રાજકોટમાં ATSના દરોડામાં 31 કિલો ડ્રગ્સ ઝડપાયું, 241 કરોડનું કિંમતનું હેરોઈન

12 May 23 : રાજકોટમાં એટીએસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરીને 241 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. રાજકોટ અને જામનગર હાઈવે પર પડધરી ગામ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાતમાં સરહદ પર છાસવારે ડ્રગ્સ પેડલરો પકડાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં શહેરી વિસ્તારોમાં પણ ડ્રગ્સનો પેસારો કરાવતા પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કાર્યવાહી કરતા રાજકોટમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એટીએસ દ્વારા કાર્યવાહી કરતા અંદાજે 31 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. એટીએસ દ્વારા અગાઉ સરહદી વિસ્તારોમાં અનેક મોટા ઓપરેશન ડ્રગ્સ મામલે પાર પાડવામાં આવ્યા છે ત્યારે રાજ્યમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એટીએસ દ્વારા આ કાર્યવાહી કરાઈ પરંતુ ક્રાઈમ બ્રાન્ચ કે સ્થાનિક પોલીસને આ મામલે કોઈ જાણ સુદ્ધા કેવી રીતે ના થઈ. જો કે, એટીએસ દ્વારા સક્રીયતા સાથે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય જામનગર રોડ પરથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 31 કિલોના જથ્થાની અંદાજે 214 કરોડ કિંત થાય છે.

વધુમાં વાંચો… મોરબીના નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવા કોંગ્રેસનો લલકાર, ધારાસભ્ય-કલેકટરનેઉપસ્થિત રહેવા આમંત્રણ
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલું નવું બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે નવું બનીને તૈયાર થઇ ચુક્યું છે પરંતુ લોકાપર્ણ કરવામાં આવ્યું નથી જેથી મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવાની જાહેરાત કરવામાં આવી છે શનિવારે બસસ્ટેન્ડ ખુલ્લું મુકવામાં આવશે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જીલ્લા કલેકટર, એસપી અને ધારાસભ્યને પણ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લાની પ્રજા માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવા બસ સ્ટેન્ડને કરોડોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જે બનીને તૈયાર થઇ ચુક્યું છે પરંતુ પ્રજાની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી જે મામલે કોંગ્રેસ પક્ષે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ સરકાર પાસે સમયનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે જેથીજીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રજાની સુવિધા માટે બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરી તા. ૧૩ ને શનિવારે સવારે ૧૧ કલાકે ખુલ્લું મુકશે. જે કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, જીલ્લા એસપી અને ધારાસભ્યને વિશેષ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પ્રજાની સુવિધા માટે બસ સ્ટેશનને ખુલ્લું મુકવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં વાંચો… સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 3 સંતાનના પિતા ખુરશી પર બેઠા હતા, અચાનક છાતીમાં દુ:ખાવો થયો અને ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા
સુરતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના મામલા સતત વધી રહ્યા છે, જે એક ચિંતાની બાબત છે. ગઈકાલે સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આજે એટલે કે ગુરુવારે પણ એક 45 વર્ષીય યુવકનું છાતીમાં દુ:ખાવો થતાં ઘરમાં જ ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં 45 વર્ષીય ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ પરિવાર સાથે રહેતા હતા. તેઓ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ સંતાન છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ડકુઆ રંકનિધિને કોઈ પણ ગંભીર બીમારી નહોતી. ગુરુવાર સવારે તેઓ ખુરશી પર બેઠા હતા. દરમિયાન અચાનક તેમને છાતીમાં દુઃખાવો થયો હતો. થોડી જ વારમાં તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત થતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પોલીસે હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા. જણાવી દઈએ કે, બુધવારે પણ સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. 27 વર્ષના વિકાસ લાખલાલ અને 46 વર્ષની નેના રાઠોડનું હૃદય અચાનક ધબકતું બંધ થતા બંનેનું મૃત્યુ થયું છે. જ્યારે, છેલ્લા થોડા દિવસોમાં જ પાંચથી વધુ લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે. પોસ્ટમોર્ટમમાં પણ પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની જ આશંકા દર્શાવવામાં આવી છે.

વધુમાં વાંચો… વડોદરામાં MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને નોકરી વાંચ્છુકો સાથે 1.67 કરોડની છેતરપિંડી
વડોદરાની MS યુનિવર્સિટી કોઈ ન કોઈ બાબતે સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે વધુ એકવાર એમએસ યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં નોકરી આપવાના બહાને નોકરી વાંચ્છુકો પાસેથી રૂ.1.67 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા અહેવાલ મુજબ, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને એક ભેજાબાજે નોકરી વાંચ્છુકો પાસેથી કુલ 1.67 કરોડની છેતરપિંડી કરી છે. ઇસમોએ MS યુનિ.ના નામે લેટર પેડ પર ખોટા જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપી ઠગાઈ કરી છે. આ મામલે ભોગ બનેલી અમદાવાદની કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં શૈલેષ સોલંકી, રાહુલ પટેલ, મનીષ કટારાના નામ સામેલ છે. ફરિયાદમાં આરોપ છે કે, શૈલેષ સોલંકી, રાહુલ કુમાર પટેલ અને મનીષ કટારાએ નોકરી અપાવવાના બહાને ફરિયાદી મહિલા પાસેથી રૂ.11 લાખ પડાવ્યા છે. આ મામલે હવે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ આ મામલે યુનિ.ના સત્તાધીશોએ હજી સુધી કોઈ કાર્યવાહી ના કરતા અનેક સવાલ ઊભા થયા છે.

વધુમાં વાંચો… મોરબીમાં શનિવાર અને રવિવારે બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીના શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું તા.૧૩ અને ૧૪ મેના રોજ આયોજન કરવામાં આવેલ છે.

શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે તારીખ ૧૩ અને૧૪ એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં શનિવારે સાંજે ૪ થી ૭ કલાક સુધી તેમજ રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ મેતાજી-૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે પોતાનું નામ નોંધાવવાનું રહેશે. તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે. મોરબીના શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું તા.૧૩ અને ૧૪ મેના રોજ આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં વાંચો… વડોદરા – સિંધરોડ ચેકડેમ ખાતે 5 મિત્રો પિકનિક માવવા પહોંચ્યા, નહાવા ગયેલા બે મિત્રોનું ડૂબી જતા કરૂણ મોત
ખેડા જિલ્લાના ખંભાલી ગામના 5 મિત્ર ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવાથી વડોદરા નજીક મહી નદી પર આવેલા સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા ગયા હતા. દરમિયાન એક સગીર અને એક યુવક નદીમાં નાહવા ગયા હતા. પરંતુ ડેમની પાછળના ભાગે ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંનેનું કરૂણ મોત નીપજ્યું છે. આ મામલે જાણ થતા સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, શાળામાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવાથી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના 5 મિત્ર 19 વર્ષીય સાગર રોહિત, 17 વર્ષીય સોહન રોહિત, 11 વર્ષીય અક્ષત રોહિત, 19 વર્ષીય વિશાલ પરમાર અને કેતન ગુરુવારે બપોરે 12 વાગ્યાની આસપાસ વડોદરા નજીક આવેલા સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા માટે ગયા હતા. દરમિયાન નદી કિનારે પોતાની પિકનિક બેગ મૂકીને કેતન, વિશાલ અને અક્ષત નાસ્તો કરવા માટે ગયા હતા. જ્યારે સાગર અને સોહન ચેકડેમની પાછળના ભાગે નહાવા ગયા હતા. જો કે, પાણીમાં ઊંડે જતા બંને ડૂબી ગયા હતા, જેથી બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ મામલે જ્યારે અન્ય મિત્રોને ખબર પડી તો તેમણે સ્થાનિક લોકોને જાણ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યા હતા. પોલીસે મૃતદેહો કબજે કરી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ સોહન અને સાગરના પરિવારમાં શોકનો માહોલ છે. ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.

વધુમાં વાંચો… અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ડીમોલેશન બાબતે રજૂઆત પત્ર આપ્યું
અમરેલી શહેરમાં નગરપાલિકાની હદમાં જુદા જુદા સ્થળે અને રોડ ઉપર કાંઠાની સાઈડમાં ગેરકાયદેસર અનેક જગ્યાએ દબાણો કરી બાંધકામ કરેલ છે હાલમાં તે સ્થળોના નામ લોકોમાં ચર્ચાઇ રહ્યા છે તે આ મુજબ છે. માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર પોલીસ લાઈન વાળી અંદાજે 47 જેવી દુકાનો, લાઇબ્રેરીની સામે ની દુકાનો., રામજી મંદિર પાસેની દુકાનો, રેલવે સ્ટેશન પાસે ની દુકાનો, જેસીંગ પરામાં શિવાજી ચોક પાસેની દુકાનો, વગેરે જેવી અન્ય જગ્યાઓ. તેમજ અમરેલી નગરપાલિકા આ દુકાનોનું ભાડું ઉઘરાવતી નથી તેથી કરીને વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે, તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અને રોડના કાંઠે આવેલ બિન કાયદેસર દુકાનો થી જનતાને ટ્રાફિક સમસ્યા થાય છે અને સરકારને તેની કંઈ પણ આવક નથી. જેથી કરીને તાત્કાલિક તપાસ કરીને તમામ દબાણોને દૂર કરવા અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

જ્યાં જ્યાં સ્થળે ગેરકાયદેસર દુકાનો છે તે કયા કારણોસર વર્ષોથી ઉભી છે અને કોના આદેશ અને હુકમથી ઉભી છે તે વિગત અમને જણાવવા અને અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા વધવાનું કારણ એ પણ છે જ્યાં જ્યાં કોમ્પલેક્ષ અને હોસ્પિટલોના બિલ્ડીંગો બન્યા છે ત્યાં ત્યાં પાર્કિંગની કોઈપણ જાતની વ્યવસ્થા હોય તેવું લાગતું નથી. જેથી રોડ ઉપર પાર્કિંગ થતું હોવાને લીધે જે તે વિસ્તારમાં તે રોડ બ્લોક થવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. જેવા વિવિધ મુદ્દાઓ સાથે નગરપાલિકા, કલેકટર કચેરી, પ્રાંત કચેરી રજૂઆત પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેથી અમરેલીની સુંદરતા અને સ્વસ્થતા જળવાઈ રહે અને લોકોને ન્યાય મળી રહે અને ખાસ કરીને અમરેલી નગરપાલિકાના ચીફઓફિસર દ્વારા એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવેલ છે કે દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત પતરાના શેડ(છાપરા), કેબિન, બોર્ડ, લારી, ઓટલા જેવા કાચા તથા પાકા દબાણો વિશે દર્શાવેલ છે પણ જે ગેરકાયદેસર બાંધકામ છે તે બાબત વિશે કંઈ પણ ઉલ્લેખ કરેલ નથી. જેથી કરીને આપ ને ફરી એક વખત વિનંતી છે કે અમરેલી શહેરની સુંદરતા સ્વચ્છતા અને ન્યાય માટે આપ તમામ બાબતનું સર્વે કરાવીને ઘટતું કરીને જરૂર જણાય ત્યાં ડેમોલેશન અને કાર્યવાહી કરીને અમરેલીની સુંદરતા અને સ્વચ્છતા વધે અમરેલી શહેરના લોકોને ન્યાય મળશે અને સુખાકારી જીવન મળશે. તે માટે અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત પત્ર આપવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો… ગાંધીનગર : દારૂની હેરફેર, વેચાણ કરતા ઇસમો સામે એલસીબી-2ની લાલ આંખ, બે અલગ-અલગ ઘટનામાં 3ની ધરપકડ, કુલ રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરમાં એલસીબી-2ની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. રાયસણ-પીડીપીયુ રોડ પરના વૃંદાવન એપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટમાંથી વિદેશી દારૂની 66 બોટલ તેમ જ શેરથા માં એક રિક્ષામાંથી વિદેશી દારૂ અને બિયરનો 180 નંગ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલસીબી-2ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રાયસણનાં પીડીપીયુ રોડ પર આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં રહેતો મૂળ ઉદેપુરનો સંજય શર્મા વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. આથી પોલીસે બાતમીના આધારે મોડી રાતે ઉપરો ક્ત ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને મકાનમાંથી રૂ.73,705ની કિંમતની વિદેશી દારૂની 66 બોટલ જપ્ત કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સાથે સંજય શર્માની ધરપકડ કરી હતી.

બીજી તરફ એલસીબી-2ની અન્ય એક ટીમને અડાલજમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ માટે રિક્ષા કડી તરફથી અમદાવાદ તરફ કલોલવાળા હાઇવે પરથી પસાર થનાર છે. આથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષાને રોકી હતી. પરંતુ, રિક્ષાચાલકે રિક્ષા ભગાડતા પોલીસે તેનો પીછો કરી શેરથા ગામ નજીક રિક્ષાને આંતરી હતી અને ત્યાર બાદ પોલીસે રિક્ષાચાલક સહિત બે ઈસમ સંજય ઉર્ફે અજબ ઠાકોર તેમ જ અંકિત ઠાકોરને દબોચી રિક્ષામાં તપાસ કરી હતી. રિક્ષામાંથી વિદેશી દારૂ અને બિયરનો 180 નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા, વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.1.37નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here