
06 Jan 23 : રાજકોટમાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં એકા એક વધારો થયો રહ્યો છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં સરધાર નજીક એક આધેડ પોતાની વાડીએ પગપાળા ઘરે જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા બોલેરો એ તેને ઠોકર મારતા તેમને ગંભીર ઈજા પોહ્ચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. વિગતો મુજબ સરધાર બસ સ્ટેશન નજીક રહેતા વિભાભાઈ ભનુભાઈ સાકરીયા (ઉં.વ.55) નામના પ્રૌઢ રાત્રે દસેક વાગ્યે વાડીએથી પગપાળા ઘરે જઇ રહ્યા હતાં ત્યારે સરધાર-લાખાપર વચ્ચે શ્રીરામ ફાર્મ પાસે કોઇ અજાણયો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. પાંચ ભાઇમાં તેઓ ત્રીજા હતાં. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જુણાચે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એમ. મહેતાએ મૃતકના પુત્ર લાલજી વીભાભાઈ સાકરીયા (ઉ.28)ની ફરિયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
રાજકોટમાં ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી કરી તસ્કરી, ૫૮ હજારની કિંમતના એસી ઉપાડી ગયા
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ચોરીનો વધુ એક વખત ચોરીનો એક બનાવ સામે આવ્યો છે.જેમાં કડકડતી ઠંડીમાં ચોરો એ.સી ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.જેમાં આજીડેમ શિવાય ઈલેક્ટ્રોનિકસ નામના શો – રૂમના તાળા તોડી તસ્કરો રૂ.૫૮ હજારની કિંમતના કુલ પાંચ એસી ચોરી ગયા હતા .બનાવની જાણ થતાં જ પોલીસે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ ઢેબર રોડ પર આવેલ માનસા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રાજનભાઈ વિજયભાઈ ખીરૈયા નામના વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓનું આજી ડેમ નજીક આવેલા શિવધારા પાર્કમાં શિવાય નામનું ઈલેક્ટ્રોનિકસનું શો રૂમ આવેલું છે.જેમાં તેઓ ગઈકાલે પોતાની ઘરે હતા.ત્યારે તેને ત્યાં ન્યુઝ પેપર નાખવા આવે છે તેનો ફોન આવેલ અને મને કહેલ કે તામરી દુકાનનું શટર તૂટેલી હાલતમાં છે તેમ વાત કરતા હું મારી દુકાને અને દુકાન અંદર જઈ તપાસ કરતા મારી દુકાનમાં માંથી એલ.જી.કંપનીનું આઉટ ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂગ.૨૦,૦૦૦ ગણાય ,એલ.જી કંપનીનું ઈન ડોર એ.સી. ૧ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણાય,બ્લુ સ્ટાર કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણા,ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૮ ટનનું જેની કિંમત અંદાજે રૂ.૮,૦૦૦ ગણાય અને ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂા. ૧૦,૦૦૦ ગણાય તેમ કુલ રૂ.૫૮ હજારની ચોરી થયા હોવાનું જણાતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.