રાજ્યના 50000 હોમગાર્ડ જવાનોના વેતનમાં 50% નો વધારો થતા હોમગાર્ડ જવાનોમાં ખુશીની લહેર : પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલા

File Image
File Image

03 Nov 22 : રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડ દળ માં વર્ષો સુધી ફરજ બજાવનાર અને હોમગાર્ડ ના વેતન, પરેડ, દળના જવાનોને પડતી મુશ્કેલીઓ અને અણ ઉકેલ પ્રશ્નો અંગે રાજ્ય સરકારમાં અને મુખ્યમંત્રીઓ છેલ્લા 30 વર્ષોથી થોક બંધ રજૂઆત કરનાર પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલા ની એક સંયુક્ત યાદી જણાવે છે કે હોમગાર્ડ દળ એ એક રાષ્ટ્રીય સેવા સંસ્થા છે. રાજ્યમાં જ્યારે જ્યારે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ વખતે હોમગાર્ડ દળના જવાનો ખડે પગે ઊભા રહી કપરી પરિસ્થિતિમાં પણ રાઉન્ડ ક્લોક ફરજ બજાવી છે. આગ, લુંટ કાયદાની જાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગે હોમગાર્ડ દળના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર સેવાઓ આપી છે. જે ગુજરાત સરકારના રેકોર્ડ પર મૌજુદ છે એટલું જ નહીં પરંતુ રાજ્યના કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ એ પણ હોમગાર્ડ દળના જવાનોની સેવાઓને વખતો વખત બિરદાવેલી છે. અન્ય રાજ્યો ની તુલનાએ હોમગાર્ડ દળના જવાનોને ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળના જવાનોને અપૂરતું ફરજ ભથ્થુ મળતું હતું અને આ બાબતે રાજ્યના ધારાસભ્યો, સામાજિક સંસ્થાઓ, હોમગાર્ડ દળના જવાનો અને પૂર્વ હોમગાર્ડ જવાનો દ્વારા સરકારમાં વખતો વખત હોમગાર્ડ દળના ભથ્થાઓ વધારવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.

રાજ્યમાં જ્યારે જ્યારે હોમગાર્ડને પડતી મુશ્કેલી અંગે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે રજુઆતો કરનારા ને કનડગત કરી ધ્યાનમાં રાખવામાં આવતા હતા અને અનેક હોમગાર્ડને રજૂઆત કરવાના પગલે શોકોસ નોટિસો,સસ્પેન્ડ બાદ બરતરફ સુધીના આકરા પગલાં લેવામાં આવ્યા હતા. જોકે લોકશાહીના બંધારણમાં દરેક નાગરિકોને રજૂઆતો કરવાનો અબાધિત અધિકાર આપ્યો છે. અને હોમગાર્ડ દળ એ એક સિવિલિયન ફોર્સ છે ત્યારે શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડઝ દળના અનેક પ્રશ્નો આજે પણ ભોમાં ભંડારી દેવાયા છે.

જેમાંની મુખ્ય માગણી એ હતી કે વર્તમાન સમયમાં કારમી અને કાળજાળ મોંઘવારીમાં હોમગાર્ડ દળના જવાનોના વેતન ભથ્થામાં છેલ્લે તારીખ 31/3/ 2017 ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં ફક્ત ₹100 નો વધારો કરવામાં આવ્યા બાદ છેલ્લા પાંચેક વર્ષમાં એક ફદીયુ પણ વધારવામાં આવ્યું ન હતું વર્તમાન સરકારે હોમગાર્ડ દળના વેતનમાં વધારો કરવામાં આવે અને જે માગણીને સરકારે આજે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે એ પહેલા વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. જેમાં હાલ હોમગાર્ડ ને મળતા ફરજ વેતન ભથ્થામાં તારીખ 1 નવેમ્બર થી 454 રૂપિયા મળવા પાત્ર થશે જોકે હાલ ફરજ ભથ્થું 304 રૂપિયા મળી રહ્યું છે જેમાં 50% નો વધારો કરવામાં આવતા સરકારના આ નિર્ણયને પગલે હોમગાર્ડ દળના જવાનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ને સરકારના નિર્ણયને હું અભિનંદન સાથે આવકારું છું. સરકારે હાલમાં પરેડ ભથ્થામાં મળતા રૂપિયા 40 માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી જ્યારે જ્યારે વેતન વધારો કરવામાં આવે છે ત્યારે પરેડ અને ફરજ ભથ્થા માં વધારો કરવામાં આવે જ છે.

જોકે આજે પણ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ ની જગ્યા રાજકોટ શહેર રાજકોટ જિલ્લા મા 12 વર્ષથી ઇન્ચાર્જ તરીકે વહીવટ ચાલે છે જેની અરજીઓ પણ વખતો વખત મગાવવા છતાં નિર્ણય લઈ શકાયો નથી અને હાલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનો ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (DYSP) રાજકોટ રૂરલ પાસે અને રાજકોટ શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ નો ચાર્જ આસિસ્ટન્ટ નાયબ પોલીસ કમિશનર (ACP) રાજકોટ શહેર પાસે વર્ષોથી ઇન્ચાર્જથી વહીવટ ચાલે છે. તદુપરાંત રાજ્યમાં પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાની કપરી પરિસ્થિતિમાં હંમેશા હોમગાર્ડ જવાનો ખભે ખભા મિલાવી રાજ્યના નાગરિકોની સલામતી માટે સેવાઓ આપી રહ્યા છે રાજ્યમાં ગ્રહ ખાતા ના અંડરમાં પોલીસ અને હોમગાર્ડ દળના જવાનો ફરજ બચાવે છે ત્યારે હાલમાં પોલીસ ના જવાનોને 58 વર્ષે વય મર્યાદા ના કારણે નિવૃત કરી દેવાય છે. અને હોમગાર્ડને 55 વર્ષે સેવા નિવૃત કરી દેવામાં આવે છે જેમાં પણ સરકારે પોલીસની જેમ 58 વર્ષની ઉંમરે નિવૃત્ત કરવા જવાનોની વખતોવખત ની માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here