02 Sep 22 : જૂનાગઢમાં લંપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે આ વાયરસ દરરોજ અનેક પશુને ભરખી જતો હોય હાલ મૃત ગાયો પશુના મૃતદેહ ઉપાડવામાં પણ મનપાની ટીમ પહોંચી વળતી નથી આ અંગે મળતી વિગત મુજબ શહેરના મંગલધામ ત્રણમાં જીનલ પેલેસ ની બાજુમાં લંબીના કારણે ગાય માતાનું મોત થયું હતું આ અંગે મનપામાં રજૂઆત કર્યા ને બે દિવસ બાદ પણ કોઈ મૃતદેહ ઉપાડવા માટે ન આવતા સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો.

મૃત પશુના કારણે દુર્ગંધ આવતી હોય અહીં રહેવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે મૃત પશુના મૃતદેહનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો એ માંગ કરી છે આ અંગે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે જુનાગઢ શહેરમાં દરરોજ ૪૦ થી ૫૦ ગૌવંશના મોત થાય છે ત્યારે ક્યાં ક્યાં દોડવું મૃત પશુના નિકાલ માટે હાલ ચાર ટ્રેક્ટર બે જેસીબી બે પાણીમાં કામે લગાડ્યા છે દિવસભર શહેરમાંથી મૃત પશુના મૃતદેહને યુનગર ડમ્પીંગ યાદ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે આ માટે બે જેસીબીના બે પાડીના મળી કુલ ચાર ડ્રાઇવરો ચાર ટ્રેક્ટર બે પાણીના મળી આઠ ડ્રાઈવરો તેમજ 10 થી વધુ મજૂરોને પણ કામે લગાડવામાં આવ્યા છે.

  • અમરેલી જિલ્લામાં આજે અલગ-અલગ પોલીસ સ્ટેશનના 8 અધિકારીઓની બદલીઓ કરવામા આવી છે.

02 Sep 22 : અમરેલી જિલ્લામાં આજે અલગ-અલગ પોલીસ સ્ટેશનના 8 અધિકારીઓની બદલીઓ કરવામા આવી છે. અમરેલી SP હિમકર સિંહ દ્વારા વહીવટી સરળતા ખાતર અને જાહેરહિતમાં હંગામી ધોરણે બદલીઓ કરવામાં આવી હતી. આવશે જેમાં આજે કુલ 8 ઓડર કરવામાં આવ્યા છે.

ક્યા પોલીસ અધિકારીની કઈ જગ્યાએ બદલી કરાઈ?

અમરેલી LCBમાંથી PSI આર.કે.કરમટાની સાવરકુંડલા ડિવિ. રીડરમાં બદલી, એટેચ પર રહેલા PSI એમ.એ.મોરી સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં મુકાયા, અમરેલી એલ.સી.બી.ના PSI પી.એન.મોરીને વંડામાં મુકાયા, વંડા પોલીસ સ્ટેશનના PSI પી.વી.પલાસને જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં મુકાયા સાવરકુંડલા રૂલરના PSI વાય.પી.ગોહિલને ડુંગર પોલીસ સ્ટેશનમાં મુકાયા, ડુંગરના PSI એસ.જી.ગોહિલને દામનગર મુકાયા, દામનગર PSI છોવાળા ને લિવ રિઝર્વમાં મુકાયા, એસ.ઓ.જી.ના પી.બી.લકકડને પેરોલ ફર્લો સ્કોડમાં મુકાયા. 2 દિવસ પહેલા અમરેલી સીટીમાં મહિલાPI આઈ. જે.ગીડા નો ઓડર કરવામાં આવ્યો હતો.

આજે સમગ્ર અમરેલી જિલ્લામાં અલગ અલગ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનમાં કુલ 8 જેટલા PSIને અલગ-અલગ તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશનોમાં બદલી કરી દેવામાં આવી છે અમરેલી જિલ્લામાં આજે અલગ-અલગ પોલીસ સ્ટેશનના 8 અધિકારીઓની બદલીઓ કરવામા આવી છે. અમરેલી SP હિમકર સિંહ દ્વારા વહીવટી સરળતા ખાતર અને જાહેરહિતમાં હંગામી ધોરણે બદલીઓ કરવામાં આવી હતી. આવશે જેમાં આજે કુલ 8 ઓડર કરવા માં આવ્યા છે.

  • અમરેલી જિલ્લા પંચાયતમા વિવિધ વિભાગમા ફરજ બજાવતા 128 કર્મચારીઓ અમરેલી જિલ્લામાથી અન્ય જિલ્લામા બદલી કરવા માંગે છે.

02 Sep 22 : અમરેલી જિલ્લા પંચાયતમા વિવિધ વિભાગમા ફરજ બજાવતા 128 કર્મચારીઓ અમરેલી જિલ્લામાથી અન્ય જિલ્લામા બદલી કરવા માંગે છે. પરંતુ આ તમામ બદલીની દરખાસ્ત લાંબા સમયથી પેન્ડીંગ છે. એક તરફ જિલ્લામા સ્ટાફની ભારે ઘટ છે તેવી સ્થિતિમા કર્મચારીઓની આ દરખાસ્ત મંજુર થઇ રહી નથી.

અમરેલી જિલ્લા પંચાયતના કેટલાક કર્મચારીઓએ તો છેક વર્ષ 2019મા જિલ્લા ફેર બદલી માટે દરખાસ્ત કરી દીધી છે. પંચાયતને કર્મચારીઓને એક પછી એક દરખાસ્ત મળી રહી છે. પરંતુ હાલના સંજોગોમા બદલીની એક પણ દરખાસ્ત મંજુર થઇ રહી નથી. તાજેતરમા રાજય સરકાર દ્વારા પતિ પત્ની જેવા કિસ્સામા જિલ્લા ફેર બદલી માટે સકારાત્મક વિચારણા કરવા જણાવ્યું હતુ. ત્યારે આ પ્રકારની બદલી ઇચ્છતા કર્મચારીઓમા નવી આશા જાગી છે. રાજયના અન્ય જિલ્લાઓમાથી અમરેલી જિલ્લામા ફરજ પર મુકાયેલા કર્મચારીઓ જાણે અમરેલી જિલ્લાને સજાનો જિલ્લો ગણે છે.

મોટાભાગના કર્મચારીઓ નોકરી મળતી હોય ત્યારે અમરેલી જિલ્લામા ફરજ સ્વીકારી લે છે. પરંતુ બાદમા થોડા સમય પછી પોતાના મનગમતા સ્થળે જવા માટે પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને તલાટી મંત્રીઓની જગ્યા અમરેલીમા મોટાભાગની ખાલી છે. 40 %  થી વધુ તલાટીઓની જગ્યા હજુ ભરાયેલી નથી. આવી સ્થિતિમા વધુ 80 તલાટી મંત્રીઓ અમરેલી જિલ્લામાથી અન્ય જિલ્લામા જવા માંગે છે. જો આ તમામ દરખાસ્ત મંજુર થઇ જાય તો અમરેલી જિલ્લામા તલાટી મંત્રીઓની ભારે અછત સર્જાશે. કારણ કે હાલમા જેટલા છે તેટલા તલાટીઓ પાસે પણ એકથી વધુ ગામોનો ચાર્જ છે.

બીજી તરફ અત્યાર સુધી જિલ્લા પંચાયતમા લેખિત અરજીઓ સ્વીકારવામા આવતી હતી. પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ માટે પોર્ટલ બનાવવાની તૈયારી કરાઇ છે. જેને પગલે સ્થાનિક લેવલે જિલ્લા પંચાયતે ગત તારીખ 2/8થી નવી અરજીઓ સ્વીકારવાનુ બંધ કર્યુ છે. કર્મચારીઓને ચુંટણી પહેલા સરકાર જિલ્લા ફેરની બદલીના હુકમ કરી દેશે તેવી આશા છે