વડોદરા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર સામે આચાર સંહીતા ભંગની નોંધાઈ ફરીયાદ

23 Nov 22 : કોંગ્રેસના ઉમેદવાર સામે આચાર સંહીતા ભંગની ફરીયાદ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પ્રચાર દરમિયાન વડોદરાના ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર વિવાદોમાં ફસાયા હતા. વડોદરાના ડભોઈથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલારે સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે પ્રચાર પણ તેજ ગતિથી કરવામાં આવી રહ્યો છે. જે મામલે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ મામલે તપાસ કરવા ઉલ્લેખ કરાયો છે. બાલકૃષ્ણ ઢોલાર ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા. વિવાદોમાં ઘેરાયેલા નેતાજી આ કારણે વધુ વિવાદમાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકામાંથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલરેએ પણ પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારે બાલકૃષ્ણ ઢોલાર અભિયાનમાં લોકોને પૈસા આપવાનો મામલો સામે આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેઓ પર રુપિયા વેચવાનો આક્ષેપ છે. જેથી કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધવામાં આવ્યો છે.

વધુમાં વાંચો… ભાજપે 12 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા જેમાંથી કેટલાકે પહેલાથી જ રાજીનામું આપી અપક્ષનો રસ્તો પસંદ કર્યો

ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપમાં આ વખતે 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જો કે ટિકિટ વાચ્છુકોમાં આ નારાજગી નામો કપાતા જોવા મળી હતી. જેમાંથી કેટલાકે પહેલાથી જ અપક્ષમાં દાવેદારી નોંધાવી રાજીનામું આપી દીધું છે ત્યારે અગાઉ ભાજપે જેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું. જો કે, કેટલાક નેતાઓએ ફોર્મ પરત ખેંચ્યું નહોતું જેથી ભાજપે આવા બળવાખોર નેતાઓનું લિસ્ટ બનાવ્યું અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા નેતાઓ વર્ષોથી ભાજપના મેન્ડેટ પર ટિકિટ લડતા અને જીતતા આવ્યા હતા ત્યારે ભાજપે આ વખતે ટિકિટ ના આપતા સમર્થકોનો સાથે મેળવી અપક્ષમાંથી કેટલાકે દાવેદારી નોંધાવી છે અને મધુ શ્રીવાસ્તવ સહીતનાએ ભાજપમાંથી રાજીનામાં પણ આપ્યા છે. જો કે, કેટલાકે રાજીનામાં નહોતા આપ્યા ત્યારે ભાજપે તેમને પાર્ટીથી સસ્પેન્ડ કર્યા છે. અગાઉ સીઆર પાટીલ પાર્ટ પ્રદેશ અધ્યક્ષે આ ચીમકી પણ ઉચ્ચારી હતી જેનો અમલ પણ કરાયો છે.

ગુજરાતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા ચરમસીમાએ પહોંચતા તેમને ભાજપમાં સામે બળવો કર્યો છે જેમાં આ 12 અપક્ષ ઉમેદવારોને ટિકિટ ન મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપે દિનુ મામા પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કુલદીપ સિંહ રાઉલ, રામસિંહ શંકર, ધવલસિંહ ઝાલા, અમરીશ ઝાલા સહીતા નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here