આપના આ ઉમેદવાર સોરઠીયા વિરુદ્ધ દાખલ થઈ ફરીયાદ, આ કારણે મુશ્કેલી વધી

03 Dec 22 : આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુદ્ધ ઈવીએમમાં ફોટાના કારણે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં જ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે તેમાં કેટલીક જગ્યાએ બૂમો ઉઠી હતી. ક્યાંક સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા હતા. ત્યારે કારંજ બેઠકના આપના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુદ્ધ પણ ફરીયાદ દાખલ થઈ હતી. તેમણે ઈવીએમનો ફોટો મૂકીને ઝાડૂં ચાલે છે તેમ લખાણ લખ્યું હતું જેથી આ મામલે નોડલ ઓફીસરે ફરીયાદ નોંધાવી હતી.

1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 89 બેઠકો પર મતદાન થયું છે. ત્યારે આ લખાણ મામલે અધિકારીની ફરિયાદના આધારે મનોજ સોરઠીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આચારસંહિતાના ભંગ બદલ કેટલાક ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આપ નેતાની પણ આ કારણે મૂશ્કેલી વધી છે. આચાર સંહીતના આ અગાઉ પણ કેટલીક ફરીયાદો દાખલ થઈ છે. અન્ય કેટલીક જગ્યાએ પણ ફરીયાદો દાખલ થઈ છે. આ ઉપરાંત ખાસ કરીને આ વખતે ચૂંટણી પંચ દ્વારા સી-વિજીલ એપ્લિકેશન થકી ફરીયાદ દાખલ કરાઈ છે. ત્યારે ઓનલાઈન પણ સામાન્ય નાગરીકોએ મોટા પ્રમાણમાં ફરીયાદ આ વખતે દાખલ કરી છે. જેમાં કેટલીક ફરીયાદોનો નિકાસ પણ કરવામાં આવ્યો છે.

વધુમાં વાંચો… પૈસા ડબલ થઇ જશે તેવી લાલચમાં રાજકોટના બે વેપારીઓએ ગુમાવ્યા ૯.૫૦ લાખ

રાજકોટમાં ’ એક કાર્ડ ડબલ’ ની લાલચ આપી લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા ગઠીયા બે વેપારીઓ સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરી હતી. આગથિયાએ વેપારીઓને એક વર્ષમાં ઊંચું વળતર મળવાની લાલચ આપી શકાય કરી હતી. બંને વેપારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ માંથી મળતી વિગતો અનુસાર દરબારગઢમાં રહેતા અને ચાંદીનું જોબવર્ક કરતા અમિતભાઈ વિનોદશય ગાંધીએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા સંદીપ જવાહર ઘુચલા (રહે. વાસણા જકાતનાકા,ગોત્રી રોડ,વડોદરા) નું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતુ કે, તેના મિત્ર પ્રશાંત બી. ચાંપાનેરીયાને એકાદ વર્ષ પહેલા ઈન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી સંદિપભાઈએ આરોપી સંદિપનો પરીચય કરાવ્યો હતો ઓફિસે મુલાકાત થતા સંદિપે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી 12 મહિના બાદ સારૂ વળતર મળશે તેમ કહ્યું હતું.જેથી તેણે રૂા.1.50 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. 12 મહિના બાદ સંદિપે નફા સાથે રૂા.2.40 લાખ પરત આપવાની વાત કરી હતી.

મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરી રૂા.300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું. નક્કી થયા મુજબ તેણે રૂા. 1.50 લાખના બે ચેક સંદિપને આપ્યા હતા. ગઈ તા.25-2-2021 ના રોજ મિત્ર 2 સંદિપભાઈએ રૂા.7 લાખનું રોકાણ શું કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ તેને સંદિપે રૂા. 11.20 લાખ મળશે તેવું કહી તેની સાથે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડસ્ટેન્ડીંગ સાઈન કર્યું હતું. પરીણામે સંદિપભાઈએ તેને ચેકથી રૂા.7 લાખ આપ્યા હતા. ગઈ તા.8-7-2021 ના રોજ તેણે વધુ રૂા.1 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ નફા સાથે રૂા.1.60 લાખ પરત આપવાની ખાત્રી મળી હતી. આ રકમનું પણ તેણે ચેકથી પેમેન્ટ કર્યું હતું.પાકતી મુદતે આરોપી સંદિપની ઓફિસે જતા તે બંધ મળી હતી. કોલ કરતા સંપર્ક થયો ન હતો. જેથી તેની સાથે છેતરપિંડી થયા હોવાનું જણાવતા તેને આજે એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં વાંચો… ભાવનગર શહેર નજીક આવેલ જુના બંદર ખાડી વિસ્તારમાં કોઈ કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત ઝેરી પાણી ખાડીમાં ઠાલવવામાં આવતું હોવાની રાવ

ભાવનગર શહેર નજીક આવેલ જુના બંદર ખાડી વિસ્તારમાં કોઈ કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત ઝેરી પાણી ખાડીમાં ઠાલવવામાં આવતું હોય જેને લઇને વિદેશી પક્ષીઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિને ખતરો તોળાઈ રહ્યો છે જેને લઇને જીવદયાપ્રેમી તેમજ પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્ આવા કેમિકલ ફેક્ટરીના માલિકો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભાવનગર જિલ્લામાં અફાટ કુદરતી સંપત્તિ આવેલી છે, અહીંયા ઘૂઘવતો સમુદ્ર છે, તો આકાશ સાથે વાતો કરતા પર્વતો પણ છે અને તો વળી સોળે કળાએ ખીલેલા જંગલો પણ આવેલા છે.

આ કુદરતી સંપત્તિને માણવા દેશ-વિદેશથી લોકો ભાવનગર જિલ્લામાં આવતા હોય છે. પરંતુ કેટલાક સ્વાર્થી લોકોના કારણે આ કુદરતી સંપત્તિ ક્યાંકને ક્યાંક વિનાશના રસ્તે જઈ રહી છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કરંટ ધરાવતો દરિયો આવેલો છે, અને આ દરિયાની ખાડી છેક અમદાવાદના ધંધુકા સુધી ફેલાયેલી છે તેમજ ખંભાત સુધી ખંભાતનો અખાત આવેલો છે. આ ખાડીમાં અસંખ્ય વિવિધ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. આટલું જ નહીં ભાવનગર શહેર નજીક માંથી પસાર થતી ખાડીની આજુબાજુના વેટલેન્ડ એરિયામાં વિદેશથી યાયાવર પક્ષીઓ પ્રજનન કાળમાં આવી અને વસવાટ કરતા હોય છે, તો કેટલાક વિદેશી પક્ષીઓનો અહીં કાયમી વસવાટ થઈ ગયો છે ત્યારે આવી અફાટ કુદરત સંપત્તિ પર હવે ખતરો તોડાઈ રહ્યો છે. ભાવનગર નજીક જૂના બંદર ની ખાડીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવાના કારણે ખાડીનું પાણી દૂષિત થઈ રહ્યું છે, ભૂતકાળમાં પણ આવી અનેકવાર ઘટનાઓ બની છે.

ભાવનગરના નવા બંદર થી શરૂ થતી ખાડીની આજુબાજુમાં અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જે કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમીકલયુક્ત પાણી ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ જીવદયા પ્રેમી કરી રહ્યા છે, હાલ થોડા દિવસોથી ખાડીમાં કેમિકલ વાળા પાણીને લીધે ખાડીની બંને સાઇડ સફેદ કેમિકલ ના ફીણ જોવા મળી રહ્યા છે, તેમજ ખાડીમાં માછલીઓ, વ્યાયાવર પક્ષીઓ અને આ દરિયાઈ જીવો ઉપર નિર્ભર એવા શ્વાન સહિતના અનેક પશુઓના મોત થઈ રહ્યા છે જેને લઇને જીવ દયા પ્રેમીઓમાં ભારે રોજ જોવા મળ્યો છે. ભૂતકાળમાં કેમિકલના ટેન્કરો અન્ય જગ્યાએથી લાવી અને ખાડીમાં ઠાલવવાતા હોવાના આક્ષેપ પણ જીવદયા પ્રેમીઓ કર્યા હતા. ત્યારે આવા લોકો સામે પોલ્યુશન વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવે અને આ કુદરતી સંપતિને બચાવી લેવામાં આવે તેવી માંગ પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here