
21 Oct 22 : સરદારનગર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કુબેરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ પરના બે પોલીસકર્મીઓએ દારૂની હેરાફેરીના કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપતા યુવક પાસેથી રૂ. 2.60 લાખ પડાવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે યુવકના ભાઈએ ડીસીપીને રજૂઆત કરી હતી જેથી આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરમતીના રજની વૈષ્ણવ 25 વર્ષથી શાકભાજી સપ્લાયનો વ્યવસાય કરે છે. તેણે ધંધા માટે રીક્ષા ખરીદી હતી. જૂની થઈ જતા આ રીક્ષા એક વેપારીને વેચી દીધી હતી. 29મી સપ્ટેમ્બરના રોજ કુબેરનગર પોલીસ ચોકીના બે કર્મચારીઓ રજનીભાઈના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે તમારી રિક્ષામાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તમે પોલીસ ચોકીમાં નહીં આવે તમને અહીંથી ઉઠાઈને લઈ જવામાં આવશે તેવી ધમકી આપી હતી.
જ્યાં પોલીસ કર્મચારી ગૌતમ અને પ્રજ્ઞેશે રિક્ષામાંથી દારૂ પકડીને તું દારૂનો ધંધો કરે છે તેમ કહી કેસ કરવાની ધમકી આપીને રૂ.2.60 લાખ ધમકાવીને પડાવ્યા હતા. આટલું કરીને પણ પેટ ના ભરાતા બે પોલીસકર્મીઓ આરટીઓમાં તમારા નામે રીક્ષા બોલે છે એમ કહી ધમકાવતા હતા અને વધુ પૈસા પડાવવાની ફિરાકમાં હતા. અંતે ઝોન 4 ડીસીપી સમક્ષ રજૂઆત કરી હતી. બાદમાં પોલીસે ગૌતમ અને પ્રગ્નેશ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આઈટી કંપની : ઓફિસમાં બોલાવાયા બાદ આઈટી કંપનીઓમાં રાજીનામાનો ફફડાટ, મૂનલાઈટીંગના કારણે વધા રહી છે સમસ્યાઓ
21 Oct 22 : જે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની પ્રથા નાબૂદ કરી છે તેના કર્મચારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહી છે. Aon દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ઓગસ્ટમાં એવી કંપનીઓમાં કર્મચારીઓની છટણીનો દર 29 % હતો જેણે વર્ક ફ્રોમ હોમની પ્રથા દૂર કરી હતી. વર્ક ફ્રોમ હોમ ચલાવતી અથવા હાઇબ્રિડ વર્ક મોડલ ચલાવતી કંપનીઓમાં, કર્મચારીના નોકરી છોડવાનો દર માત્ર 19% હતો.
સર્વેમાં 700થી વધુ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર, ઓગસ્ટમાં કર્મચારીઓને સંપૂર્ણ રીતે ઘરેથી કામ કરવાની મંજૂરી આપનાર કંપનીઓમાંથી માત્ર 9% જ આવી હતી. જાન્યુઆરીમાં આ સંખ્યા 38 %થી વધુ હતી. હવે કંપનીઓ હાઇબ્રિડ મોડલને દૂર કરી રહી છે અને કર્મચારીઓ રાજીનામું આપી રહ્યા છે.
ઘણી કંપનીઓમાં 3 દિવસ સુધી ઓફિસમાં આવવું પડે છે
મૂનલાઇટિંગ એટલે કે એક સાથે બે જગ્યાએ કામ કરવાની સતત વધી રહેલી પ્રથાને કારણે આઇટી કંપનીઓને ઘણી મુશ્કેલી પડી હતી. આ કારણોસર, વિપ્રો સહિત અન્ય કંપની ઓએ કર્મચારીઓ માટે સપ્તાહમાં ત્રણ દિવસ ઓફિસ આવવાનો નિયમ નક્કી કર્યો છે. આ ઉપરાંત સેંકડો કર્મચારીઓને પણ કાઢી મુકવામાં આવ્યા હતા. કેટલીક કંપનીઓ તેને રોટેશનના આધારે કરી રહી છે.
આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે ઉદ્યોગ તૈયાર : FICCI
ભારતીય ઉદ્યોગો દેશના આર્થિક વિકાસની ગતિને ટેકો આપવા અને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અભિયાનનો એક ભાગ બનવા માટે તૈયાર છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (FICCI)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુભ્રકાંત પાંડાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં એક તેજસ્વી સ્થાન તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ભારતીય અર્થવ્યવસ્થા 5,000 બિલિયન ડોલરના જીડીપી લક્ષ્યાંકને સરળતાથી વટાવી જશે અને પછી 10,000 બિલિયન ડોલર થઈ જશે.