
ICC ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્લ્ડ કપમાં ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્લ્ડ કપ બાદ આ વખતે ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ગયા વર્લ્ડ કપમાં વિરાટ કોહલી કેપ્ટન હતો અને રોહિત શર્મા વાઇસ કેપ્ટન હતો. આ વખતે કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે ગત વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતા, પરંતુ આ વખતે તેઓ ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયા છે.
ગત વર્લ્ડ કપમાં રમનારા 9 ખેલાડીઓ આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. આ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થયા છે. તે જ સમયે, મયંક અગ્રવાલ, શિખર ધવન, કેદાર જાધવ, દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર કુમાર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેથી જ આ ખેલાડી ઓને સ્થાન મળ્યું નથી. તેમની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો અને તે ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. મયંક અગ્રવાલ, દિનેશ કાર્તિક, ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, આ 9 ખેલાડીઓને તક મળી નથી.
ODI વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), મયંક અગ્રવાલ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કેએલ રાહુલ, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.
ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થવાનો છે. ક્રિકેટના મહાકુંભ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ ત્યારથી ટીમ ઈન્ડિયા એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. આ વખતે ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાઈ રહ્યો છે. આ કારણે ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે.
ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.
Follow us on X ( Twitter )
સુરતમાં આડા સંબંધમાં પ્રેમીએ પ્રેમિકાની સાસુની હત્યા કરવાનો કર્યો પ્રયાસ, મહિલાએ હુમલાખોર પર દાતરડું વીંઝી બચાવ્યો જીવ
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આડા સંબંધમાં એક પ્રેમીએ પ્રેમિકાની સાસુની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આધેડ મહિલાએ હાથમાં દાતરડું હોય દાતરડું વીંઝી પોતાના જીવ બચાવ્યો હતો .
મોટે ભાગે ટીવી સિરિયલોમાં જ જોવા મળતા ક્રાઈમ સિરિયલ જેવી એક ઘટના સુરત જિલ્લામાં બનવા પામી હતી . સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામે એક મહિલાને મોઢા પર કોથળી પહેરાવી હત્યા કરવાની કોશિશ કરી હતી. સમગ્ર ઘટના એ હતી કે, મહુવા તાલુકાના આંગલધરા ગામે કલા બહેન બાબુભાઈ પટેલ, જેની પોતાના ગામમાં જ ખેતી લાયક જમીન આવેલી છે. ત્યાં મહિલા ઘાસચારો કાપી રહી હતી. તે દરમિયાન કોઈક અજાણ્યા ઇસમે પાછળથી આવીને મહિલાના મોઢા પર કોથળી પહેરાવીને ગળું દબાવી મહિલાને ધસડી ગયો હતો. જોકે આગળ મહિલાએ હિંમત દાખવી દાતરડું વિંછી નાખતા હુમલાખોરને પણ ઇજા થઈ હતી. જો કે, ઘટના સમયે મહિલાના ઘરની વહુ પણ ત્યાં આવી જતા બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી ગયો હતો.
કલાબેન પટેલ નામની આધેડ મહિલાને શરીરના ભાગે ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હુમલાખોર ભાગવા જતા તેને પણ શરીરના ભાગે ઇજા થઈ હતી અને રસ્તામાં લોહી પણ વહેલું હોય એવા દ્રશ્ય જોવા મળ્યા હતા, જેથી પોલીસ એ અલગ અલગ ટીમો બનાવી એફએસએલની પણ મદદ મેળવી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં હુમલાખોર ઈસમ મહુવા તાલુકાના કોષ ગામનો ઉમેશ રતિભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.
હુમલાખોરની ઓળખ થતાં ગણતરીના કલાકો ઉમેશ પટેલની અટકાયત પણ કરી લેવાય હતી. જો કે, તેની પૂછપરછ કરતા આધેડ મહિલા પર હુમલો કરનાર ઉમેશ પટેલ એ કારણ પણ ચોંકાવનારું આપ્યું હતું. હુમલાખોર ઉમેશના ભોગબનનાર આધેડ મહિલાના પરિવારની વહુ સાથે આડાસંબંધ હતા, જેમાં આધેડ મહિલા કનડગત કરતા તેની હત્યા કરવાનું ઉમેશે મન બનાવી લીધું હતું. પરંતુ, આધેડ મહિલાએ પ્રતિકાર કરતા તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને હવે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ ગયો છે.
Follow us on Facebook
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોને કચડનાર ગાડી મૂળ માલિકે 1 કરોડના બોન્ડ ભરી છોડાવી, કરી આ દલીલ!
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. આરોપી નબીરા તથ્ય પટેલે પોતાની મોંઘીદાટ જેગ્યુઆર કારને પૂરપાટ ઝડપે હંકારી ઇસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોને જીવ લીધા હતા. આ ગોઝારા અકસ્માત બાદ આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ બંને જેલમાં બંધ છે. પોલીસે તથ્ય પટેલ સામે વિવિધ કલમો હેઠળ ગુના નોંધી 1684 પાનાંની ચાર્જશીટ પણ દાખલ કરી છે. હાલ તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ કાયદાકીય લડત લડી રહ્યા છે. આ વચ્ચે જે કારથી તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હતો તે તપાસનીશ એજન્સીએ જપ્ત કરી હતી. જો કે, હવે આ ગાડીને જામીન મળી ગયા છે. મળતી માહિતી મુજબ, આરોપી તથ્ય પટેલે જે જેગ્યુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો તે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની નહિ, પણ ક્રિશ વારિયા નામના શખસની છે. આ ગાડીના જામીન મળી જતા આજે છોડાવવામાં આવશે. આ સાથે અકસ્માત સમયે આરોપી પ્રજ્ઞેશ પટેલ ગાડીમાં તથ્ય પટેલને લઈ હોસ્પિટલ ભાગ્યો હતો તે ગાડીને પણ છોડાવવામાં આવશે. માહિતી મુજબ,ક્રિશ વારિયાએ ગાડી પરત મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને ગાડી વગર બિઝનેસ કરવામાં તકલીફ પડતી હોવાની રજૂઆત કરી હતી. તેણે વચગાળાના સમય માટે ગાડી પરત મેળવવા માટે કોર્ટ જે પણ શરત મૂકશે તે માટે સંમતિ દર્શાવી હતી.
બીજી તરફ તપાસ અધિકારીએ આ મુદ્દે રિપોર્ટ જમા કરાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, Crpc હેઠળ ચાર્જશીટ પછી તપાસ ચાલી રહી છે. એક ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ પણ હોસ્પિટલ માં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ. જ્યારે અરજદારના વકીલે દલીલ કરી હતી કે, ગાડી ખુલ્લી જગ્યામાં પડી હોવાથી તેના ટાયર, એન્જિન વગેરે ખરાબ થતા અરજદાર ને મોટું નુકસાન થઈ શકે એમ છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગાડીના મૂળ માલિક પાસે રૂ. 1 કરોડના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ ભરાવ્યા બાદ અને કેટલીક શરતો સાથે ગાડી પરત કરવા આદેશ આપ્યો હતો.
Read More : ભારત પર મહાભારત – ઇન્ડિયા અને ભારતની ચર્ચામાં કૂદી પડ્યા બોલિવૂડ સ્ટાર્સ