કિંગ ચાર્લ્સ III નો ભવ્ય રાજ્યાભિષેક, વિશ્વભરના 2,000 મહેમાનો બન્યા આ પ્રસંગના સાક્ષી

File Image
File Image

06 May 23 : કિંગ ચાર્લ્સ ત્રીજાનો શનિવારે ઐતિહાસિક રાજ્યાભિષેક થયો છે. તેઓ તેમની પત્ની અને રાણી કેમિલા સાથે વેસ્ટમિન્સ્ટર એબી પહોંચ્યા. યુનાઇટેડ કિંગડમના રાજાને અહીં એક ધાર્મિક સમારોહમાં તાજ પહેરાવવામાં આવ્યો. આ પરંપરા લગભગ એક હજાર વર્ષ જૂની છે. કિંગ ચાર્લ્સ III (74 વર્ષ)ની પત્ની કેમિલા પણ આ સમારોહમાં ‘ક્વીન કોન્સોર્ટ’ માંથી સત્તાવાર રીતે ‘ક્વીન’ બની ગઈ. રાજ્યાભિષેક માટે ભારત અને વિદેશમાંથી 2 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ તેમના પત્ની ડો. સુદેશ ધનખર સાથે લંડન પહોંચ્યા હતા. અહીં બકિંગહામ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓ લંડનમાં યોજાનાર રાજ્યાભિષેક સમારોહ પહેલા રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળ્યા. ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પરથી આ મીટિંગની માહિતી શેર કરવામાં આવી છે.

સમારોહમાં ભવ્ય પરંપરાનું પાલન કરવામાં આવ્યું. 1066માં વિલિયમ ધ કોન્કરર ત્યારથી વેસ્ટમિન્સ્ટર એબી દરેક બ્રિટિશ રાજ્યાભિષેકનું સ્થળ છે અને રાજા ચાર્લ્સ III, તેમની પત્ની રાણી કેમિલાએ આ ભવ્ય પરંપરાને આગળ ધપાવી. રાજ્યાભિષેકની પૂર્વસંધ્યાએ, બકિંગહામ પેલેસે રાજાશાહીના સત્તાવાર એકાઉન્ટમાંથી એક ટ્વીટ કર્યું,જેમાં પ્રથમ વખત રાણી કેમિલા નો ઉલ્લેખ કરવામાં આવ્યો. રાજ્યાભિષેક થિયેટરમાં ફૂલોની ભવ્યતા અને તૈયારીઓના ફૂટેજ શેર કરતાં પોસ્ટમાં લખ્યું છે- વેસ્ટમિંસ્ટર એબી રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેક માટે તૈયાર. જણાવી દઈએ કે ચાર્લ્સ અને કેમિલાના લગ્ન 2005માં થયા હતા. સૌથી મહત્ત્વપૂર્ણ સિંહાસન,700 વર્ષ જૂની શાહી ખુરશી.બ્રિટનના રાજા ચાર્લ્સ III શનિવારે અહીં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તેમના ઐતિહાસિક રાજ્યાભિષેક દરમિયાન શાહી સિંહાસન પર આસન ગ્રહણ કર્યું. 86 વર્ષ પહેલા, તેમના દાદા જ્યોર્જ-VI રાજ્યાભિષેક સમયે આ સિંહાસન પર બેઠા હતા. શાહી પરંપરા અનુસાર, રાજ્યાભિષેક સમયે ઘણા સ્ટેપ્સ હોય છે અને આ દરમિયાન વિવિધ પરંપરાગત સિંહાસનનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યાભિષેક દરમિયાન, રાજા ચાર્લ્સ અને તેમની પત્ની રાણી કેમિલા ‘સેન્ટ એડવર્ડ્સ ચેર’, ‘ચેર ઑફ સ્ટેટ’ અને ‘થ્રોન ચેર’ પર અલગ-અલગ સમયે બેઠા. રાજાએ કયો મુગટ પહેર્યો. આ 17મી સદી નો સેન્ટ એડવર્ડનો તાજ છે, જે ઘન સોનાથી બનેલો છે. લગભગ અઢી કિલો વજનનો આ તાજ સામાન્ય પ્રસંગોએ પહેરવામાં આવતો નથી, પરંતુ માત્ર રાજ્યાભિષેક વખતે પહેરવા માં આવે છે, જે પ્રતીકાત્મક છે. આ પછી તેને સાચવીને રાખવામાં આવે છે. એડિનબર્ગ, કાર્ડિફ અને બેલફાસ્ટ સહિત સમગ્ર યુકેમાં 13 સ્થળોએ બંદૂકની સલામી આપવામાં આવી. રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકના ભાગરૂપે રોયલ નેવીના જહાજો તૈનાત કરવામાં આવ્યા. ઋષિ સુનકે મહત્ત્વની ભૂમિકા ભજવી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, બ્રિટિશ પીએમ ઋષિ સુનકે રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમારોહમાં ‘બાઈબલિકલ બુક ઓફ કોલોસિયન’ એટલે કે બાઈબલના કેટલાક ભાગો વાંચ્યા. સુનક બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન છે અને હિંદુ ધર્મમાં માને છે. બાઇબલ વાંચીને,તેમણે ખ્રિસ્તી વિધિ,બહુ-વિશ્વાસના વિશ્વાસને આગળ વધાર્યો. રાજા અને રાણી પવિત્ર ભોજ ગ્રહણ કર્યું. રાજા કેન્ટરબરીના આર્કબિશપ ની સામે બ્રેડ અને વાઇનની ભેટો સ્વીકાર કરી છે. પવિત્ર ભોજ, અથવા પવિત્ર રોટલી અને વાઇન લેવા, ખ્રિસ્તી ધર્મ માટે પૂજાનો અભિન્ન ભાગ માનવામાં આવે છે.

વધુમાં વાંચો… વાડજ મેટ્રો સ્ટેશનના ખરવા લાગ્યા પોપડા, વર્ષમાં મેટ્રો સ્ટેશનની કામગિરીની ખુલી પોલ
અમદાવાદમાં મેટ્રો સ્ટેશન ચાલું થયાને માંડ 1 વર્ષથી ઓછો સમયગાળો થયો છે તેવામાં વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડ્યા છે. જેના કારણે કામગિરીની પોલ ખુલી ગઈ હતી. આ સમગ્ર મામલામાં સવાલ એ છે કે એક વર્ષમાં તેનું સમારકામ કરવાની જરૂર કેમ પડી. અમદાવાદમાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારને જોડતા જુદા-જુદા રુટ પર સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનની છતની કામગિરીની આ સ્થિતિ જોવા મળી હતી. વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વારની ઉપરની છતના એક ભાગમાં આ પ્રકારે પોપડા ઉખડેલા જોવા મળ્યા હતા. ટેરેસ પર રિપેરિંગના કામને કારણે ભાગને નુકસાન થયું હતું અને ફરીથી કામ કરવામાં આવ્યું હતું તે પ્રકારની માહિતી પણ સામે આવી હતી. અમદાવાદમાં એક તરફ અત્યારે હાટકેશ્વર બ્રિજને લઈને અનેક ખામીઓ સામે આવી છે ત્યારે આ પ્રકારે પોપડા પડવાની ઘટના મેટ્રોમાં બની હતી. શહેરમાં તાજેતરમાં બનેલા મેટ્રો સ્ટેશનની કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અત્યારે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મેટ્રોની મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. મેટ્રોમાં રુટીન દિવસો કરતા વેકેશનમાં વધુ મુસાફરો મળવાની શક્યતા છે.

વધુમાં વાંચો… ખાલિસ્તાન કમાન્ડો ચીફ પરમજીત પંજવારની લાહોરમાં ગોળી મારીને હત્યા
ખાલિસ્તાન કમાન્ડો ચીફ પરમજીત પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહની શનિવારે લાહોરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ ચીફ પરમજીત સિંહ પંજવાર ની શનિવારે સવારે પાકિસ્તાનના લાહોરના જૌહર ટાઉનમાં બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. સવારે લગભગ 6 વાગ્યે, મોટરસાઇકલ પર બે અજાણ્યા માણસો જોહર નગરમાં સનફ્લાવર સોસાયટીમાં તેના ઘરની નજીક આવ્યા અને એ સમયે પરમજીત પંજવાર સાથે બંદૂકધારી પણ હતા. પરંતુ હુમલાખોરોના હુમલામાં બંદૂકધારી ઘાયલ થઈ ગયો અને પરમજીતનું મોત થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજવાર લાહોરમાં જ રહ્યો, પરંતુ તેની પત્ની અને બાળકો જર્મની ચાલ્યા ગયા. ભારતીય પંજાબમાં ડ્રોન દ્વારા ડ્રગ અને શસ્ત્રોની દાણચોરીમાં સંડોવાયેલા પરમજીતનો જન્મ તરનતારન નજીકના પંજવાર ગામમાં થયો હતો. તેમના પિતરાઈ ભાઈ લાભ સિંહ દ્વારા કટ્ટરપંથી બન્યા બાદ તેઓ 1986માં KCF માં જોડાઈ ગયો. અગાઉ તે સોહલમાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં કામ કરતો હતો. ભારતીય સુરક્ષા દળોના હાથે લાભ સિંહના ખાત્મા પછી 1990ના દાયકામાં પંજવારે KCFની કમાન સંભાળી અને પાકિસ્તાન ચાલ્યો ગયો. પાકિસ્તાન દ્વારા આશ્રય આપવામાં આવેલ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચના, પંજવારે સીમા પાર શસ્ત્રોની દાણચોરી અને હેરોઈન ની દાણચોરી દ્વારા ભંડોળ એકત્ર કરીને KCFને જીવંત રાખ્યું હતું. પાકિસ્તાન સરકાર દ્વારા ઇનકાર છતાં પંજવાર લાહોરમાં જ રહ્યો. જ્યારે તેની પત્ની અને બાળકો જર્મની ચાલ્યા હતા.

વધુમાં વાંચો… ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧.૪૭ કરોડથી વધુ, રાજકોટમાં ૭.૧૯ લાખ લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પ્રદાન કરતી “૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ” સેવા

રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે અસરગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭ થી થયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ૨૦૦૭ થી એપ્રિલ – ૨૦૨૩ સુધીમાં રાજ્યભરમાંથી લગભગ ૧ કરોડ ૪૭ લાખ ૫૪ હજાર ૫૨૦ થી પણ વધુ કેસીઝ(પોલીસ, ફાયર,મેડીકલ જેવા ઈમરજન્સી કેસ)માં તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી છે. આજે ટેકનોલોજીનાં માધ્યમથી રાજ્યભરમાં આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત અગ્રેસર છે ત્યારે રાજયભરમાં કાર્યરત ૮૦૦ એમ્બ્યુલન્સ વાહનોએ રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની સરેરાશ ૧૬ મિનિટમાં જ ઉપલબ્ધ બની અત્યંત કટોકટીની પળોમાં ૧૩,૬૫,૯૫૦ લાખથી વધુ લોકોને સારવાર આપી છે. દરિયામાં બીમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૦૨ બોટ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવી છે. સમગ્ર રાજયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જુદી જુદી મેડીકલ ઈમરજન્સી જેવી કે પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં એપ્રિલ માસમાં ૨૮,૮૫૪ સહીત અત્યાર સુધીમાં ૪૯,૯૪,૯૮૮ થી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત એપ્રિલ માસમાં ૧૩,૨૦૨ સહીત અત્યાર સુધીમાં ૧૮,૨૩,૯૧૭ થી વધુ ઈમરજન્સી કેસ, કાર્ડિયાક સંબંધિત એપ્રિલ માસમાં ૫,૧૬૮ સહીત ૬,૮૨,૭૫૯ ઈમરજન્સી કેસ, શ્વસન સંબંધિત એપ્રિલ માસમાં ૬૭૬૮ સહીત ૭,૭૪,૬૩૭ થી વધુ ઈમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવાયા છે. ગુજરાત રાજ્યમાં એપ્રિલ માસમાં ૬૯૨ સહીત અત્યાર સુધીમાં ૧,૨૮,૪૭૬ અને રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૫૬ સહીત અત્યાર સુધીમાં ૬૭૩૫ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે. જે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લાની વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટમાં જુદી જુદી મેડીકલ ઈમર જન્સી જેવી કે પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં એપ્રિલ માસમાં ૧,૧૨૬ સહીત અત્યાર સુધીમાં ૧,૯૭,૩૯૫ થી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત એપ્રિલ માસમાં ૬૪૭ સહીત અત્યાર સુધીમાં ૧,૦૬,૦૬૪ થી વધુ ઈમરજન્સી કેસ, કાર્ડિયાક સંબંધિત એપ્રિલ માસમાં ૩૬૪ સહીત ૪૭,૧૯૦ ઈમરજન્સી કેસ, શ્વસન સંબંધિત એપ્રિલ માસમાં ૩૫૬ સહીત ૩૭,૪૯૩ થી વધુ ઈમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપીને નવજીવન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં એપ્રિલ માસમાં ૭૮૪ સહીત અત્યાર સુધીમાં ૧,૨૯,૨૬૦ અને રાજકોટ જિલ્લામાં એપ્રિલ માં ૪૮ સહીત અત્યાર સુધીમાં ૬૭૮૩ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં કરાવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન્સએ મહિલાઓની એમ્બ્યુલન્સ વાન માં સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પ્રસ્થાપિત કર્યો છે. ટેકનોલોજીનાં આ યુગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ડિજિટલ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવા ૧૦૮ ઈમરજન્સી સેવાનું પણ ડિજિટાઈઝેશન કરી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરિકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ સીટીઝન” નામની મોબાઈલ એપ્લીકેશનનું નવું વર્ઝન આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનાં હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા માટે નવી ૧૯૮ એમ્બ્યુ લન્સ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૫૫ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ આજે માત્ર દર્દીઓને હોસ્પિટલે લઈ જવા પૂરતી જ મર્યાદિત રહી નથી. લાઈફ સેવિંગ અદ્યતન સાધનોથી સુસજ્જ ૧૦૮ ખરા અર્થમાં મીની હોસ્પિટલ બની ચુકી છે. જેમાં ઈમરજન્સી સારવાર માટેની દવાઓથી માંડીને ઈમરજન્સી લાઈફ સેવિંગ મેડિસિન, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ,અલગ અલગ ચાર પ્રકારના સ્ટ્રેચર, એક્સિડન્ટ કિટ, ઓક્સિજન કિટ, હાર્ટએટેકના દર્દી માટે ઇ.સી.જી. મશીન, વેન્ટિલેટર, નાનાં બાળકો માટે હેન્ડ પંપ, ઈમરજન્સી ફ્રેક્ચર કિટ સહિત નાની મોટી થઈને ૨૭૪ જેટલી ઈમરજન્સી સારવારની સુવિધાઓ નો સમાવેશ થાય છે. અદ્યતન હોસ્પિટલમાં જે રીતે નવીનતમ સાધનોની મદદથી દર્દીનો જીવ બચાવવામાં આવે છે તેવી જ રીતે તમામ સુવિધા ધરાવતી ૧૦૮ની મદદથી ગોલ્ડન અવરમાં રસ્તામાં જ પ્રાથમિક સારવાર મળી જતાં દર્દીનાં જીવનું જોખમ મહદ્ અંશે ટળી જતાં બચવાની શક્યતાઓ વધી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here