કરતા બેનરો સાથે પ્રદર્શન કર્યું.

મહિલા સરપંચ પણ ખુલીને વિરોધમાં આવી ગયા. મહત્વપૂર્ણ છે કે, આ ગામમાં સરપંચ પદની જગ્યા અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે. આ કારણે ગામમાં સરપંચ પદે દલિત સમાજના મહિલા ચૂંટાયેલા છે. આમ છતાં ગામમાં દલિત સમાજ સાથે આ પ્રકારે ભેદભાવ થતા મહિલા સરપંચ પણ ખુલીને વિરોધમાં આવી ગયા છે.તો દલિત સમાજના અન્ય લોકોનો આક્ષેપ છે કે ગામમાં મંદિરમાં દલિત સમાજના લોકોને પ્રવેશ નથી કરવા દેવાતો. તો વાળંદ પણ દલિત સમાજના લોકોના હેર કટ નથી કરતા. તો સામે પક્ષે પાટીદાર અગ્રણીએ આ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સરપંચ અને દલિત સમાજના સભ્યોએ કહી આ વાત. વિરોધ મામલે કિંજલ વાઘેલાએ કહ્યું હતું કે, મંદિરમાં પ્રતિષ્ઠા હોવાથી જમણવાર અલગ રખાયો છે. મંજિરમાં દર્શન કરવાની પણ મનાઈ છે. વિદ્યાબેન પરમારે કહ્યું કે, પ્રાણપ્રતિષ્ઠામાં જમણવાર અલગ રાખવા માટે કહ્યું અને આમંત્રણ આપ્યું જેથી અમે ના પાડી દીધી. સરપંચ એ પ્રથમ નાગરીક ગામમાં હોય છે. જેથી સરપંચ તરીકે મારો અને સમાજનો બહિષ્કાર કરી અલગ જમણવાર કરે તે યોગ્ય ના સમજતા અમે ના પાડી દીધી હતી.

શું કહે છે ગામના અગ્રણી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કમિટીના સભ્ય નટુભાઈ પટેલે જણાવ્યું કે, મહોત્સવ પાટીદાર સમાજ દ્વારા ઊજવાયો હતો. ગામનો કોઈ પ્રસંગ નથી. જેથી કોઈ સમાજનો બહિષ્કાર કર્યો હોય એ વાત તદન ખોટી છે. પાટીદાર સમાજે પ્રસંગ કર્યો હોઇ યજ્ઞ માટે પાટલાની ઉછામણી કરાઇ હતી અને યજ્ઞના યજમાનોને પોતાની રીતે જમણવારમાં આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈ સમાજનો અલગ જમણવાર રાખ્યો નથી અને ગામમાં કોઈ સમાજ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી.અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક જે.પી. સોલંકીએ જણાવ્યું કે, દલિત અને પાટીદાર બંને સમાજ સાથે અમે મિટિંગ કરી હતી. જેમાં પાટીદાર સમાજ સાથે બેસીને જમવાની તૈયારી બતાવી હતી અને દલિત સમાજ પોતાના આગેવાનોને વાત કરી નિર્ણય કરશે તેવું જણાવ્યું હતું. ગામનું વાતાવરણ જળવાઈ રહે તે માટે બંને સમાજના આગેવાનોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. મંગળવારે પણ બંને સમાજના આગેવાનોને મળી ગામમાં સારું વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરીશું.

વધુમાં વાંચો… સુરત – ઓલપાડના સીથાણામાં લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ

આમતો પ્રસંગ હતો મિત્રના લગ્નનો અને મિત્રના લગ્નનું આમંત્રણ મળતા મિત્રો આવ્યા હતા, લગ્નમાં અને લગ્નમાં ચાલી રહેલા ડીજેમાં મિત્રો પણ નાચી રહ્યા હતા અને ઝૂમી રહ્યા હતા એ દરમ્યાન ભૂલથી ડી.જે માં નાચી રહેલા ગામના યુવાનને પગ વાગી જતા બબાલ થઇ હતી. બબાલ ઉગ્ર બનતા ગામના બે યુવાનોએ લગ્નમાં આવેલા યુવાન પર ચપ્પુથી હુમલો કરી મોત ને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. જોકે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરાર થયેલા બંને હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા જુઓ અમારો વિશેષ અહેવાલ

મિત્રના લગ્નમાં ડી.જેના તાલ પર ઝૂમી રહ્યા હતા યુવાનો. નાચતા-નાચતા લાગ્યો પગ અને થઇ મોટી બબાલ. બોલાચાલી ઉગ્ર બની અને ખેલાઈ ગયો ખૂની ખેલ. લગ્નમાં આવેલા યુવાન ની હત્યા કરી બે યુવાન થયા ફરાર. ઓલપાડ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા. ઓલપાડ પોલીસે આ બે ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આ બે યુવાનો કોઈ રીઢા હત્યારા કે શુટર નથી પરંતુ છતાં તેમના પર હત્યાનો આરોપ લાગ્યો છે. વાત જાણે એમ છે કે, ઓલપાડ તાલુકાના સીથાણા ગામના નવા હળપતિ વાસમાં રહેતા રુષભ ઉર્ફ સાગર નામના યુવાન ના લગ્નનો પ્રસંગ હતી અમે સાગરના આમંત્રણથી તેના મિત્રો ૧૩ તારીખે સુરતથી લગ્નમાં આવ્યા હતા. લગ્નની તૈયારી ચાલી રહી હતી અને ડી.જે ના તાલ પર નાચી રહ્યા હતા. જેમાં મૃતક કલ્પેશ કંચન રાઠોડ પણ મિત્રો સાથે નાચી રહ્યો હતો એ દરમ્યાન કલ્પેશનો પગ આરોપી અજય રાઠોડને લાગી જતા અજય સાથે કલ્પેશને બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપી ગણેશ રાઠોડે ચપ્પુ વડે કલ્પેશ પર હુમલો કરી દેતા કલ્પેશનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. જો કે, પોલીસે બંને આરોપી અજય રાઠોડ અને ગણેશ રાઠોડને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. ઓલપાડની આ ઘટના જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. સામાન્ય બાબતે ઝગડો થયો અને ગુસ્સાની આગમાં એકે જીવ ગુમાવ્યો અને બીજા બેએ જેલમાં જવાનો વારો આવ્યો. કહેવાય છે ને ગુસ્સાની આગમાં ક્યારેય કોઈનું ભલું થયું નથી .ગુસ્સો ક્ષણિક હોય છે પણ પસ્તાવો જિંદગી ભર રહે છે ત્યારે ઓલપાડની આ ઘટના સબક છે સાવધાન રહો અને સંયમી રહો અને ક્યારેય ઉશકેરાટમાં ખોટું પગલું ના ભરો નહીં તો પસ્તાવું પડશે.

વધુમાં વાંચો… સંયુક્ત કમિશ્નર વિભાગીય વિશ્લેષ સમિતિ કચેરી કુબેર ભવન ની ધીમીગતી થી ચાલતી ST ના દાખલા ના વેરિફિકેશન કામગીરીથી નિમણૂક થયેલ ઉમેદવારો માં નાખુશ .
M.p.h.w. નોકરી માટે ફાઇલ ચેક થઈ ગયેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે તા.03/05/2023 ના રોજ નિમણૂક હુકમ મળી ગયેલ ઉમેદવારો ST ના દાખલા ના વિરીફિકે શન ના કારણે નોકરી પર ફરજ બજાવી શકતા નથી. તે માટે 30 જેટલા M.p.h.w. ના ઉમેદવારો તેમના વેરીફીકેશન માટે ઝડપી કામગીરી કરવા માટે લેખિત રજુઆત કરી. જેમાં તેમના જણાવ્યા મુજબ જાણવા મળેલ કે વિશ્લેષ સમિતિ કચેરીમાં કોઈ કાયમી કર્મચારી ની નિમણૂક કરેલ નથી .હાલમાં કોઇ કર્મચારી ને ચાર્જ આપેલ છે .તેપણ અમુક રજા પર જવાથી વેરિફિકેશન ની કામગીરી ધીમી થાય છે.જેથી કોઈ કાયમી કર્મચારી નિમણુંક ઝડપી થાય તો વેરિફિકેશન ની કામગીરી પણ ઝડપી થઈ શકે .ઉપરાંત જાણવા મળેલ કે પશુધન નિરીક્ષણ ની ભરતી માં નિમણુંક થયેલ ઉમેદવારો ના પણ આવી જ હાલાકી અને પરિસ્થિતિ નો સામનો કરવો પડેલ છે.

જેના લીધે નિમણૂક થયેલ ઉમેદવારો જિલ્લા પસંદગી પણ થઈ ગયેલ ઉમેદવારો ને નિમણુંક પત્ર આપીને પણ નોકરી થી વંચિત રહેવું પડતું હોવા થી ભારે નિરાશા જોવા મળેલ છે. પણ હાજર રહેલા કર્મચારી દ્વારા19 તારીખ સુધી માં વેરિફિકેશન ની કામગીરી પુણ કરી દેવા જણાવેલ છે.હાલ ઉમેદવારો થોડી ખુશી જોવા મળેલ.હવે જોવા નું રહ્યું કે આપેલ તારીખ સુધીમાં વેરિફિકેશન ની કામગીરી પુણ કરી શક છે ? ( અહેવાલ : સુરેશભાઈ પારગી – સંતરામપુર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here