23 Aug 22 : પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ગઈકાલે વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસને આ વાત આંખના કણાની જેમ ખૂંચી છે. જો કે, કોંગ્રેસમાંથી એક પછી એક મોટા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તિ મનિષ દોશીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગજેન્દ્રસિંહ બળાત્કારના કેસના મામલામાં ફરીયાદ થાય તેવા પ્રયત્નો તેમના તરફથી કરાયા હતા પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાયા છે તો શું તેઓ હવે આ મામલે લડત ચાલું રાખશે ખરા, તેમ કહી આકરા પ્રહારો કરતા સવાલો પણ ઉભા કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં મજબૂતાઈથી આગળ વધવા માટે ભાજપ દ્વારા કમર કસવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા એક પછી એક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 4 દિગ્ગજ નેતાઓને તેમના પક્ષ તરફ કર્યા છે. ત્યારે મહેન્દ્ર સિંહને બની શકે કે, આગામી સમયમાં બીજેપી પ્રાંતિજની સીટમાંથી ચૂંટણી લડાવે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આ ઉપરાંત દિવંગત અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ત્યાર બાદ પણ કોંગ્રેસમાંથી ઉત્તર ગુજરાતમાં જોડાવવાનો સીલ સીલો જારી રહ્યો છે. ત્યારે મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જોડાયા છે.. જો કે, આ વાતથી નારાજ કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહારો પણ કર્યા હતા. ભાજપ નો ખેસ પહેરતા આ બેઠક પર હાલ કોંગ્રેસ માટે ભાજપ જેવા કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે.