
03 Jan 23 : અમદાવાદમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે, ચોમાસા બાદ પણ શિયાળામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની દહેશત વચ્ચે વાયરલ તાવ સહીતના કેસો પણ નોંધાઈ રહ્યા છે. 7 દિવસ વાયરલના સોલા સિવિલમાં 1100 કેસો નોંધાયા છે. ઓપીડીમાં રોજના 1500 કેસો નોંધાઈ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી અને કોરોનાની ચિંતા વચ્ચે અમદાવાદમાં અન્ય રોગચાળો પણ વધ્યો છે.
અમદાવાદમાં તાવ-શરદી-ખાંસીના કેસમાં વધારો થયો છે. આ સાથે જ વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધોમાં શરદી અને ઉધરસના કેસ વધુ જોવા મળે છે. પહેલા બેવડી ઋતુ અને હવે ઠંડીના કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ આરોગ્ય અધિકારીએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. કેસ વધવા પાછળનું કારણ બાળકોમાં કોરોના, સ્વાઈન ફ્લૂ અને ઓરી હોઈ શકે છે. તેમ આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું હતું. ખાસ કરીને અગાઉ ચોમાસામાં કેસો વધુ જોવા મળતા હતા ત્યારે શિયાળામાં પણ રોગચાળો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ડેન્ગ્યુ, મલેરીયા સહીતના કેસો પણ નોંધાઈ રહ્યા છે. અગાઉ સ્વાઈન ફ્લૂના કેસો પણ અમદાવાદમાં સામે આવ્યા હતા. ત્યારે અત્યારની સ્થિતિ પ્રમાણે વાયરલ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
વધુમાં વાંચો… ગુજરાત હાઈકોર્ટનું ચાઈનીઝ દોરી મામલે કડક વલણ, સરકાર સામે માંગ્યો ખુલાસો
ઘાતક દોરીની લોકોના મોતના બનાવો સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી મામલે કડક વલણ અપનાવતા સરકારી ઝાટકણી કાઢી છે અને આ મામલે જવાબ રજૂ કરવા કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી મામલે કડકલ વલણ અપનાવતા સરકારની ઝાટકણી કાઢી છે. ચાઈનીઝ, નાયલોન દોરી મામલે સરકાર સામે ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત તુક્કલ પર પણ કાર્યવાહી મામલે કહ્યું છે. આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બે દિવસની અંદર સરકારની જવાબ રજૂ કરવા મામલે કહેવામાં આવ્યું છે. ઘાતક દોરીથી નાગરીકોનું મૃત્યુ નહીં ચલાવી લેવામાં આવે તેમ હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું છે. ગઈકાલે સુરતમાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળુ કપાઈ જવાની ઘટના સામે આવી હતી. અન્ય શહેરોમાં પણ ચાઈનીઝ દોરીના કારણે ઘાયલ થવાની ઘટનાઓ બની રહી છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દેની કાર્યવાહી પર હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય.
હાઈકોર્ટે કહ્યું કે, સરકાર માટે ચાઈનીઝ અને નાયલોન દોરી પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડવું પૂરતું નથી. તેનો અમલ પણ જરૂરી છે તેમ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જીવલેણ દોરીઓના કારણે નાગરિકો મૃત્યુ પામે અથવા ઘાયલ થાય તે ચલાવી લેવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ હોવા છતાં આડેધડ રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક વીકમાં જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં વડોદરામાં એક યુવા હોકી ખેલાડીનું મોત થયું છે. તો સુરતમાં એક વ્યક્તિનું ગળું કાપીને મોત થયું છે. આમ આખરે આજે થયેલી સુનાવણીની અંદર હાઈકોર્ટે પણ આ મામલે લાલ આંખ કરતા આ બનાવો સામે સરકાર સામે ખુલાસો માંગ્યો છે.
વધુમાં વાંચો… વાપીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગનું આયોજન કરવામાં આવ્યું
વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 6 – 2023નું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ સહિત વલસાડ જિલ્લા પોલીસવડા, વાપીના ઉદ્યોગકારોના હસ્તે આ ટુર્નામેન્ટનો VIA ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના માજી પ્રમુખ રામસિંગ સારને જણાવ્યું હતું કે, VTA આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં16 ટીમે ભાગ લીધો છે. જેમાં ટ્રાન્સપોર્ટ ભાઈઓ એ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ માટે VTA ના વર્તમાન પ્રમુખ ભરતભાઇ ઠક્કર, અરવિંદભાઈ શાહ અને તેમની ટીમે 2 મહિના સુધી તૈયારીઓ કરી છે. ટૂર્નામેન્ટ ના શુભારંભ પ્રસંગે પ્રથમ દિવસે વાપીના જાણીતા ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી સહયોગ કર્યો છે. ટુર્નામેન્ટ માં કુલ 16 ટીમના 232 ખેલાડીઓએ ભાગ લીધો છે.જેઓએ 6 મહિના થી તૈયારી કરી છે. 3 દિવસની મેચમાં અંતિમ દિવસે સેમિફાઇનલ, ફાઇનલ મેચ રમાશે. જેમાં જે ટીમ વિજેતા બનશે તેને ઇનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 2000 જેટલા ટ્રાન્સપોર્ટસ છે