12 Aug 22 : ગુજરાત રાજ્યમાં આ વર્ષે યોજનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વિવિધ વિભાગમાં બઢતી સાથે બદલીનો દોર શરુ થઇ ગયો છે. આ અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની બદલી શરુ કરવામાં આવી છે. ગઈકાલે સરકારે 88 મામલતદારની બદલીના ઓર્ડર કર્યા છે જે અંર્તગત એચ.એન. રાવલ બનાસકાંઠાથી અમદાવાદ મુકામે એન.એ કલેક્ટરેટમાં મામલતદાર તરીકે સી.આર નિમાવતને મુદ્રા કચ્છથી અમદાવાદ સીટી મણિનગર ખાતે મામલતદાર તરીકે ઓર્ડર કાઢવામાં આવ્યા હતા.

ગુજરાત સરકર દ્વારા આ વર્ષેને અંતમાં ચૂંટણી યોજાવાની હોવાથી સરકરી કર્મચારીઓ અને અધિકારીઓની બઢતી અને બદલીઓ શરુ કરવામાં આવી છે અને ચૂંટણી પહેલા આ પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવા પણ એક આદેશમાં જણાવાયું છે. અમદાવાદમાં અધિક ચિટનિસ તરીકે યુ.આર ભટ્ટને ગાંધીનગરથી અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી.

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટ – 2માં એક્ઝ્યુક્યુટીવ મેજિસ્ટ્રેટ પડે આર.બી મોરીને કઠલાલ ખેડાથી વિરમગામ અમદાવાદ ખાતે, જે.એસ દેસાઈને સુરેન્દ્રનગરથી અસારવા, પી.એમ ભટ્ટને વિરમગામથી ધંધુકા ખાતે, ડી.પી.ચૌહાણને અમદાવાદથી ખેડા, એચ.કે. ચાવડાને અમદાવાદથી અમદાવાદમાં ચૂંટણી કલેક્ટરેટમાં બદલી કરી છે. ગુજરાતમાં આ સિવાય પણ અનેક બીજા વિભાગ પણ ચૂંટણી સુધીમાં બઢતી સાથે બદલી થવાની સંભાવના છે. આવનાર સમયમાં સરકાર દ્વારા ઘણા અધિકારીઓની બદલી પણ કરી શકે છે.

  • લમ્પિ વાયરસથી મોતને ભેટેલા પશુઓના મૃતદેહને ઉપાડવામાં પાલિકાની બેદરકારી !

12 Aug 22 : પોરબંદર શહેર અને જિલ્લામાં લમ્પિ વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. અનેક ગૌવંશના મોત પણ થયા છે. જાવરના દરિયા કિનારે મૃતપશુઓના ઢગલા જોવા મળ્યા હતા. આ અંગે કોંગ્રેસના હોબાળા બાદ પાલિકાએ આ મૃતદેહોનો યોગ્ય રીતે નીકાલ કર્યો હતો. હજુ આ વિવાદ પડઘા સમ્યા નથી ત્યાં કુંભારવાડા વિસ્તારમાં લમ્પિ વાયરસને કારણે ૧૦ જેટલી ગાયોના મોત થયા છે અને આ મૃતદેહ સ્થળ ઉપરથી ઉપાડવામાં નહીં આવતા સ્થાનીકો અને રબારી સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

File Image
File Image

આ મૃતદેહને કારણે સતત દુર્ગંઘ આવી રહી છે અને સ્થાનીકોને અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. પાલિકાને સતત બે દિવસ સુધી રજૂઆત કરી છે છતાં મૃત દેહનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી તેવા આક્ષેપો સ્થાનીકોએ કર્યા છે. પોરબંદર જિલ્લામાં લમ્પિ વાયરસને કારણે ગૌવંશના જીવ જોખમમાં મુકાયા છે. આ ગૌવંશને બચાવવા માટે સામાજીક સંસ્થાઓ મેદાને આવી છે. તેમજ રસીકરણની કામગીરી ઉપરાંત આયુર્વેદિક લાડુ ખવડાવવાની પણ કામગીરી ચાલી રહી છે. તેમ છતાં અનેક ગૌવંશ મોતને ભેટી રહ્યાં છે. આ ગૌવંશના મૃતદેહ ઉપાડવામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે તેવા આક્ષેપો થઇ રહ્યાં છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લમ્પિ વાયરસને કારણે ૧૦ જેટલા ગૌવંશના મોત થયા હતા.

આથી સ્થાનીકોએ નગરપાલિકાને આ મૃતદેહ ઉપાડવા માટે રજૂઆત કરી હતી. બે દિવસ થયા હોવા છતાં આ મૃતદેહ ઉપાડવામાં નહીં આવતા અન્ય પશુઓ – પંખીઓ આ મૃતદહેને ચુથી રહ્યા છે. છતાં પાલિકા દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે રબારી સમાજના આગેવાનોએ આક્રોશભેર એવું જણાવ્યું હતું કે લમ્પિ વાયરસથી પશુઓને બચાવવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જેના કારણે પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. આ પશુઓને બચાવવામાં નહીં આવે તો ગૌધન નામશેષ થઇ જશે. તો બીજી તરફ મોતને ભેટેલા ગૌવંશના નિકાલમાં પણ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. કુંભારવાડા વિસ્તારમાં લમ્પિ વાયરસને કારણે મોતને ભેટેલા પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા માલધારી સમાજે ભારે આક્રોશ ઠાલવ્યો છે.