મહારાષ્ટ્ર – શિંદેની દશેરાની રેલીને સામના બતાવમાં આવ્યું ફેશન શૉ

07 Oct 22 : ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ આજે ફરી એકવાર મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી શિંદેની દશેરા રેલી ભાજપ તરફી કાર્યક્રમ હતો. તેમણે ટોણો માર્યો કે તેમના ભાષણ દરમિયાન માત્ર ‘મોદી-શાહ ચાલીસા’ જ વાંચવામાં આવી હતી. તેમણે શિંદેના જૂથને ‘ડુપ્લિકેટ શિવસેના’ પણ ગણાવ્યા.

શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં દાવો કર્યો હતો કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે આયોજિત દશેરા રેલીમાં શિંદે કેમ્પે 50 કરોડથી 100 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, કારણ કે સમર્થકો માટે લગભગ 2,000 બસો બુક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આવેલા બે લાખથી વધુ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બાંદ્રા કુર્લા કોમ્પ્લે ક્સમાં યોજાયેલી રેલી ભાજપ સમર્થિત કાર્યક્રમ હતી. ધારાસભ્યોને ખરીદવા માટે પૈસા ખર્ચવામાં આવ્યા હતા અને આ ઇવેન્ટ ફેશન શો અને સૌંદર્ય સ્પર્ધા જેવી હતી.

શિંદે અને શિવસેનાના અન્ય ધારાસભ્યો દ્વારા બળવો થયો ત્યારથી, ઉદ્ધવ ઠાકરે જૂથ વારંવાર બળવાખોર ધારાસભ્યોને નિશાન બનાવી રહ્યું છે, અને કહે છે કે દરેક બળવાખોર ધારા સભ્યોએ 50 ખોખા લીધી હતા જેનો અર્થ થાય છે પચાસ કરોડ રૂપિયા. સામના આગળ જણાવે છે કે રેલી શિવસેનાના નામે આયોજિત કરવામાં આવી હતી,પરંતુ તે ભાજપનો કાર્યક્રમ હતો, કારણ કે ભાષણમાં શિવસેનાના નકલી નેતા શિંદેએ મોદી-શાહ ચાલીસાનો ઉપયોગ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે દશેરા નિમિત્તે બંને પક્ષોએ 5 ઓક્ટોબરે મેગા રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે ઠાકરેએ દાદર વિસ્તારમાં શિવાજી પાર્કમાં તેમની રેલીને સંબોધિત કરી હતી, ત્યારે શિંદેએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સભાને સંબોધિત કરી હતી. શિવસેનાના મુખપત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે ભાજપે જ સ્ક્રિપ્ટ લખી છે. મુખ્ય ભાષણનો સાર, સંવાદો, પાત્રો તે (ભાજપ) દ્વારા લખવામાં આવ્યા હતા. શિંદે જૂથ ભાજપમાં ભળી ગયું હોય તેવું વર્તન કરી રહ્યું છે.

વધુમાં વાંચો… ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન પણ શરુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલો સમય બાકી છે ત્યારે ચૂંટણી પૂર્વે એક પક્ષમાંથી રાજીનામુ આપીને બીજા પક્ષમાં જોડવાની જાણે સીઝન નીકળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પક્ષ પોતાની રીતે પ્રચાર કરી રહી છે અને જીતવા માટે પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી રાજકીય પક્ષ માટે ટિકિટ માથાનો દુખાવો સમાન રહેશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની જ સાથે પક્ષપલટુની પણ સીઝન ખૂલ્લી ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે આજે વડોદરાના ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે તેમને ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવીને કુલદીપસિંહનું સ્વાગત કર્યું હતું. આ તકે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહને ભાજપમાથી ટિકિટ મળવાની આશંકા ન હતી જેને પગલે તેમને તેના સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. બરોડા ડેરીના ડિરેક્ટર છે કુલદીપસિંહ રાઉલજી અને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here