શાહરૂખ ખાનની ‘જવાન’ના રિલીઝ પહેલા જ 175 કરોડની ડીલ થઈ

શાહરૂખ ખાનની ‘જવાન’ની રિલીઝને હવે માત્ર 16 દિવસ બાકી છે. સપ્ટેમ્બરની શરૂઆત થતાં જ 7મીએ બોક્સ ઓફિસ પર નવી સ્ક્રિપ્ટ લખવાની તૈયારી છે. ‘કિંગ ખાન’ના ફેન્સ ની અધીરાઈ વધી રહી છે. હવે કાઉન્ટડાઉન શરૂ થવાનું છે. ‘પઠાણ’ની બમ્પર સફળતા બાદ સિનેમાઘરોને વિશ્વાસ છે કે શાહરૂખની ફિલ્મ પહેલા દિવસથી જ નવો રેકોર્ડ બનાવશે. આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મે ખાસ કરીને ફિલ્મના વીડિયો ટીઝરને મળેલા પ્રતિસાદ પછી દરેકને દિવાના બનાવી દીધા છે. હવે અહેવાલ છે કે એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેની રિલીઝ પહેલા જ 175 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે.
‘જવાન’માં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ કેમિયો કરી રહી છે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે એટલીએ તેના ફેવરિટ સુપરસ્ટાર થપલપતિ વિજયને પણ ફિલ્મમાં કેમિયો રોલ માટે કાસ્ટ કર્યો છે. ‘પઠાણ’એ ઓપનિંગ ડે પર 57 કરોડ રૂપિયાનું રેકોર્ડ કલેક્શન કર્યું હતું. તેમાંથી 55 કરોડ રૂપિયાની કમાણી માત્ર હિન્દી વર્ઝનથી જ થઈ હતી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ 150 કરોડ રૂપિયામાં વેચાયા હોવાની ચર્ચા છે. અહેવાલ મુજબ, ડૉ. જયંતિલાલ ગડાની ‘પેન મરુધર’ એ ફિલ્મને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં રિલીઝ કરવાના થિયેટ્રિકલ રાઇટ્સ ખરીદ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પેન મરુધરે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ‘જવાન’ની રિલીઝ માટેના રાઇટ્સ ખરીદ્યા છે અને આ માટે 150 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા છે. કંપનીને વિશ્વાસ છે કે શાહરૂખ ખાનની ‘જવાન’ સિનેમાઘરોમાં રેકોર્ડ ઓપનિંગ કરશે. આવી સ્થિતિમાં આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવી શકે છે.
આ સિવાય ‘પ્રકાશ ફિલ્મ્સ’એ બિહારમાં ફિલ્મની રિલીઝના રાઇટ્સ લીધા છે. આ માટે 5-6 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે ‘રાજશ્રી ફિલ્મ્સ’એ ઓડિશામાં ફિલ્મની રિલીઝ માટે ઓછામાં ઓછી 4.5 કરોડ રૂપિયાની ગેરંટી આપી છે. શાહરૂખ ખાનની ફિલ્મને ‘પઠાણ’ કરતાં વધુ બમ્પર ઓપનિંગ મળવાની શક્યતા છે, તેનું કારણ એ છે કે દક્ષિણમાં ફિલ્મના દિગ્દર્શક એટલાથી લઈને વિજય સેતુપતિ અને નયનતારા સુધીનો જબરદસ્ત ક્રેઝ છે. ‘પઠાણ’એ દેશભરમાં 540.51 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. તેમાંથી માત્ર હિન્દીએ 521. 95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમિલનાડુમાં ‘શ્રી ગોકુલમ’ એ ફિલ્મની થિયેટરમાં રિલીઝ માટે મેકર્સ સાથે રૂ. 15 કરોડમાં સોદો કર્યો છે, જ્યારે કેરળ માટે આ રાઇટ્સ 7 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે.

જર્મન ફેડરલ ડિજીટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વિસિંગ UPI પેમેન્ટની સરળતા નો અનુભવ કર્યો, બેંગલુરુમાં શાકભાજી ખરીદવા માટે Paytm નો ઉપયોગ કર્યો. Watch

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here