30 Aug 22 : રાજકોટમાં મચ્છરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મચ્છરોને કારણે રોગચાળામાં ભરે ઉછાળો આવ્યો છે. મલેરીયા, ડેન્ગ્યુનાં કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. આ કારણે રાજકોટ મનપા દ્વારા સતત ચેકીંગ હાથ ધરાયું છે જેમાં મચ્છરની ઉત્પતિ થતાં સ્થાને ચેકીંગ કરી ૨૭ આસામી ઓને નોટીસ ફટકારી હતી જ્યારે ૭૭ હજારનો દંડ વસૂલયો હતો. મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા સહિતના રોગચાળાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ શહેરભરમાં મચ્છરો શોધવા માટે નીકળી હતી.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ – અલગ 66 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટેલ, બાંધકામ સાઇટ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા ૨૭ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને રૂ.૭૭,૧૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. શહેરમાં રહેણાંક મકાન, દુકાન,એપાર્ટમેન્ટ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ,ઔદ્યોગીક એકમો સહિતના વિસ્તારોમાં જો મચ્છરોની ઉત્પતિ જોવા મળે તો તેની જવાબદારી જગ્યાના માલીક અથવા ત્યાં વસવાટ કરતા લોકોની રહે છે. ચેકીંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ જણાઇ તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ ૬૬ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જેએમસી હોટેલ, હોટેલ હીલ સ્ટેશન, હોટેલ સીટી ઇન, પરિશ્રમ હોટેલ, હોટેલ ક્લાસીક, જલારામ હોસ્પિટલ, બેબી વિંગ્સ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ ઉપરાંત આર્થિક ભવન, કેપી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ, વૃંદાવન બંગ્લોઝ, રામેશ્ર્વર રોયલ બાંધકામ સાઇટ, માધવ ટેક્સ ટાઇલ, યુકે સેન્ટર,કર્માશસ્કાય, શ્યામવન,શેફરોન,ક્રિષ્ના હોસ્પિ ટલ, શ્યામ બંગ્લોઝ, રામસ ફૂડ, ઓરબિટ પ્લાઝા, લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલ, પર્લ રેવન્યૂ, યુનીટી પ્લસ, પરફેક્ટ ટ્રૂ વેલ્યૂ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, ઇઝી બેકરી, પરમેશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝ, ઇગલ સ્ક્રેપ, મલેક સ્ક્રેપ, ચૌધરી પાર્લસ, ભૂમિકા વિદ્યાલય, સિલ્વર એપાર્ટમેન્ટ,આઇકોનિક લાઇફ સ્ટાઇલ, વિનાયક મંડપ સર્વિસ, પ્રભુ હાઇટ્સ, જયહિન્દ મદ્રાસ કાફે, અમૃત ડેરી, પટેલ ડાઇનિંગ હોલ, ઇગલ ઓટો, ઓમ એપાર્ટમેન્ટ, રાધે એપાર્ટમેન્ટ, શ્રીરામ હાર્ડવેર અને હોટેલ હરિ ઓમમાંથી મચ્છરની ઉત્પતિ જણાતા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે રાજકોટ મનપામાં ફૂડ વિભાગની લાલ આંખ

30 Aug 22 : વેપારીઓ પૈસા કમાવા ખાણીપીણીની ચીજ વસ્તુમાં મિલાવટ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. ખાવાની વસ્તુમાં મિલાવટ કરનાર વેપારીને ત્યાં રાજકોટ મનપાની ફૂડ શાખા દોડી ગઈ અને લોકોના આરોગ્યને નુકશાન કરે તેવી ૧૦૦૦ કિલો ભેળસેળ વાળી વસ્તુને સીઝ કરી હતી. કોર્પો રેશનની સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં શંકાના આધારે લેવામાં આવતા ખાદ્ય સામગ્રીમાં બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવા છતાં નમૂના અમદા વાદની ગુજરાત લેબમાં આશ્ર્ચર્યજનક રીતે પાસ થઇ જાય છે. જો કે, આ સંપૂર્ણ કૌભાંડમાં ફૂડ શાખાનો સ્ટાફ શંકાના દાયરામાં હોવાની પૂરી સંભાવના જણાઇ રહી છે. ગત 31મી માર્ચના રોજ પરાબજાર વિસ્તારમાં આવેલી આશિર્વાદ માર્કેટીંગમાંથી ફૂડ વિભાગ દ્વારા મરચું, હળદર,ધાણાજીરૂં પાવડર નો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં કલરની ભેળસેળ હોવાનું માલૂમ પડતા અંદાજે ૪.૪૦ લાખનો ૧૦૦૦ કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. હળદર, મરચુ અને ધાણાજીરૂંનું સેમ્પલ અમદાવાદની ગુજરાત લેબમાં મોકલવામાં આવ્યો હતો. આ લેબને રાજ્ય સરકાર દ્વારા પ્રામાણીત કરવામાં આવી છે.

ગુજરાત લેબમાં ત્રણેય નમૂનાને સલામત જાહેર કરવામાં આવ્યા હતા અને કલર સહિતની કોઇપણ ચીજવસ્તુની ભેળસેળ ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. દરમિયાન અધિકારીઓને શંકા પડતા રિએનાલીસીસ માટે આ ત્રણેય નમૂનાને પુણેની રેફલર ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અગાઉ જ લાલ મરચાનો નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હળદર પાવડરમાં મકાઇની સ્ટાર્ચ સાથે નોન પરમિટેડ ઓરેન્જ કલર અને બટર યેલો ઓઇલ શોલ્યુબલ કલરની ભેળસેળ કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જ્યારે ધાણાજીરા પાવડરમાં પણ નોન પરમિટેડ બટર યેલો ઓઇલ શોલ્યુબલ કલરની હાજરી મળતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. ખાદ્ય સામગ્રીના નમૂના લીધા બાદ કંઇ લેબમાં તેને પરિક્ષણ અર્થે તેને મોકલવામાં આવશે તેને સંપૂર્ણ પણે ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની ફૂડ શાખાનો સ્ટાફ જ ફૂટેલો હોય તેવું લાગી રહ્યું છે. વેપારીને ત્યાંથી લેવામાં આવેલા નમૂના કંઇ લેબમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. તેની માહિતી વેપારીને પહોંચી દેવામાં આવે છે અને નમૂના સલામત જાહેર થાય તેમ માટે સેટીંગ કરવા સુધીનો વહીવટ સ્ટાફ દ્વારા જ પતાવવામાં આવતો હોવાની શંકા સેવાઇ રહી છે.