બૉલ આઉટના 15 વર્ષ, જ્યારે ધોનીની એક ટેકનિકથી હારી ગયુ હતુ પાકિસ્તાન

14 Sep 22 : ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થવાનો છે અને આ વચ્ચે જૂની યાદો તાજા થઇ રહી છે. 14 સપ્ટેમ્બરની તારીખ ભારતીય ફેન્સ માટે સ્પેશ્યલ છે, આ તારીખે 2007માં ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. તે મેચ ઘણી સ્પેશ્યલ હતી, કારણ કે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને બૉલ આઉટ મેચમાં હરાવ્યું હતું.

2007માં પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ રમાયો હતો અને ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. (સ્કૉટલેન્ડ વિરૂદ્ધ મેચ વરસાદને કારણે રમાઇ નહતી) મહેન્દ્રસિંહ ધોની પ્રથમ વખત ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો હતો, એવામાં સામે પાકિસ્તાન હતુ તો આ જંગ આસાન નહતી.

ભારત-પાકિસ્તાનની મેચ ટાઇ થઇ ગઇ અને તે ટૂર્નામેન્ટમાં બૉલ આઉટનો નિયમ પ્રથમ વખત જોડવામાં આવ્યો હતો, તે મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 141 રનનો સ્કોર બનાવ્યો હતો, જવાબમાં પાકિસ્તાનનો સ્કોર પર 141 રન રહ્યો હતો.

મેચ ટાઇ થયા બાદ બૉલ આઉટ શરૂ કરવામાં આવ્યુ. જેમાં ટીમ ઇન્ડિયાએ 3-0થી જીત મેળવી હતી. ભારત તરફથી હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ અને રોબિન ઉથપ્પાએ બૉલ ફેક્યો હતો. ત્રણેય સીધી સ્ટમ્પમાં હિટ કરી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી શાહિદ આફ્રિદી, ઉમર ગુલ અને યાસિર અરાફાતે બોલ ફેક્યો હતો પરંતુ કોઇ પણ બૉલ સ્ટમ્પ પર હિટ કર્યો નહતો.

MS ધોનીની ટેકનિક કામ આવી હતી

અહી એક ખાસ વાત એ પણ હતી કે જ્યારે ભારતીય બૉલર્સ બોલ ફેકી રહ્યા હતા ત્યારે એમએસ ધોની સ્ટમ્પની બિલકુલ સીધામાં હતો અને થોડો પાછળ હતો. બોલર્સનું ધ્યાન પુરી રીતે સ્ટમ્પ પર રહે, જેનો ફાયદો પણ મળ્યો અને ત્રણેય અટેમ્પ્ટ સાચા પડ્યા હતા.

ધોનીએ બૉલ આઉટને લઇને જણાવ્યુ કે અમે મેચ પહેલા તેની પ્રેક્ટિસ કરી હતી અને અમે આ રેગ્યુલર કરતા હતા પરંતુ નિયમ આ હતો કે જે પણ પ્રેક્ટિસમાં સૌથી સચોટ પરિણામ આપશે, બૉલ આઉટમાં તેને જ તક મળશે. તેની માટે તમારા પ્રાઇમ બૉલર હોવુ જરૂરી નથી, આ કારણે વિરેન્દ્ર સહેવાગ, રોબિન ઉથપ્પાને બૉલ આઉટમાં તક મળી હતી.