20 Aug 22 : બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા રાજસ્થાન રાજ્યમાં ભયંકર અકસ્માત સર્જાયો રાજસ્થાનના સુમેરપુર નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતનો મામલો. અકસ્માતના 4 લોકોના થયા મોત,20 થી 22 લોકો ઘાયલ… ટ્રેકટરમાં સવાર હતા 27 જેટલાં લોકો… દાંતાના કુકડી ગામથી રામદેવરા દર્શનાર્થે જઈ રહ્યા હતા 27 લોકો અને તે સમયે નડ્યો અકસ્માત…

રાજસ્થાનના સુમેરપુર નજીક ટ્રેલરે ટ્રેકટરને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સરજાયાનું ચર્ચાસ્પદ… 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજસ્થાનથી પાલનપુર સિવિલ હોસ્પીટલ ખસેડાયા… ભયંકર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજા છે ત્યારે અન્ય 20 થી 25 લોકો ઘાયલ થયાના સમાચાર પણ આવી રહ્યા છે જોકે ગાયેલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા સુમેરપુર શિરોહી પોલીસ અને શિરોહીના ધારાસભ્ય સયમ લોઢા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ભયંકર અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે રાજસ્થાન પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે… દિવસેને દિવસે વધી રહેલા અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને ટ્રક ચાલક વિરોધ સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

  • ભરુચ પાસે નર્મદાની ભયજનક સપાટીમાં વધારો થતા જીવ તાળવે ચોંટી ગયો હતો, ત્યારે ભયજન સપાટીથી પાણી ગોલ્ડન બ્રિજ પાસે ઓસરતા લોકોએ અને તંત્રએ રાહત અનુભવી છે. અત્યારે આ સપાટીમાં ઘટાડો થતા નર્મદા નદીની સપાટી ભયજનક સપાટીથી છથી સાત ફૂટ નીચે આવી ગઈ છે. 

    20 Aug 22 : નર્મદા નદીમાં પાણીના નવા નીરની આવક ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે વધી હતી. જેના કારણે ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતુું કેમ કે, નર્મદા ડેમની સપાટી પણ ભયજનક નજીક પહોંચવા આવી હતી ત્યારે ભરુચ ગોલ્ડન બ્રિજ પાસે પણ નર્મદા નદીનું પાણી ગોલ્ડન બ્રિજ નજીક પહોંચી ગયું હતું.  નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પરની ભયજનક સપાટી 24 ફૂટ છે. ગોલ્ડબ્રિજની અત્યારે સપાટી ઘટી છે અને 19.19 નોંધાઈ છે. ભયજનક સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. 6થી 7 ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે. જેના કારણે પાણી થોડું ઓસર્યું છે.

    ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે અગાઉ થોડા દિવસ પહેલા નર્મદા ડેમના ૨૩ દરવાજા કોલવામાં આવ્યા હતા. દરવાજા ઓ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેમાં દરવાજાઓ ખોલીને ક્યુસેક જથ્થામાં પાણીનો જથ્થો નર્મદા નદીથી છોડાય હતો. જેના કારણે નર્મદામાં પાણી ઓસર્યા હતા. પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાયો ત્યારા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના ગામોને એલર્ટ પણ કરાયા હતા. ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે.