
04 Nov 22 : મોરબી ના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 140 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જેથી સમગ્ર પંથકમ શોકમાં ગરકાવ થયો છે ત્યારે મૃતકોને ન્યાય અપાવવા અને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ઝુલતા પુલ અસરગ્રસ્ત ન્યાય સમિતિ મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ ઝુલતા પુલ દુર્ઘટના માં ભોગ બનનારને સંપૂર્ણ ન્યાય તેમજ યોગ્ય સહાય મળે તે જરૂરી છે જેમાંસંસ્થાએ વિવિધ માંગણીઓ કરી છેમાંગ મુજબ ઝુલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર નગરપાલિકાના અધિકારી ઓ, ઓરેવા કંપનીના માલિક અને પોલીસ તપાસમાં જે જવાબદાર જણાય તે તમામ વિરુદ્ધ સામુહિક માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને પાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે.
વધુમાં જણાવેલ કે, હાલ માં આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે તે યોગ્ય અને સંતોષકારક રીતે તપાસ થઇ રહી નથી જેથી ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ ઉચ્ચ તપાસ સમિતિ બનાવી ઘટનાની સંપૂર્ણ અને તટસ્થ તપાસ થાય તથા હાલના ફરિયાદીને બદલવામાં આવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને રૂ ૨૫ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ ૨૦ લાખ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે અને આઉપરાંત ભોગ બનનારનો કેસ લડવા સરકાર એક સીનીયર અને તટસ્થ સરકરી વકીલની નિમણુક કરે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની યાદમાં મેમોરીયલ બનાવવામાં આવે તેમજ આ મેમોરીયલ ટ્રસ્ટની જાળવણી માટે ટ્રસ્ટ બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે.
મોરબી પુલ હોનારતમાં મૃતકોની આત્માને શાંતિ અર્પે ખેરવા ગામે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ

04 Nov 22 : ગુજરાત રાજ્ય આર.ટી.આઈ. રીફોર્મ એક્ટ ઇન ગુજરાત ના સદસ્ય આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી જણાવે છે કે તા:- 30/10 ના રોજ મોડી સાંજે મોરબીમાં આવેલ ઝુલતો પુલ અચાનક તૂટી જતા જુલતા પુલ પરના 137 વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા મોરબીના બ્રિજ ના અકસ્માતમાં જે જીવાત્મા મૃત્યુ પામ્યા તેવા જીવાત્માના દિવંગત આત્મા ને શાંતિ અર્પવા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામે રામજી મંદિરના ચોરે થી ખેરવા ગામના પાદર સુધી ખેરવા ક્ષત્રિય ગિરાસદાર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવાંગતોના આત્માને શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્થે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ક્ષત્રિય ગિરાસદાર સમાજના અને અન્ય સમાજના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં ઝાલા પરિવારના જયરાજસિંહ, રવિરાજસિંહ, જોગેન્દ્રસિંહ, અર્જુનસિંહ, હરપાલસિંહ, મહિપાલસિંહ, ગિરિરાજસિંહ, ખુમાનસિંહ, મૈસુરસિંહ, બહાદુરસિંહ, અમરદીપસિંહ, ગુલાબસિંહ, દિવ્યરાજસિંહ, મિતરાજસિંહ, હિતેન્દ્રસિંહ અર્જુનસિંહ, વિશ્વરાજસિંહ, જાડેજા અર્જુનસિંહ, પાટડીયા પ્રવીણભાઈ, ગોહિલ અર્જુનસિંહ, અજાડિયા રાહુલ, સરવૈયા કિશોર સહિતના યુવા અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.