27 Aug 22 : શિવ કહો કે કહો શ્રી યશોદાનંદન, આઝાદીનો રંગ કાનુડાને સંગ..’ને થીમ બતાવીને જન્માષ્ટમી મહોત્સવની કરાઈ ઉજવણી

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત-જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ૩૫ વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમોની એક સુત્ર-થીમ આધારીત ઉજવણી કરવા માટે સ્પર્ધા યોજવામાં આવી હતી.

જેમાં જી.ટી. શેઠ વિદ્યાલયમાં ધો.૫માં અભ્યાસ કરતા શિવમ પ્રવિણભાઈ ચૌહાણનો પ્રથમ નંબર આવતા વિજેતા જાહેર કરીને સ્વામિનારા યણ સંસ્થાનાં પૂ.અપૂર્વમુનિ સ્વામી,જન્માષ્ટમી મહોત્સવ સમિતિનાં ધર્માધ્યક્ષ અને આપાગીગાનાં ઓટલાનાં મહંત શ્રી નરેન્દ્રબાપુ, રાષ્ટ્રીય કામધેનું આયોગનાં ચેરમેન વલ્લભભાઈ કથીરિયા,રાજકોટનાં પૂર્વ મેયર જનકભાઈ કોટક,વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રણી હરેશભાઈ ચૌહાણ વગેરે મહાનુભાવોનાં હસ્તે શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ શિવમનાં માતા હંસાબેન ચૌહાણને પણ યશોદા મૈયા ગણાવીને સરાહના કરી હતી.

પ્રથમ નંબરે વિજેતા બનેલા શિવમ ચૌહાણનાં સુત્ર ‘શિવ કહો કે કહો શ્રી યશોદાનંદન, આઝાદીનો રંગ કાનુડાને સંગ..’ સુત્રને થીમ બતાવી ને ચાલુ વર્ષે જન્માષ્ટમી મહોત્સવમાં રથયાત્રા સહિતનાં તમામ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.

  • યુનિવર્સિટી રોડ પરની જલભવન કચેરીમાં પાણીના વેડફાટ મુદ્દે સામાજિક રાજકીય કાર્યકરો નું હલ્લા-બોલ
27 Aug 22 : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં કાલાવડ મેઇન રોડ પરના અવધ નો ઢાળ ઉતરતા, ડેકોરા પાસે છેલ્લા 1.5 વર્ષ થી 3 જગ્યા એ પાણીની નર્મદાની પાઇપલાઇન તૂટી ગઈ હોવાને પગલે 1.5 વર્ષથી 24 કલાક પાણીનો વેડફાટ થતો હતો  મરામત કરવા માં રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે ચલક ચલાણુ અને ખો ની નીતિ અપનાવવા માં આવતી હતી જે પગલે આ તૂટેલી લાઈનો ની તાત્કાલિક મરામત લાંબા સમયથી કરવામાં આવતી નહોતી,સ્થાનિક રહેવાસી સામાજિક કાર્યકર દીપકભાઈ સનુરાએ તારીખ 21/8/2022 ના ફરિયાદ નંબર 22233721 થી રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પરંતુ તે ફરિયાદ છ દિવસ સુધી નિકાલ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલા ને ફરિયાદ કરવા માં આવતા ગઈકાલે ગુજરાત પાણી પુ. બોર્ડના કુંભકર્ણોને જગાડવા લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ યુનિ. રોડ પરની ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જલભવન કચેરી ખાતે હલ્લાબોલ મચાવી બોર્ડના  નાયબ કાર્યપાલક ઇજનેર ને ઉગ્ર રજૂઆતો અને ઘેરાવ કરાતા અને આગામી સોમવારથી જલ ભવન કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી આપતા અંતે દોઢ વર્ષથી ભર ઊંઘમાં રહેલા અને ફરિયાદ કરવા છતાં છ દિવસ થી કાર્યવાહી ન કરનાર પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરની શાન ઠેકાણે આવી ગઈ હતી અને તાત્કા લિક સ્થળ ઉપર જઇ સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને દોઢ વર્ષથી જે જગ્યાએ લાઈન લીકેજ હતી તે તમામ સ્થળે મરામત કરી દેવામાં આવી છે.
માનનીયશ્રી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મેયરો કમિશનરો પાણી બચાવો અંગેની વારંવાર સલાહો આપતા રહ્યા છે અને પાણીની એક એક બુંદ બચાવવાની અપીલ નો ઉલાળીયો કરી રાજકોટ મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારીને પગલે લાંબા સમયથી પાણીનો બેફામ વેડફાટ અને ફરિયાદ કરવા છતાં ફરિયાદનો નિકાલ ન કરનાર ને પગલે કરોડો લીટર પાણી વેડફાયુ છે જે પગલે પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર ની બેદરકારી ફલિત થાય છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઇ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર અરુણકુમાર મહેશ બાબુ, પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને પાણી વેડફાટમાં દોષીતો સામે દંડનીય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જલભવન કચેરી ખાતે ના રજૂઆતોમાં રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મનપા ના વોર્ડ નં 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી,એડવોકેટ ઇન્દુભા રાઓલ,સરલાબેન પાટડીયા,સિનિયર સિટીઝન્સ પ્રવીણભાઈ લાખાણી (જાગો ગ્રાહક જાગો),પૂર્વ ફૌજી નટુભા ઝાલા,નિર્મળસિંહ જાડેજા,સુધીર પટેલ,બ્રિજરાજસિંહ ઝાલા,ધર્મરાજ મોરીયા, પ્રફુલાબેન ચૌહાણ, પારુલબેન સિદ્ધપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.