
04 Jan 23 : દેશમાં ગત વર્ષે ડિસેમ્બર દરમિયાન UPI મારફતે ચૂકવણીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. UPI મારફતે કુલ લેણદેણ રૂ.12.82 લાખ કરોડ સાથે સર્વોચ્ચ સ્તરે રહી હતી. વર્ષ 2016માં ડિજીટલ પેમેન્ટ માટે લોન્ચ થયેલી સેવા UPI મારફતે ડિસેમ્બર મહિના દરમિયાન 782 કરોડના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અનુસાર દેશમાં સ૨કા૨ના કેશલેસ ઇકોનોમીને વેગ આપવાના પ્રયાસો હવે સાર્થક જણાઇ રહ્યાં છે અને UPI મારફતે ડિજીટલ ક્રાંતિ જોવા મળી રહી છે.
ડિસેમ્બર, 2022 દરમિયાન $12.82 ટ્રિલિયનના કુલ $7.82 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2022 દરમિયાન પણ યુપીઆઇ મારફતે લેણદેણનો આંક રૂ.12 લાખ કરોડના સિમાચિહ્નને પાર થયો હતો. નવેમ્બર દરમિયાન પણ આ ટ્રેન્ડ યથાવત્ રહેતા કુલ રૂ.11.90 લાખ કરોડની વેલ્યુએશનના 730.9 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. વર્ષ 2016થી કેશલેસ ટ્રાન્ઝેકશન્સનું એક ઓછા ખર્ચાળ માધ્યમ તરીકે મોમેન્ટમ વધી રહ્યું છે. અત્યારે દેશની 381 બેન્ક UPI મારફતે ચૂકવણીની સેવા પૂરી પાડે છે. સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ જણાવ્યું હતું કે ગત વર્ષે કે વોલ્યુમ તેમજ વેલ્યુ બંને દૃષ્ટિએ UPI મારફતે લેણદેણમાં વૃદ્ધિ જોવા મળી છે. UPI યૂઝર્સને સરળતાપૂર્વક એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની તેમજ અનેકવિધ લેણદેણની સુવિધા પૂરી પાડે છે. તદુપરાંત યૂઝર્સ માટે યુપીઆઇ વધુ સલામત, સુરક્ષિત અને સરળ પણ છે.
વધુમાં વાંચો.. સેન્સેક્સ ઓપનિંગ બેલ: ફેડના નિર્ણય પર બજારની નજર, સેન્સેક્સ-નિફ્ટીમાં કારોબારની શરૂઆત સપાટ થઈ
બુધવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 61294 પર ખુલ્યો હતો અને નિફ્ટી 18230 પોઈન્ટ પર ખુલ્યો હતો. ફેડના નિર્ણય પહેલા બજાર શરૂઆતના વેપારમાં દબાણ હેઠળ છે. સેન્સેક્સ 75 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. દરોબાણ છતાં ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને SBI, હિન્દુસ્તાન યુનિલિવર જેવા શેમાં મજબૂતી છે. બીજી તરફ ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ જેવા શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 82.84 ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારના રોજ બજારના પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં, Dmartના શેરમાં 2%નો ઘટાડો થયો હતો જ્યારે IndusInd ના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
બજારની નજર ફેડરલ રિઝર્વના નિર્ણય પર ટકેલી છે. અગાઉ વૈશ્વિક બજારમાં ડાઉ જોન્સે 11 પોઈન્ટની મામૂલી નબળાઈ દર્શાવી હતી. S&P 500 માં 0.40 ટકા અને Nasdaq, ટેક કંપનીઓ આધારિત ઇન્ડેક્સમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન બજારે ફેડરલ રિઝર્વ દ્વારા જારી કરવામાં આવેલી મિનિટ્સ પર નજર રાખી હતી. તે પહેલા રોકાણકારો મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. 2022 માં યુએસ માર્કેટનું પ્રદર્શન 2008 પછી સૌથી નબળું હતું. તેનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો છે. ડૉલર ઇન્ડેક્સ 104.36 પર છે. ક્રૂડના ભાવમાં 4 ટકાનો ઘટાડો થયો અને બેરલ દીઠ $82 ની નીચે આવી ગયો.