સુરત – ઈફ્કો કંપનીના નીમ કોટેડ યુરિયા ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરતા ૨ શખ્સો ઝડપાયા

01 Oct 22 : સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુટવાડા ગામે કણબીવાડ ફળિયા માંથી સરકારની સબસિડી વાળા રાસાયણિક ખાતર યુરિયાનો ઔદ્યોગિક વપરાશ કરતા ૨ શખ્સોને કુલ ૨૪ બેગના જથ્થા સાથે ખેતીવાડી અધિકારીઓએ સ્થળ તપાસ દરમિયાન ઝડપી પાડ્યા હતા. સાથો સાથ તેઓની પાસેથી ઈમ્પોર્ટેડ બાય ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, પેક્ડ અને માર્કેટેડ બાય ઈન્ડિ યન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો. ઓપ. લિમિટેડ – નવી દિલ્હીના માર્કા વાળી ઓગસ્ટ – ૨૦૨૨ના લોટ નં. ૨૧ની કુલ ૮ થેલીઓ તેમજ કોઈ પણ લખાણ વગરની કુલ ૧૮ થેલીઓ પેકિંગમાં મળી આવી હતી.

આ કેસની પ્રાથમિક તપાસમાં આ બે આરોપીઓ (૧) ભરતભાઈ ઉર્ફે વિક્કીભાઈ પુખરાજભાઈ ચંદેલ ( ઉ. વ. ૩૪, રહે.વલવાડા ગામતળ ફળીયુ, તા.મહુવા ) અને (૨) રાજુભાઈ પરસોત્તમભાઈ પરમાર ( ઉ. વ. ૩૨, રહે.બુટવાડા હરિજનવાસ, તા. મહુવા ) દ્વારા નીમ કોટેડ યુરિયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક વપરાશ થઈ રહ્યો હોવાનું જણાતા ખાતર નિયંત્રણ હુકમ – ૧૯૮૫ની જોગવાઈઓના ભંગ બદલ સજા પાત્ર ગુનો કર્યો હોવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં વાંચો…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ટીવી 9 ગુજરાતી દ્વારા ‘The Rise And Rise Of India, Bharat @75’ કોન્કલેવ આયોજિત થયો

01 Oct 22 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતના અગ્રણી મીડિયા ગ્રૂપ ટીવી9 દ્વારા ‘The Rise and Rising of india, bharat @75 કોન્લેવમાં સંબોધન કરતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, સબળ નેતૃત્વ એવા નરેન્દ્ર ભાઈ મોદીની આગેવાનીમાં ભારત દેશ બદલાયો છે. માત્ર ભારતીયો જ નહીં વિશ્વના અગણીત લોકોનો તેમના પરનો વિશ્વાસ પણ મજબૂત થયો છે. આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે પ્રધાનમંત્રી ના હસ્તે દેશમાં 5જી સેવાનું લોન્ચિંગ થયું છે.


આ સમારોહમાં 46 ઉદ્યોગ સાહસિકોની સફળતાની ગાથાને સમાવતી કોફી ટેબલ બુક મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. તદુપરાંત આ ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રી ના વરદ્ હસ્તે એવોર્ડ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, 20 વર્ષમાં ગુજરાતના નાગરિકોએ ‘વિશ્વાસથી વિકાસ’ને સાકાર થતા જોયો છે. આઝાદીના અમૃતકાળમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલા પાંચ સંકલ્પોમાંથી એક ‘વિકસિત ભારત’નો સંકલ્પ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ થકી સાકાર થતો આપણે સહુ જોઈ રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યું હતું.

આજના કોન્કલેવમાં શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, રીયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા બદલ 46 ઉદ્યોગ સાહસિકો, તેમના પરિવારજનો તથા ટીવી9 ગુજરાતીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here