અમદાવાદમાં એક નિર્માણાધીન ઈમારતની લિફ્ટ તૂટી પડતાં 7 લોકોના મોત

14 Sep 22 : અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ અચાનક તૂટી પડી હતી. લિફ્ટ પડી ત્યારે 8 લોકો ત્યાં ઉભા હતા. જેમાંથી 7 લોકોના મોત થયા છે. એક યુવક ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિર્માણાધીન બિલ્ડીંગની આ લિફ્ટ કેવી રીતે પડી અને કેવી રીતે પડી? તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને એક ઘાયલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

અમદાવાદમાં યુનિવર્સિટી પાસે એક દર્દનાક અકસ્માત થયો છે. અહીં સાતમા માળેથી અચાનક લિફ્ટ તૂટી ગઈ, જેમાં 7 મજૂરોના મોત થયા અને 1ની હાલત ગંભીર છે. એસ્પાયર-2 નામની ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. ચીફ ફાયર ઓફિસર એ જણાવ્યું હતું કે અમદાવાદમાં લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે.

ઘટનાસ્થળેથી મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો ત્યાં રાહત કાર્ય કરતા જોવા મળે છે. અહીં આ અકસ્માત બાદ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના રહેવાસી હતા.

  • અમદાવાદમાં જુહાપુરામાં ફરી એક મોટો ભુવો પડ્યો, ઘટનામાં કોઈ જાનહાની નથી

14 Sep 22 : અમદાવાદમાં શહેરમાં આ વર્ષે વરસાદને કારણે અને તંત્રના ભ્રષ્ટ્રાચારના કારણે 90 કરતા પણ વધારે ભુવાઓ પડ્યા છે અને આજે વધુ એક વખત જુહાપુરાના વિસ્તારમાં એક મહાકાય ભુવો પડ્યો હતો અને આ ભુવામાં એક મોટું AMCનું ડમ્પર પડ્યું હતું જો કે કોઈ જાનહાની થઇ ન હતી. આ ડમ્પરને બે ક્રેનથી કાઢવામાં આવ્યું હતું.

આ ઘટના સવારમાં થઇ હતી જયારે એક ડમ્પર 10 ફૂટ જેટલો લાંબો અને 6 ફૂટ કરતા પણ વધારે ઊંડો ભુવો પડ્યો હતો. આ સુધી મોટો ભુવો છે. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા હતા. આ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે જો કે તંત્રએ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી. કોર્પોરેશનની ટીમ આવી ન હતી ત્યાં જ ડમ્પરને કાઢવામાં 2 કલાક જેટલો કાઢવામાં આવ્યો હતો.

અમદાવાદમાં શહેરમાં ભ્રસ્ટાચારને કારણે અનેક જગ્યાએ ભૂવાઓ પડ્યા છે. આ કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આજે પડેલા ભુવામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જો કે આ ભુવામાં ડ્રેનેજ લાઈનનું પાણી ભરાવા લાગ્યું હતું. આ અમદવાદમાં પડેલા ભુવામાં સૌથી મોટો ભુવો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ ભુવાને સરખો કરવાની કામગીરી શરૂ કરી ન હતી જો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.