દિલ્હીમાં CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી

17 Sep 2021 : દિલ્હી ના લોધી રોડ વિસ્તાર માં સીજીઓ કોમ્પ્લેક્સમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિંગ બિલ્ડીંગ માં બપોરે 1.35 વાગ્યા આસપાસ આગ લાગી હોવાની વિગતો મળી રહી છે.પાપ્ત માહિતી મુજબ બિલ્ડિંગના બેઝમેન્ટ માં આગ લાગી હતી. જો કે, ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી બિલ્ડીંગ માંથી તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

જાન-હાનિ ના હાલ કોઈ અહેવાલ નથી તેમજ ફાયર બ્રિગેડ દવારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ગોપનીય દસ્તાવેજો સીબીઆઈના મુખ્યાલયમાં હાજર હોય ત્યારે આવી સ્થિતિમાં અહીં આગની ઘટના ખૂબ મોટી બની જાય છે હાલ તો આગને કારણે અંદર કેટલી નુકસાની થઈ એ સંપૂણ રીતે આગ ઓલવાઈ ગયા બાદ સાચી માહિતી બહાર આવશે.