મોદી સરકારના 9 વર્ષ – કલમ 370થી લઈને રામ મંદિર અને નોટબંધી સુધી, ભગવા શાસનના આ 9 ઐતિહાસિક નિર્ણયો

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો 9 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સંપૂર્ણ બહુમતી મેળવી હતી અને નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને બંધારણના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન આવા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા જે ઇતિહાસ બની ગયા છે. નોટબંધીથી લઈને GST અને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાથી લઈને સર્જિકલ સ્ટ્રાઈક સુધી મોદી સરકાર તેને પોતાની સફળતા તરીકે રજૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં મોદી સરકાર બન્યા પછી જ ભાજપ પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી પાર્ટી બની, કારણ કે પાર્ટીએ પહેલીવાર પૂર્ણ બહુમતનો આંકડો હાંસલ કર્યો હતો. વર્ષ 2017માં યુપી વિધાનસભામાં ભાજપને સફળતા મળી હતી. વર્ષ 2014 પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો જન આધાર ઘણો નબળો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આનું પરિણામ એ આવ્યું કે એપ્રિલ 2016માં યોજાયેલી આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યો. અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી. પીએમ મોદીએ અહીં જોરશોરથી પ્રચાર કર્યો હતો. ત્રિપુરામાં ભાજપની સતત બીજી વખત સરકાર છે. કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપે અહીં ડાબેરીઓનું વર્ચસ્વ ખતમ કરી નાખ્યું. નાગાલેન્ડ, મેઘાલય, મણિપુરમાં પણ ભાજપની ગઠબંધન સરકાર છે.

મોદી સરકારના મોટા નિર્ણયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે આજે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 29 મે 2014ના રોજ પીએમ મોદીએ દેશની બાગડોર સંભાળી હતી. ત્યારપછી પીએમ મોદી સતત બીજી વખત પીએમ બન્યા છે. પીએમ મોદીએ તેમના બીજા કાર્યકાળના 4 વર્ષ પણ પૂર્ણ કરી લીધા છે. પીએમ મોદીની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં સતત વધી રહી છે. પોતાના 9 વર્ષના કાર્ય કાળમાં પીએમ મોદી અને તેમની સરકારે ઘણા એવા કામ કર્યા છે જેની સૌથી વધુ ચર્ચા રહી છે.

પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ -પીએમ મોદીએ દેશની સુરક્ષા માટે ઘણા મોટા કામ કર્યા. પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકીઓને ખતમ કરવાનું અભિયાન શરૂ કર્યું. જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી બેઝ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે એલઓસી પારના આતંકી બેઝ કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ ત્યાં જઈને આતંકવાદીઓના આખા બેઝને નષ્ટ કરી દીધા હતા. આ પછી 2019માં પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે ભારતીય વાયુસેનાના જવાનોને બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપવા માટે લીલી ઝંડી આપી હતી. જેના કારણે પાકિસ્તાનને આંખે પાણી આવી ગયા હતા.
વંદે ભારતથી રેલ્વેનો યુગ બદલ્યો – PM મોદીએ વંદે ભારત ટ્રેન દ્વારા દેશની રેલવે સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. વંદે ભારત ટ્રેન એક સેમી હાઇ સ્પીડ ટ્રેન છે, જે અત્યાધુનિક સુવિધા ઓથી સજ્જ છે. આ ઉપરાંત મોદી સરકારના કાર્યકાળમાં રેલવે લાઈનોના વિકાસની સાથે સાથે તેમનું વીજળીકરણ પણ કરવામાં આવ્યું છે. 2014 પહેલા, દર વર્ષે 600 કિમી રેલ લાઇનનું વિદ્યુતીકરણ થતું હતું, જે હવે વધીને 6,000 કિમી પ્રતિ વર્ષ થયું છે. તાજેતરમાં પીએમ મોદીએ ઓડિશા અને ઉત્તરાખંડને વંદે ભારત ભેટમાં આપી હતી.
દેશમાં લાગુ થયો GST – જુલાઈ 2017 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. જેના કારણે અડધી રાતે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. મોદી સરકારે એક દેશ, એક ટેક્સની વિચારધારા સાથે જીએસટી લાગુ કર્યો હતો. તેના અમલ બાદ દેશમાં સર્વિસ ટેક્સ, વેટ, પરચેઝ ટેક્સ, એક્સાઈઝ ડ્યુટી સહિત અન્ય ઘણા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે.
ટ્રિપલ તલાક પર લગાવ્યો પ્રતિબંધ – મુસ્લિમ મહિલાઓને ઉત્પીડનથી બચાવવા માટે મોદી સરકારે જુલાઈ 2019માં ટ્રિપલ તલાક બિલ પાસ કર્યું હતું. ટ્રિપલ તલાકને કાયદાકીય દાયરામાં લાવવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય બાદ મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક અપરાધની શ્રેણીમાં આવી ગયો છે. જો કે આ નિર્ણયને લઈને મુસ્લિમ સમાજના લોકો આજે પણ મોદી સરકારનો વિરોધ કરી રહ્યા છે.
મેક ઇન ઇન્ડિયાની કરી શરૂઆત – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં ઉત્પાદન વધારવા માટે સતત કામ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ સપ્ટેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય દેશમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. મેક ઇન ઇન્ડિયા એક પ્રકારનું સ્વદેશી અભિયાન છે, જેમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.
દેશને નવું સંસદ ભવન મળ્યું – પીએમ મોદી તેમના શાસનકાળ દરમિયાન અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક કામ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાને દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાની શરૂઆત કરી છે. જે અંતર્ગત નવી સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે. 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે.
નોટબંધીનું મોટું પગલું ભર્યું – પીએમ મોદીએ તેમના 9 વર્ષના શાસનમાં નોટબંધીનો એક ખૂબ જ મોટો નિર્ણય લીધો હતો. વર્ષ 2016માં મોદી સરકાર દ્વારા નોટબંધી જેવો મોટો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો હતો. આ સરકારના કેટલાક મોટા નિર્ણયોમાંથી એક છે. આ નિર્ણયથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. 8 નવેમ્બર, 2016ના રોજ પીએમ મોદીએ દેશને સંબોધિત કરતી વખતે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમજ 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી – 5 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને લઈને મોટો નિર્ણય લીધો હતો. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. આ નિર્ણયની સાથે જ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધા હતા.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ – 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રામ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here