29 Aug 22 : મોરબીના રફાળેશ્વર ગામ નજીક મેળામાં લારી વાળા પાસેથી પૈસા ઉઘરાવવા મામલે થયેલ મારામારી પ્રકરણમાં એક પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો હવે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર ગામે મારામારી પ્રકરણમાં દશરથભાઈ માકાસણાએ મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી સુનીતાબેન ખીમજીભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ રફાળેશ્વર મેળાના તહેવાર દરમીયાન પાર્કિંગ પોઈ ન્ટ રાખેલ હોય જે પાર્કિંગ પોઈન્ટમાં વાહન પાર્ક કરવામાં મગફળી લારી અને પાણી પુરીની લારીઓ અડચણરૂપ બનતી હોય જેથી લારીઓ ખસેડવા – હટાવવા ફરિયાદીના ભાઈ અજયભાઈએ કહેતા આરોપી ગેરેજવાળા પટેલને સારું નહિ લાગતા ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી આરોપીઓ અંતિમસિંહ રહે રંગપર,અંતિમસિંહના ભાઈ રહે રંગપર,કટિંગ ટાઈલ્સના કારખાનાવાળા ભરવાડ અને ગેરેજવાળા પટેલ એમ 4 આરોપીઓએ ફરિયાદી ના ભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા અને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી.
જે મારામારીમાં ફરિયાદીના ભાભી જયશ્રીબેનને તેમજ ભાઈ અજયને ઈજા પહોંચાડી હતી અને ફરિયાદી સુનીતાબેન પરમારને છાતીના ભાગે હાથ અડાડી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે વળતી પોલીસ ફરિયાદ નોંધી બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.
- મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનમાં તહેવારો દરમિયાન ચોરીની ઘટના બની હતી જે બનાવ મામલે તપાસ ચલાવતા એ ડીવીઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરી કરનાર એક ચોકીદારને ઝડપી લીધો છે તો અન્ય બે નેપાળી ઇસમોના નામો ખુલ્યા છે.
29 Aug 22 : મોરબીના શક્તિપ્લોટના મકાનની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરનાર ચોકીદાર ઝડપાયો. એક ઇસને ઝડપી અલીને ૯૦ હજારની રોકડ રીકવર
બે આરોપીના નામો ખુલતા તપાસના ચક્રો ગતિમાન. મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનમાં તહેવારો દરમિયાન ચોરીની ઘટના બની હતી જે બનાવ મામલે તપાસ ચલાવતા એ ડીવીઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરી કરનાર એક ચોકીદારને ઝડપી લીધો છે તો અન્ય બે નેપાળી ઇસમોના નામો ખુલ્યા છે.
મોરબીના શક્તિપ્લોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ૨.૧૫ લાખની ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે એ ડીવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે રવાપર રોડ પર આવેલ સેલ પેટ્રોલપંપના CCTV ચેક કરતા નજીકમાં બની રહેલ કોમ્પ્લેક્ષમાં બે ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા અને કોમ્પ્લેક્ષમાં તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવતા પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા આરોપીએ ચોરીની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી પ્રકાશ રાનેભાઈ ટમટતા (ઉ.વ.૨૫) ચોકીદાર રહે નેપાળ વાળા ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૯૦,૦૦૦ અને મકાનનો લોક તોડવાના ઉપયોગમાં લેવાયેલ લોખંડનો અણીવાળો સળીયો કબજે કરવામાં આવ્યો છે.
જયારે અન્ય આરોપી ઉતમ શાહી અને વસંત શાહી રહે બંને કાલીકોટ નેપાળ વાળાના નામો ખુલતા બંને આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
- મોરબીના રંગપર ગામ નજીકની સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાકટર સાથે માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો જેમાં કોન્ટ્રાકટર દ્વારા આતંક મચાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી ત્યારે હવે કોન્ટ્રાકટર દ્વારા ઉદ્યોગપતિ સહિતના છ વિરુદ્ધ મારામારી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
29 Aug 22 : મોરબીના સિરામિક મારામારી પ્રકરણમાં કોન્ટ્રાકટરે ઉદ્યોગપતિ સહીત છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ૯ લાખનો હિસાબ લેવા ગયો હોય ત્યારે મારામારી કર્યાની ફરિયાદ.
મોરબીના રંગપર ગામ નજીકની સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાકટર સાથે માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો જેમાં કોન્ટ્રાકટર દ્વારા આતંક મચાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી ત્યારે હવે કોન્ટ્રાકટર દ્વારા ઉદ્યોગપતિ સહિતના છ વિરુદ્ધ મારામારી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ પંજાબના વતની અને હાલ રંગપર ગામ નજીક રહેતા રણદીપસિંગ પરમજીતસિંગ જટ્ટ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સિરામિકમાં તેઓ જનરેટર ઓપરેટર અને સ્પેરપાર્ટનો કોન્ટ્રાકટ ચલાવતા હોય જે હિસાબના ૯ લાખ રૂપિયા લેવા તેની ઓફિસે ગયેલ હોય ત્યારે હિસાબના રૂપિયા માંગતા સારું નહિ લાગતા આરોપી પ્રકાશભાઈએ પગ અને છાતીના ભાગે લાકડાનો ધોકો મારી ઈજા કરી તેમજ આરોપી પીન્તુ ભાઈએ ફરિયાદીના ભત્રીજા યોગેન્દ્રસિંગને ધોકો મારીને તેમજ ઢીકા પાટું માર મારીને ઈજા કરી હતી. તેમજ ફરિયાદી રણદીપસિંગ તેના ઘરે આવતા આરોપીઓ રજનીભાઈ, મંથનભાઈ, વિશાલભાઈ રહે બધા મોરબી વાળાએ ઘરની બહાર ઉભા રહી પથ્થરના છુટા ઘા કરી ઓફિસનો કાચ – મકાનની બારીના કાચ તોડી નાખી મકાનના પાછળના ભાગે બેસી કમ્પ્રેશર અને ઉપરના માળનું એસી છુટા પથ્થર ઘા મારી તોડી નાખી નુકશાન કર્યું હતું અને ઘર બહાર પડેલું બજાજ GJ ૩૬ AB ૬૭૭૫ સ્કૂટરમાં પથ્થર મારી તોડી નાખી નુકશાન કરી બાઈક સળગાવી નાખ્યું હતું મોરબી તાલુકા પોલીસે કોન્ટ્રા કટરની વળતી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.