
14 Dec 22 : બિહારમાં દારૂબંધી હોવા છતાં હલકી ગુણવત્તાવાળા દારૂનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે. બિહારના કોઈને કોઈ જિલ્લામાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થવાનું સામાન્ય બની ગયું છે. ત્યારે હવે બિહારના છપરા જિલ્લાના મશરક અને ઇશુઆપુરથી આવા જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે. જયારે 5 લોકો ગંભીર રીતે બીમાર છે. સવારે હોસ્પિટલમાં દાખલ વધુ 2ના સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે મંગળવારે મોડી રાત્રે 5 લોકોના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, લગભગ 12 જેટલા લોકોએ દારૂ પીધો હતો. જેમાંથી 7ના મોત થયા છે. બધાએ દેશી દારૂ પીધો હતો. બધા લોકો અહીં નજીકમાં જ રહે છે. દોયલા વિસ્તારમાં દેશી દારૂ મોટા પાયે બનાવવામાં આવે છે અને વેચાય છે. વહીવટીતંત્ર દ્વારા દારૂના કારણે મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આસપાસના લોકોનું કહેવું છે કે બધાએ દારૂ પીધો હતો. આ પછી તેમની તબિયત બગડવા લાગી. અચાનક ખૂબ તાવ આવ્યો. ઉલ્ટી થવા લાગી. પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી. હોસ્પિટલમાં લઈ જતી વખતે 3 લોકોના મોત થયા હતા. બાકીના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. પીડિતોના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ નકલી દારૂ બનાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ બિહારમાં ઝેરી દારૂના વધી રહેલા કારોબારને કારણે બિહારનું રાજકારણ પણ ગરમાયું છે. ગઠબંધનના નેતાઓ નકલી દારૂની ખરીદી અને વેચાણ માટે પ્રતિબંધને મુખ્ય કારણ માને છે. બિહારના કુઢનીમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો.
વધી શકે છે મૃત્યુઆંક – અહેવાલોની માનીએ તો મૃત્યુઆંક વધુ વધી શકે છે. વહીવટીતંત્રને ઝેરી દારૂની જાણ થતાં જ સદર હોસ્પિટલને છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. મોડી રાત સુધી પોલીસકર્મીઓ અને વહીવટી અધિકારીઓ દોડતા જોવા મળ્યા હતા. જોકે, તેઓ નકલી દારૂના સેવન પર કંઈપણ બોલતા કતરતા હતા.
મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે વહીવટીતંત્ર – આ ઘટના બાદ ગામમાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓ આ મામલાની તપાસમાં લાગેલા છે. પોલીસ અને અન્ય અધિકારીઓ અન્ય બીમાર લોકોને શોધવા માટે વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસકર્મીઓએ જણાવ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેથી મોતનું કારણ જાણી શકાય.બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક વખત મોત થયા છે. બિહારમાં નકલી દારૂ પીવાથી મોત હવે સામાન્ય બની ગયા છે, તેમ છતાં સરકાર દ્વારા આ દિશામાં કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યાં નથી. 5 ઓગસ્ટ 2022 ના રોજ, બિહારના સારણ જિલ્લામાં નકલી દારૂના કારણે 9 લોકોના મોત થયા હતા અને 17 લોકોએ તેમની આંખો ગુમાવી હતી. 21 માર્ચ, 2022 ના રોજ, બિહારના ત્રણ જિલ્લામાં નકલી દારૂ પીવાથી 37 લોકોના મોત થયા હતા. સૌથી વધુ મૃત્યુ ભાગલપુર જિલ્લામાં થયા છે, જ્યાં 22 લોકોના મોત થયા છે. આ સિવાય બાંકા જિલ્લામાં 12 અને મધેપુરામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. 5 નવેમ્બર 2021ના રોજ, મુઝફ્ફરપુરના બેતિયામાં 8 અને ગોપાલગંજમાં 16 લોકોના મોત થયા હતા.
વધુમાં વાંચો… મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એ વૈષ્ણોદેવી 40 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ કર્યું, ટ્રાફિકથી રોજ 50 હજાર લોકોને મળશે છુટકારો
મુખ્યમંત્રી આજે અમદાવાદીઓને વઘુ એક ભેટ આપી છે. 720 મીટર લાંબો અને 23 મીટર પહોળો પુલ 40.36 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો વૈષ્ણોદેવી અંડરપાલ આજે ખુલ્લાો મુકવામાં આવ્યો હતો. આ અંડરપાસ પરથી રોજના 50 હજારથી વધુ મુસાફરો પસાર થશે જેથી તેમને ટ્રાફીકથી છુટકારો મળશે. ભુપેન્દ્ર પટેલની સરકારે કેબિનેટે ચાર્જ સંભાળ્યો છે ત્યારે ચૂંટણી પહેલા અટવાયેલા કામોને આગળ ધપાવવા સરકાર એક્શન મોડમાં આવી છે.
ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ પાસે અંડરપાસનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરદારધામ ઓડિટોરીયમ ખાતે યોજાશે આ કાર્યક્રમ જેમાં વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ બ્રિજ બનતાની સાથે જ ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ અને તપોવન સર્કલથી એરપોર્ટ સુધીનું ટ્રાફિક પમ હળવું થઈ શકે છે.
આ અન્ડરબ્રિજ ખુલ્લો મુકવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે. આ અંડરબ્રિજ એક સરળ અને ટ્રાફિક મુક્તહાઈવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વેગ આપશે. ખાસ કરીને ઔડાએ લોકોને ટ્રાફિકથી મુક્તિ આપવા તેમજ વધુ સરળતા અમદાવાદ અને ગાંધીનગરથી જતા રાહદારીઓને મળે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કર્યું છે.
- રુ. 40 કરોડથી વધુના ખર્ચે તેનું નિર્માણ, અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઈ 23 મીટર,દૈનિક ધોરણે અંદાજે 50 હજારથી વધુ રાહદારીઓને મળશે લાભ, અંડરપાસના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા બનશે હળવી