01 Sep 22 : પોરબંદર શહેરના સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતું અનાજ ધનેડા અને સડેલું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. અનાજ સડેલી હાલતમાં ગ્રાહકોને પધરાવી દેવાતું હોય તેવા પણ અનેક વખત આક્ષેપો થયા છે. આવી રીતે લોકોને નબળી ગુણવત્તાવાળો જથ્થો પધરાવી દેતા પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સ્થાનીકોએ છાંયા ભાજપના અગ્રણી ભોજાભાઇ ખુંટીને રજૂઆત કરી હતી.

જરૂરિયાતમંદ લોકોને અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળુ હોવાની ફરિયાદો ઉઠતા ભોજાભાઇએ દેગામ ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી હતી. ત્યારે ગોડાઉનમાં રહેલ અનાજના જથ્થો ધનેડા અને સડેલો હોવાનું બહાર આવ્યું છે.

આ સડેલું અનાજ જિલ્લાભરમાં સસ્તા અનાજની દુકાનમાં પધરાવી દેવાના આક્ષેપો થઇ રહ્યાં છે. તો બીજી તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલકો અનાજ બહાર વેચી નાખવા હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. પુરવઠા વિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યાં છે. ભાજપ અગ્રણી ભોજા ભાઇ ખુંટીએ લોકોની રજૂઆતને ધ્યાને રાખી સસ્તા અનાજના ગોડાઉનની મુલાકાત લીધી હતી. નબળી ગુણવત્તાવાળો જથ્થો તાત્કાલીક બદલવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

  • અમરેલીમાં પાણી દરવાજા થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બનાવવામાં આવેલ દિવાલની નબળી ગુણવતા

01 Sep 22 : પાણી દરવાજા થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બનાવવામાં આવેલ દિવાલની નબળી ગુણવતા


સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજા થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બ્યુટીફીકેશનની દિવાલ કરવામાં આવે છે તે દીવાલની અંદર લોખંડ સિમેન્ટ, રેતી, કપચી નુ મિશ્રણ  નિયમ અનુસાર થતું નથી  લોખંડ પણ તેમાં યોગ્ય વપરાતું ના હોય તેવું લાગી રહ્યું છે  જેની ખરાઈ કરવા માટે જે તે એજન્સી પાસે થી વર્ક ઓર્ડર માંગવામાં આવેલ પરંતુ તે એજન્સી દ્વારા એક બીજા સાથે ખો ખો રમી રહ્યા હોય આજે આપું ,સાંજે આપું કાલે આપું એવા બહાના કાઢવા માં આવે છે.

જ્યારે આર.એન.બી.ના અધિકારી સોલંકી સાહેબ પાસે  ફોન પર વર્ક ઓર્ડર આપવાનું કહ્યું તો તેઓ પણ વર્ક ઓર્ડર આપવા થી બચી રહ્યા છે તેઓ હું બહાર ગામ છું તમે ઓફિસે દેસાઈભાઈ પાસે જાઓ ત્યાંથી મળી જશે તેમ કહે છે જ્યારે ઓફિસે દેસાઈભાઈ ને મળી ને પૂછવામાં આવે છે તો સાહેબ નથી તે વર્ક ઓર્ડર સાથે લઈ ગયા છે તેવા ઉડાવ જવાબો આપી રહ્યા છે .આ અધિકારીઓ ની મનમાની  કોની છત્ર છાયા માં ચાલેછે તે પણ એક તપાસ નો વિષય છે.

શું કારણ છે કે તેઓ સતત 5 દિવસ થી આં વર્ક ઓર્ડર આપી નથી રહ્યા  ? તો શું કોન્ટ્રાકટર અને અધિકારીઓની આમાં મિલીભગત હશે તો શું અમરેલી નો વિકાસ આવો ચાલશે આવા કોન્ટ્રાકટરની ભ્રષ્ટાચાર નીતિના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો ભવિષ્યમાં કરવો પડે છે શા માટે અધિકારી ઓ વર્ક ઓર્ડર આપવા માટે બિવે છે. તંત્ર આવા લોકો સામે ક્યારે પગલા લેશે તે હવે જોવાનું રહ્યું આવા કોન્ટ્રાક્ટરોને દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.