વરસાદ ના કારણે મુંબઈ માં મોટી દુર્ઘટના 15 લોકોના મુત્યુ

મુંબઈ ના ચેમ્બુર માં આજે એટલે કે રવિવારે સવારે વરસાદ ના કારણે ચેમ્બુર માં ભુસખ્લન ને લીધે મોટી દુર્ઘટના બની હતી જેમાં મળતી વિગતો મુજબ 15 લોકોના મુત્યુ થયેલ છે તેમજ અનેક લકો દટાયા હોવાની આંશકાઓ સેવાઈ રહી છે. મળતી વિગતો મુજબ 5 જેટલા મકાન ધરાશાયી થયેલ છે અને 16 જેટલા લોકોને બચાવી લેવાયા છે. સ્થાનિક પ્રશાસન અને બચાવદળ દ્વારા રાહત બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.બીજી તરફ વિક્રોલી માં પણ આવી જ ઘટના બની છે.

મુંબઈ માં હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.બોરીવલી,કાંદિવલી,ચેમ્બુર જેવા વિસ્તારો વધુ પ્રભાવિત છે. મુશળધાર વરસાદ ના પગલે સમગ્ર મુંબઈ પાણી પાણી થઈ ગયું છે.
ચેંબુર અને વિક્રોલી માં બનેલી દુર્ઘટના અંગે વડાપ્રધાન શ્રી મોદી એ શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્ત જલ્દી સજા થાય તેવી પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનશ્રી એ જીવ ગુમાવનાર મૃતક ના પરિવારજનો ને પ્રધાનમંત્રી રિલીફ ફન્ડ માંથી 2 લાખ રૂ. તથા ઇજાગ્રસ્તો માટે 50,000 રૂ.ની સહાય રાશિ ની જાહેરાત કરી હતી.