રાજકોટ – સાતમ આઠમ આવતા જુગારનું મોટું ક્લબ પકડાયું : ૧૬ શખ્સો થયા ઝબ્બે

17 Aug 22 : સાતમ આઠમ જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટમાંથી અનેક જગ્યાએથી જુગારના મોટા ક્લબ પકડાઈ રહ્યા છે. સતામ આઠમમાં જુગારની મોસમ ખીલી છે પત્તા પ્રેમીઓએ જુગારના અડ્ડા જમાવ્યા છે. રાજકોટમાં પોલીસે જુગારના ક્લબ પર દરોડા પાડી ૧૬ શખ્સોને પકડી પાડયા છે અને તેમના પાસેથી કુલ ૪૯ હજારની રોકડ કબજે કરી છે.

મળતી વિગત અનુસાર ૨ાજકોટના કોઠા૨ીયા નાકા અને ૨ૈયાધા૨માં ચાલતી જુગા૨-કલબમાં પોલીસે દરોડા પડ્યા અને ત્યાં જુગા૨ ૨મતાં ૧૬ શખ્સોને પકડી પાડયા. તેમની પાસેથી કુલ ૪૯ હજારની રોકડ રકમ કબજે કરી છે. એ ડીવીઝનની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે કોઠા૨ીયા નાકા ના ખુણે ૨હેતા સંજય ગોવિંદ ના૨ોલાના મકાનમાં બંધ બા૨ણે ચાલતી જુગા૨-કલબમાં દ૨ોડો પાડી જુગા૨ ૨મતા સંજય ગોવિંદ ના૨ોલા, સંદિપ ઉર્ફે બાવો પ્રવિણ જાદવ, જેન્તીલાલ ભોલા વાઘેલા, અશ્વિન હ૨ી ૨ાઠોડ, હસમુખ દેવસી મક્વાણા, મહેશ મેણંદ પ૨મા૨, ૨ીઝવાન નુ૨મહમદ જેઠવા, સ૨ફ૨ાજ મજીદ ત૨ીયા, હિતેષ ખીમજી મુછડીયા, આનંદ ઉર્ફે કાળુ ૨વજી મુછડીયા અને નિખીલ કાન્તીલાલ ચૌહાણને રૂા.૩૫ હજા૨ની ૨ોકડ સાથે પકડી પાડયા હતા. બીજા દરોડામાં રાજકોટના ૨ૈયાગામમાં શંભુ ઘુસા મક્વાણા ના મકાનમાં બંધબા૨ણે ચાલતી જુગા૨-કલબમાં પોલીસે દ૨ોડો પાડી જુગા૨ ૨મતાં શંભુ ઘુસા મક્વાણા જે૨ામ ધ૨મશી સોલંકી, ૨ાયધન જબશી જખાણીયા, ૨વી ૨ાજુ મક્વાણા અને સુનિલ ઘુસા મક્વાણાને રૂા.૧૩,૮૦૦ની ૨ોકડ રકમ સાથે પોલીસ ટીમે પકડી પાડયા હતા.

  • રાજકીય પરિપક્વતાનો અભાવ, તલાટીને બદલે પંચાયત સભ્યએ સહી કરવા વહેતુ મુક્તુ તાલુકા પંચાયત પ્રમુખે કીધુ કાંઈક અને સભ્યએ કર્યું કાંઈક.. તલાટી કમ મંત્રીના અભાવે લોકોને પડતી હાડમારીની વૈકલ્પિક વ્યવસ્થાનો ઉકેલ લાવવાને બદલે પંચાયત ધારાની વિરુદ્ધમાં કાર્યવાહી

17 Aug 22 : રાજકીય પરિપક્વતાનો અભાવ,તલાટીને બદલે પંચાયત સભ્યએ સહી કરવા વહેતુ મુક્તુ તાલુકા પંચાયત પ્રમુખે કીધુ કાંઈક અને સભ્યએ કર્યું કાંઈક.. તલાટી કમ મંત્રીના અભાવે લોકોને પડતી હાડમારીની વૈકલ્પિક વ્યવસ્થાનો ઉકેલ લાવવાને બદલે પંચાયત ધારા ની વિરુદ્ધમાં કાર્યવાહી કાર્યકર્તાઓ આગેવાનો રાજકારણમાં ઘુસે ખરી અને પક્ષના નામે ચૂંટાઈ પણ જાય પરંતુ અનેક ચૂંટાયેલા પ્રતિનિધિ ઓને રાજકીય પરિપક્વતાનો અભાવ જોવા મળે છે.

હાલમાં છેલ્લા પંદર દિવસથી તલાટી મંત્રીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે તેના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરવાને બદલે પંચાયત ધારાની વિરુદ્ધમાં ભાવનગર પંચાયતના સભ્ય દ્વારા તલાટીની બદલે પોતે દાખલાઓમાં સહી કરી દેવાનું સોશિયલ મીડિયામાં વહેતું મૂકયું હતું. જોકે, તેમ કરતા તાલુકા પ્રમુખે તેમને અટકાવ્યા પણ ખરા. ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા પંદર દિવસથી તલાટી કમ મંત્રીઓની પડતર પ્રશ્ને હડતાલ ચાલી રહી છે. જે સંદર્ભે ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા થોડા સમય પૂર્વે સભ્યોને પંચરોજ કામમાં મદદરૂપ થવા જણાવ્યું હતું. પરંતુ આંધળે બહે૩ કટેની જેમ ભાલ પંથકના સભ્ય જાગતીબેન આંધળે બહેરૂ કુટેની જેમ ભાલ પંથકના સભ્ય જાગૃતી બેન વિષ્ણુભાઈ કામ્બડ દ્વારા તાલુકા પંચાયત ના પ્રમુખની સુચના અનુસાર તલાટી મંત્રીઓ જ્યાં સુધી હડતાલ પુરી ના થાય ત્યાં સુધી આવકના દાખલા સહિત માં સભ્ય દ્વારા સહી સિક્કા કરી આપવામાં આવશે નું સોશિયલ મીડિયા પર વહેતું મૂકયું હતું. જેને કારણે ભારે ઉહા પોહ મચ્યો હતો.

પંચાયત ધારાની જોગવાઈ અનુસાર આવકના દાખલા સહિત માં સભ્ય સહી કરી શકે નહીં. સભ્યના સહી સિક્કા ગેર કાયદેસર ગણાય. છતાં સભ્ય દ્વારા પ્રસિદ્ધિના જોશમાં આવી પંચાયત ઘારાની ઉપરવટ જઈ સોશિયલ મીડિયામાં પ્રચાર કરતા તે સંદર્ભે પંચાયતના પ્રમુખ પાસે પણ ફરિયાદ પહોંચી હતી. સભ્ય સહી કરી શકે નહીં, અટકાવવા સૂચના આપી ભાવનગર તાલુકા પંચાયતના સભ્ય દ્વારા તલાટી કમ મંત્રીને બદલે આવકના દાખલા સહિતમાં સહી સિક્કા કરવા સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો હતો. પરંતુ તે ગેરવ્યાજબી હોવાને કારણે અટકા વવા પણ સૂચના આપવામાં આવી હતી. આવકના દાખલા સહિતમાં સભ્ય કરો શકે નહીં. જેન વૈકલ્પિક વ્યવસ્થા માટે ડીડીઓને રજૂઆત કરાઇ છે.